SENSEX: 11 વર્ષનો રેકોર્ડ તોડી ઈન્ડેકસ સતત 10માં અઠવાડિયે વૃદ્ધિ નોંધાવી બંધ થયો

|

Jan 08, 2021 | 7:10 PM

ભારતીય શેર બજારે છેલ્લા 11 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. વર્ષ 2009 બાદ SENSEX આજે સતત 10માં અઠવાડિયે વૃદ્ધિ સાથે બંધ થયો હતો. આજના કારોબારના અંતે ઈન્ડેક્સ 689 અંકની વૃદ્ધિ નોંધાવી 48,782.51 ઉપર બંધ થયો હતો.

SENSEX: 11 વર્ષનો રેકોર્ડ તોડી ઈન્ડેકસ સતત 10માં અઠવાડિયે વૃદ્ધિ નોંધાવી બંધ થયો
STOCK MARKET

Follow us on

ભારતીય શેર બજારે છેલ્લા 11 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. વર્ષ 2009 બાદ SENSEX આજે સતત 10માં અઠવાડિયે વૃદ્ધિ સાથે બંધ થયો હતો. આજના કારોબારના અંતે ઈન્ડેક્સ 689 અંકની વૃદ્ધિ નોંધાવી 48,782.51 ઉપર બંધ થયો હતો. સેન્સેક્સમાં આજના કારોબારમાં 1.43%ની વૃદ્ધિ નોંધાઈ છે. BSE પર 54% શેરોમાં આજે વૃદ્ધિ નોંધાઈ છે. સેન્સેક્સમાં મારુતિ અને ટેક મહિન્દ્રા શેર ટોપ ગેઈનર રહ્યા હતા. શેરમાં 5%થી વધુનો વધારો થયો છે. NIFTYમાં પણ આજે ખુબ સારો કારોબાર જોવા મળ્યો છે. 209.90 અંકના ઉછાળા બાદ 14,347.25ના સ્તરે બંધ થયો હતો. આજના કારોબારના અંતે 1.48%ની વૃદ્ધિ દર્જ થઈ છે.

 

નિફ્ટી ઈન્ડેક્સ ઈન્ટ્રાડેમાં 14,367.30 સુધી પહોંચ્યો હતો. આ સ્તર ઓલ ટાઈમ હાઈ છે. નેશનલ સ્ટોક એક્સચેંજ (NSE)માં ઓટો, આઈટી અને મીડિયા ઈન્ડેક્સ 3% સુધી વધીને બંધ થયા છે. આજે બેન્કિંગ, રિયલ્ટી, એફએમસીજી, આઈટી, ફાર્મા, ઑટો અને પ્રાઈવેટ બેન્કના  શેરોમાં ખરીદારી જોવા મળી છે. પીએસયુ બેન્ક અને મેટલ શેરોમાં ઘટાડો જોવામાં આવી રહ્યો છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

આજના કારોબારની હાઈલાઈટસ આ મુજબ રહી હતી

1. BSE પર કુલ 3,267 કંપનીઓમાં કારોબાર થયો.
2. 1,763 કંપનીના શેર વધ્યા.
3. 481 કંપનીઓના શેર એક વર્ષના ઉચ્ચતમ સ્તરે નોંધાયા હતા.

4. 500 શેરમાં અપર સર્કિટ નોંધાઈ હતી.
5. BSEની કુલ માર્કેટ કેપ 195.63 લાખ કરોડ રૂપિયા નોંધાઈ છે.

 

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ 

બજાર              સૂચકઆંક            વૃદ્ધિ 

સેન્સેક્સ      48,782.51     +689.19 

નિફટી        14,347.25      +209.90 

 

Next Article