SEBI એ Infosys ના શેરમાં ઇન્સાઇડર ટ્રેડિંગ મામલે કાર્યવાહી હાથ ધરી, જાણો શું છે મામલો

|

Jun 02, 2021 | 8:08 AM

કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબી(Sebi)એ મંગળવારે ઈન્ફોસિસ(infosys)ના શેરમાં ઇન્સાઇડર ટ્રેડિંગમાં સામેલ એકમો સહિત અનેક કંપનીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

SEBI એ Infosys ના શેરમાં ઇન્સાઇડર ટ્રેડિંગ મામલે કાર્યવાહી હાથ ધરી, જાણો શું છે મામલો
Securities and Exchange Board of India - SEBI

Follow us on

કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબી(Sebi)એ મંગળવારે ઈન્ફોસિસ(infosys)ના શેરમાં ઇન્સાઇડર ટ્રેડિંગમાં સામેલ એકમો સહિત અનેક કંપનીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. સેબીએ આઈટી સર્વિસિસ કંપની ઈન્ફોસિસના શેરમાં ઇન્સાઇડર ટ્રેડિંગ ગતિવિધિઓ કરવા માટે આઠ એકમોને સિક્યોરિટીઝ માર્કેટમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે.

નિયમનકારે આગળના આદેશો સુધી પ્રતિબંધ લાદવા સાથે આઠ કંપનીમાંથી બેમાંથી 3.06 કરોડનો ગેરકાયદેસર નફો જપ્ત કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો. આ બંને કંપનીઓમાં કેપિટલ વન પાર્ટનર્સ અને ટેસોરા કેપિટલ શામેલ છે. ઇન્ફોસિસના નાણાકીય પરિણામો સંબંધિત ભાવ સંવેદનશીલ અપ્રકાશિત માહિતી હોવા છતાં ઇન્ફોસિસના શેર પર ટ્રેડિંગ થયું હતું.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

વચગાળાના ઓર્ડરમાં સેબીએ કહ્યું હતું કે આ મામલો ઇન્ફોસિસના 30 જૂન, 2020 ના રોજ પૂરા થતાં ત્રિમાસિક પરિણામો સાથે સંબંધિત છે. બીજા કિસ્સામાં સેબીએ કેપિટલ હેડ કંપની ફાઇનાન્સિયલ રિસર્ચના એકમાત્ર માલિક શૈલેન્દ્ર સેન પર મૂડી બજારોમાંથી ત્રણ વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો હતો. રોકાણ સલાહકાર તરીકે નોંધણી માટેની અરજીમાં નિયમનકારને ખોટી માહિતી આપવા માટે આ પગલું ભરાયું છે. નિયામક દ્વારા કપટપૂર્ણ રીતે પિરામિડ સમિરા થિયેટરના શેરોમાં વેપાર કરવા બદલ 19 ટ્રેડિંગ એકમો પર કુલ 42 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

Next Article