
માધબીના પિતા એક સફળ કોર્પોરેટ પ્રોફેશનલ હતા. IIM અમદાવાદમાંથી અભ્યાસ કર્યા પછી, માધબી સેબીનો હવાલો સંભાળનાર બીજા બિન-IAS સેબી વડા પણ હતા. યુએસ શોર્ટસેલર હિન્ડેનબર્ગના આરોપો બાદ વિવાદમાં ફસાયેલી માધબી ત્રણ દાયકાથી વધુ સમયથી સક્રિય છે. તેમણે 1989માં ICICI બેંકથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

સરકારે સેબીના નવા ચીફના નામની જાહેરાત કરી છે. વર્તમાન નાણા સચિવ તુહિન કાંત પાંડેને સેબીના નવા વડા બનાવવામાં આવ્યા છે. તેઓ માધબી બુચના સ્થાને બોર્ડની જવાબદારી સંભાળશે. ચાલો જાણીએ કે તેમની પાસે કેટલી સંપત્તિ છે અને તેમને કેટલો પગાર મળશે?

તુહિન પાંડેની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ નોકરી માટે તેમના પગાર વિશે વાત કરીએ તો, તુહિન પાંડેને સેબી ચીફના પદ માટે ભારત સરકારના સચિવ જેટલો પગાર મળશે. ઘર અને કાર સિવાય આ પગાર મહિને રૂ. 5,62,500 છે.

તુહિન કાંત પાંડે મોદી સરકારમાં અનેક પદો પર રહી ચૂક્યા છે. તુહિન પાંડે પહેલા DIPAMના સચિવ હતા પરંતુ અલી રજા રિઝવીના રિટાયરમેન્ટ બાદ તેને DPEનું કામ સોંપવામાં આવ્યું હતુ. ત્યારબાદ તેને ફાઈનેન્સ મિનિસ્ટ્રીમાં ફાઈનેસ સેક્રેટરી તરીકે નિયુકત કરવામાં આવ્યા છે.

ઓડિશાના રહેવાસી તુહિન પાંડે પંજાબ યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સ અને અંગ્રેજીમાં માસ્ટર ડિગ્રી કરી છે. ત્યારબાદ તેમણે વિદેશમાં બર્મિધમ યુનિવર્સિટીમાંથી એમબીએ કર્યું છે.

નાણા સચિવ તુહિન કાંત પાંડેએ તાજેતરમાં નાણા મંત્રાલયમાં મહેસૂલ સચિવનો કાર્યભાર સંભાળ્યો છે.

તુહિન કાંત પાંડે 1987 બેચના ઓડિશા કેડરના IAS અધિકારી છે. 24 ઓક્ટોબર, 2019ના રોજ કાર્યભાર સંભાળ્યા પછી, પાંડેએ 5 વર્ષથી વધુ સમય સુધી DIPAM સચિવ તરીકે સેવા આપી હતી.

તુહિન કાંત પાંડેને સરકારી માલિકીની એરલાઇન એર ઇન્ડિયાના વેચાણને પૂર્ણ કરવાનો શ્રેય આપવામાં આવે છે, જે લાંબા સમયથી અટવાયેલી હતી.

DIPAM સચિવ તરીકે, તેમણે ભારતીય જીવન વીમા નિગમને શેરબજારમાં લાવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. (all photo :GettyImages )
Published On - 12:29 pm, Fri, 28 February 25