વધુ બે કંપનીઓને SEBI એ IPO માટે પરવાનગી આપી, જાણો કંપની વિશે

|

Feb 22, 2021 | 7:21 AM

ભારતમાં હવે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) નો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. સેબી (SEBI) એ વધુ બે કંપનીઓને આઈપીઓ માટેની મંજૂરી આપી હતી. અપેક્ષા છે કે માર્ચની શરૂઆતમાં બંને કંપનીઓના શેર પણ બજારમાં આવશે.

વધુ બે કંપનીઓને SEBI એ IPO માટે પરવાનગી આપી, જાણો કંપની વિશે
વધુ બે કંપનીઓ રોકાણ માટેની તક લાવી રહી છે.

Follow us on

ભારતમાં હવે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) નો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે ગયા વર્ષે પણ વિવિધ કંપનીઓના કુલ 16 આઈપીઓ દ્વારા આશરે 31,000 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. શનિવારે સેબી (SEBI) એ વધુ બે કંપનીઓને આઈપીઓ માટેની મંજૂરી આપી હતી. અપેક્ષા છે કે માર્ચની શરૂઆતમાં બંને કંપનીઓના શેર પણ બજારમાં આવશે. આ કંપનીઓ લક્ષ્મી ઓર્ગેનિક(Laxmi Organics) અને એમટીટાર્કનોલોજી(MTARTechnologies)છે.

Laxmi Organicsના આઈપીઓમાં રૂ.500 કરોડના ફ્રેશ ઇસ્યુ અને નવા પ્રોમોટર યલો ​​સ્ટોન ટ્રસ્ટ દ્વારા 300 કરોડના વેચાણની દરખાસ્ત કરી છે. MTARTechnologiesના આઈપીઓમાં 40 લાખ શેર ઇશ્યૂ કરવાની અને પ્રમોટર અને હાલના શેરધારકો દ્વારા 82,24,270 ઇક્વિટી શેર વેચવાની પણ દરખાસ્ત છે. આ વર્ષે બજારના સકારાત્મક મૂડને જોતાં કંપનીઓ પ્રથમ અર્ધવાર્ષિકમાં IPO લાવવાની યોજના બનાવી રહી છે. એક અંદાજ મુજબ 24 કંપનીઓએ સેબી સાથે આઈપીઓ માટે અરજી કરી છે.

લક્ષ્મી ઓર્ગેનીક્સ
મુંબઈ સ્થિત એક કેમિકલ કંપની છે જેણે 1992 માં એસિટાલ્ડિહાઇડ અને એસિટિક એસિડના નિર્માતા તરીકે ઉત્પાદન શરૂ કર્યું હતું, તે ભારતમાં ઇથિલ એસિટેટના સૌથી મોટા ઉત્પાદકમાં પરિવર્તિત થયું છે. કંપની ફ્લોરોસ્પેશિયાલિટી કેમિકલ્સ, વર્કિંગ કેપિટલ જરૂરીયાતો, પ્લાન્ટ અને મશીનરીની ખરીદી, અમુક બાકી લેણાંની ચુકવણી, હાલના એકમોને અપગ્રેડ કરવા અને સામાન્ય કોર્પોરેટ હેતુ માટે મેન્યુફેક્ચરિંગ સુવિધા સ્થાપવા માટે નવા ઇશ્યૂની આવકનો ઉપયોગ કરશે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

એમટીએઆર ટેક્નોલોજીસ
હૈદરાબાદ સ્થિત એન્જિનિયરિંગ સોલ્યુશન્સ કંપની એમટીએઆર ટેક્નોલોજીઓએ આઇપીઓમાં 40 લાખ શેર જારી કર્યા છે અને પ્રમોટર અને હાલના શેરહોલ્ડરો દ્વારા 82,24,270 ઇક્વિટી શેર વેચવાની દરખાસ્ત કરી રહી છે. એમટીએઆર તેના આઈપીઓ દ્વારા આશરે 650 કરોડ રૂપિયા એકત્ર કરવા માંગે છે. તે ચાર દાયકાથી સંરક્ષણ, એરોસ્પેસ અને ઉર્જા ક્ષેત્રે સેવા આપી રહ્યું છે.

Next Article