SEBI એ આદિત્ય બિરલા સન લાઇફનો IPO અટકાવ્યો, જાણો કેમ લેવાનો નિર્ણય

|

Jun 29, 2021 | 9:02 AM

આદિત્ય બિરલા સન લાઇફ એએમસી (Aditya Birla Sun Life AMC )આઈપીઓ(IPO)માં આદિત્ય બિરલા કેપિટલ દ્વારા રાખવામાં આવેલા 2.9 મિલિયન શેર અને સન લાઇફ (ઇન્ડિયા) એએમસી ઇન્વેસ્ટમેંટના 36 મિલિયન જેટલા શેર્સ વેચવાની ઓફર છે.

SEBI એ આદિત્ય બિરલા સન લાઇફનો IPO અટકાવ્યો, જાણો કેમ લેવાનો નિર્ણય
Securities and Exchange Board of India - SEBI

Follow us on

માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેંજ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ આદિત્ય બિરલા સન લાઇફ એએમસી(Aditya Birla Sun Life AMC )ની IPO મંજૂરી પ્રક્રિયાને સ્થગિત કરી દીધી છે. આ માહિતી સેબીએ તેની વેબસાઈટ દ્વારા જારી કરી છે.

નિયમનકારે આ મંજૂરીઓને હંગામી સ્તરે હોલ્ડ પર મૂકવા માટેનું કારણ સ્પષ્ટ કર્યું નથી જો કે વેપારી બેન્કરોને ચોક્કસ ઓબ્ઝર્વેશન કર્યા વિના કેટલાક નિરીક્ષણો જારી કર્યા  હોવાનો મુદ્દો પણ સામે આવ્યો છે.

આદિત્ય બિરલા સન લાઇફ એએમસી આઈપીઓમાં આદિત્ય બિરલા કેપિટલ દ્વારા રાખવામાં આવેલા 2.9 મિલિયન શેર અને સન લાઇફ (ઇન્ડિયા) એએમસી ઇન્વેસ્ટમેંટના 36 મિલિયન જેટલા શેર્સ વેચવાની ઓફર શામેલ છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આદિત્ય બિરલા સન લાઇફ એએમસી લિમિટેડ એ 19 મી એપ્રિલ 2021 ના રોજ ડીઆરએચપી સબમિટ કર્યું હતું. આદિત્ય બિરલા કેપિટલે સ્ટોક એક્સ્ચેંજને માહિતી આપી હતી કે તેણે ABSLMCના 28,50,880 ઇક્વિટી શેરના વેચાણને મંજૂરી આપી છે જેની રૂ 5 ની કિંમત છે. આ સિવાય સન લાઇફ (ઇન્ડિયા) એએમસીએ 3,60,29,120 શેરના વેચાણ માટે મંજૂરી આપી છે. ABSLMCની પેઇડ અપ શેર ઇકવીટીનો 13.50 ટકા IPO હેઠળ આપવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, સેબી દ્વારા આદિત્ય બિરલા કેપિટલની પેટાકંપનીને શો-કોઝ નોટિસ ફટકારી ત્યારથી આઇપીઓ મંજૂરી 30 દિવસ માટે મુલતવી રાખવામાં આવી છે.ઇશ્યૂ મોટી ઓફર ફોર સેલ છે જેમાં કેનેડિયન ભાગીદાર સન લાઇફ 12.5 ટકા અને આદિત્ય બિરલા કેપિટલ એક ટકાનો પ્રદાન કરે છે.

Published On - 9:01 am, Tue, 29 June 21

Next Article