HDFC, એચડીએફસી બેંક અને રિલાયન્સમાં પ્રોફીટ બુકિંગથી શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 435 પોઈન્ટ તૂટ્યો
આજે HDFC બેન્કમાં 2.98 ટકા અને HDFCમાં 2.12 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ઈન્ડેક્સમાં બંને શેરોનું વેઈટેજ 15 ટકા છે, જેની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે.
સોમવારની તેજી બાદ આજે શેરબજારમાં (Share market updates) મોટા પાયે પ્રોફિટ બુકિંગ થયું હતું, જેના કારણે તે ઘટાડા સાથે બંધ થયું હતું. આજે સેન્સેક્સ 435 પોઈન્ટના ઘટાડા (Sensex today) સાથે 60176ના સ્તરે અને નિફ્ટી 96 પોઈન્ટ ઘટીને 18 હજારના ઘટાડા સાથે 17957ના સ્તરે બંધ થયા છે. આજે સેન્સેક્સ ટોપ-30માં 13 શેરો ઉછાળા સાથે બંધ થયા હતા અને 17 શેર ઘટ્યા હતા. છેલ્લા એક કલાકમાં બજારમાં પાવર સેક્ટરમાં તેજી જોવા મળી હતી, જેના કારણે આજે NTPC અને POWERGRID ટોપ ગેઇનર હતા. રોકાણકારોએ નફો બુક કર્યો, જેના કારણે HDFC બેન્ક, બજાજ ફાઇનાન્સિયલ સર્વિસિસ અને HDFCમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો. રિલાયન્સમાં પણ આજે પ્રોફિટ બુકિંગ થયું હતું અને તેમાં 1.41 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
સોમવારે HDFC ટ્વિન્સ 10% નો ઉછાળો
સોમવારે HDFC બેંક સાથે HDFCના મર્જરની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતને કારણે બંને શેરોમાં બમ્પર તેજી જોવા મળી હતી. સોમવારે HDFCમાં 9.29 ટકા અને HDFC બેન્કમાં 10 ટકાનો ઉછાળો નોંધાયો હતો.
બજારમાં ઘટાડા છતાં ડોલર સામે રૂપિયો 22 પૈસાના ઉછાળા સાથે 75.32 પર બંધ થયો હતો. સોમવારે રૂપિયો 75.54 ના સ્તર પર બંધ થયો હતો. કાચા તેલમાં આજે ફરી તેજી જોવા મળી રહી છે. આ સમયે ક્રૂડ ઓઈલ 1 ટકાના વધારા સાથે 109 ડોલર પ્રતિ બેરલના સ્તરે ટ્રેડ થઈ રહ્યું હતું.