SEBIનો મોટો નિર્ણય, જોઈન્ટ હોલ્ડરમાં કોઈના મૃત્યુ પર હયાત ધારકને ટ્રાન્સફર કરવામાં આવશે શેર

|

Oct 18, 2021 | 11:25 PM

સેબીએ જણાવ્યું હતું કે અમુક કિસ્સાઓમાં એવું જોવા મળ્યું છે કે કોઈ ખાતાધારકના મોત પર કાનુની પ્રતિનિધિના દાવા અથવા વિવાદના કારણે RTAએ હયાત જોઈન્ટ હોલ્ડરને સિકયુરીટીઝનું ટ્રાન્સફર કર્યુ ન હતું.

SEBIનો મોટો નિર્ણય, જોઈન્ટ હોલ્ડરમાં કોઈના મૃત્યુ પર હયાત ધારકને ટ્રાન્સફર કરવામાં આવશે શેર

Follow us on

માર્કેટ રેગ્યુલેટર સેબીએ (Sebi) રજિસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્ટ્સ (RTAs)ને સંયુક્ત ધારકોમાંથી (Joint Holders) કોઈના મૃત્યુના કિસ્સામાં હયાત ખાતા ધારકોની તરફેણમાં સિક્યોરિટીઝ ટ્રાન્સફર કરવા કહ્યું છે. સેબીએ જણાવ્યું હતું કે અમુક કિસ્સાઓમાં એવું જોવા મળ્યું છે કે RTAએ ખાતાધારકના મૃત્યુ પર કાનૂની પ્રતિનિધિના દાવા અથવા વિવાદને કારણે હયાત સંયુક્ત ધારકોને સિક્યોરિટીઝ ટ્રાન્સફર કરી નથી.

 

સેબીએ એક પરિપત્રમાં આરટીએને કંપની એક્ટ 2013ની જોગવાઈઓનું પાલન કરવા અને એક અથવા વધુ સંયુક્ત ધારકોના મૃત્યુની ઘટનામાં હયાત સંયુક્ત ધારકની તરફેણમાં સિક્યોરિટીઝ ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું. માર્કેટ રેગ્યુલેટરે એમ પણ કહ્યું હતું કે આ ત્યારે જ કરવામાં આવશે, જ્યારે આમા કંપનીના ઓપરેટિંગ દિશાનિર્દેશોથી વિપરીત કંઈ ન હોય.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

ફિઝિકલ સર્ટિફિકેટમાંથી હટાવી શકાય છે નામ

નૉર્મ્સ હેઠળ જોઈન્ટ હોલ્ડિંગના કિસ્સામાં એક અથવા વધુ જોઈન્ટ હોલ્ડર્સના મૃત્યુ પર હયાત જોઈન્ટ હોલ્ડર ફિઝિકલ સર્ટીફીકેટમાંથી મૃતકનું નામ હટાવી શકે છે અને નિર્ધારિત પ્રક્રિયાને અનુસરીને સિક્યુરિટીઝને ડિમટેરિયલાઈઝ્ડ કરી શકે છે.

 

આ પહેલાં ડિસેમ્બર 2020માં સેબીએ રિ-લોસ ટ્રાન્સફર વિનંતીને પગલે રોકાણકારોના ડીમેટ ખાતામાં ફીઝીકલ શેરોની ક્રેડિટ માટે ઓપરેશનલ માર્ગદર્શિકા જાહેર કરી હતી. નિયમનકારે શેર ટ્રાન્સફર વિનંતીઓની પુન-નોંધણી માટે કટ ઓફ તારીખ તરીકે 31 માર્ચ, 2021 નક્કી કરી હતી. ફિઝિકલ મોડમાં રાખવામાં આવેલી સિક્યુરિટીઝનું ટ્રાન્સફર 1 એપ્રિલ, 2019થી અટકાવી દેવામાં આવ્યું હતું, પરંતુ રોકાણકારોને ફિઝિકલ સ્વરૂપે શેર હોલ્ડ કરવાથી રોકવામાં આવ્યા ન હતા.

 

પોર્ટફોલિયો અને રોકાણ વધુ સુરક્ષિત રહેશે

અગાઉ, સેબીએ રોકાણકારોના હિતોને ધ્યાનમાં રાખીને પોર્ટફોલિયો મેનેજમેન્ટ સંબંધિત તમામ હિસ્સેદારો માટે પ્રમાણપત્ર કાર્યક્રમ ફરજિયાત બનાવ્યો હતો. વિતરકો અથવા કર્મચારીઓ તરીકે કામ કરતા પોર્ટફોલિયો મેનેજરો માટે મૂડી બજારનું પ્રમાણપત્ર આવશ્યક છે.

 

સેબીએ કહ્યું કે પોર્ટફોલિયો મેનેજરો દ્વારા 7 સપ્ટેમ્બર, 2021 પછી જો કોઈ વ્યક્તિને કામ પર રાખવામાં આવે છે તો તેણે આ કાર્ય સાથે જોડાવાની તારીખથી એક વર્ષની અંદર પ્રમાણપત્ર મેળવવું પડશે. જો કે, જે વ્યક્તિઓ PMS (પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ)ના વિતરકો છે અને ARN અથવા NISM પ્રમાણપત્ર ધરાવે છે તેમને આવા પ્રમાણપત્ર મેળવવા માટે જરૂરી રહેશે નહીં. અગાઉ માર્ચમાં સેબીએ પોર્ટફોલિયો મેનેજરોની લાયકાત સંબંધિત નવા નિયમો બહાર પાડ્યા હતા.

 

આ પણ વાંચો :  Aryan Khan Drugs Case: NCBની તપાસ પક્ષપાતી, શિવસેના નેતાએ SCમાં અરજી દાખલ કરી, કર્યો મૌલિક અધિકારોના ઉલ્લંઘનનો દાવો

 

Next Article