Sebi Study : પરિણીત ટ્રેડર્સ ઈન્ટ્રાડે ટ્રેડિંગમાં વધુ નફો કમાઈ રહ્યા છે, જ્યારે સિંગલ લોકો પાછળ છે, શું છે આનું રહસ્ય?

પરિણીત ટ્રેડર્સ, અપરિણીત ટ્રેડર્સ કરતાં નોંધપાત્ર રીતે વધુ સંખ્યામાં વેપાર કરી રહ્યા છે. આ તેમની બજારની સહભાગિતા અને ગતિવિધિને દર્શાવે છે. સેબીનું વિશ્લેષણનું એક અન્ય મહત્વપૂર્ણ પાસું પુરુષ અને સ્ત્રી ટ્રેડર્સ વચ્ચેની સરખામણી છે. અભ્યાસમાં બહાર આવ્યું છે કે નફો કરતી મહિલા ટ્રેડર્સનું પ્રમાણ પુરુષો કરતાં વધુ છે. આ તારણ મહિલા રોકાણકારોની વ્યાપારી કુશળતાને બતાવે છે.

Sebi Study : પરિણીત ટ્રેડર્સ ઈન્ટ્રાડે ટ્રેડિંગમાં વધુ નફો કમાઈ રહ્યા છે, જ્યારે સિંગલ લોકો પાછળ છે, શું છે આનું રહસ્ય?
Sebi Study Married traders are making more profits in intraday trading
| Updated on: Jul 29, 2024 | 12:58 PM

ઇક્વિટી કેશ સેગમેન્ટમાં પરણિત ઇન્ટ્રાડે ટ્રેડર્સે અપરિણીત વેપારીઓ કરતાં વધુ ફાયદો મેળવ્યો છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ ત્રણ નાણાકીય વર્ષ 2018-19, 2021-22 અને 2022-23નો અભ્યાસ કર્યો હતો, જેણે દર્શાવ્યું હતું કે પરણિત વેપારીઓને અપરિણીત વેપારીઓ કરતાં ઓછું નુકસાન થયું છે.

નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન ખોટ કરી રહેલા અવિવાહિત વેપારીઓની સંખ્યા 75 ટકા હતી જ્યારે આવા પરિણીત વેપારીઓની સંખ્યા 67 ટકા હતી.

પુરુષો કરતાં મહિલા વેપારીઓને વધુ ફાયદો થાય છે

પરિણીત ટ્રેડર્સ, અપરિણીત ટ્રેડર્સ કરતાં નોંધપાત્ર રીતે વધુ સંખ્યામાં વેપાર કરી રહ્યા છે. આ તેમની બજારની સહભાગિતા અને ગતિવિધિને દર્શાવે છે. સેબીનું વિશ્લેષણનું એક અન્ય મહત્વપૂર્ણ પાસું પુરુષ અને સ્ત્રી ટ્રેડર્સ વચ્ચેની સરખામણી છે. અભ્યાસમાં બહાર આવ્યું છે કે નફો કરતી મહિલા ટ્રેડર્સનું પ્રમાણ પુરુષો કરતાં વધુ છે. આ તારણ મહિલા રોકાણકારોની વ્યાપારી કુશળતાને બતાવે છે.

અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, ‘ત્રણ વર્ષમાં મહિલા વેપારીઓનો નફો પુરૂષ વેપારીઓના જૂથ કરતાં વધુ હતો.’ નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન રૂપિયા 1 કરોડથી વધુનું વાર્ષિક ઇન્ટ્રા-ડે ટર્નઓવર ધરાવતા પુરૂષ વેપારીઓને સરેરાશ રૂપિયા 38,570નું નુકસાન થયું હતું, જ્યારે સ્ત્રી વેપારીઓને સરેરાશ રૂપિયા 22,153નું નુકસાન થયું હતું. રસપ્રદ હકીકત એ છે કે ઇન્ટ્રાડે ટ્રેડર્સની સંખ્યાના સંદર્ભમાં મહિલા વેપારીઓનું પ્રમાણ નાણાકીય વર્ષ 2022-23માં ઘટીને 16 ટકા થયું હતું, જે નાણાકીય વર્ષ 2018-19માં 20 ટકા હતું.

60 વર્ષથી વધુ ઉંમરના વેપારીઓને સૌથી ઓછું નુકસાન થાય છે

તેના અભ્યાસમાં સેબીએ એ પણ શોધી કાઢ્યું છે કે ઉંમર જેટલી ઓછી, નુકસાન સહન કરનારાઓનું પ્રમાણ વધારે છે. નાણાકીય વર્ષ 2022-23માં, 60 વર્ષથી વધુ ઉંમરના વેપારીઓનો સૌથી ઓછો હિસ્સો 53 ટકા હતો, જ્યારે 20 વર્ષથી ઓછી ઉંમરના વેપારીઓનો સૌથી વધુ હિસ્સો 81 ટકાના દરે ખોટમાં હતો.

સેબીનો અભ્યાસ એ પણ દર્શાવે છે કે ઇક્વિટી કેશ સેગમેન્ટમાં 10માંથી 7 વ્યક્તિગત ઇન્ટ્રાડે ટ્રેડર્સે નાણાકીય વર્ષ 2022-23માં નુકસાન સહન કર્યું છે. આ સાથે અભ્યાસમાં એ પણ બહાર આવ્યું છે કે ઇક્વિટી કેશ સેગમેન્ટમાં ઇન્ટ્રા-ડે ટ્રેડિંગમાં ભાગ લેનારી વ્યક્તિઓની સંખ્યામાં 2018-19ની સરખામણીમાં 2022-23માં 300 ટકાનો વધારો થયો છે.