SBI Mega E-Auction: મળી રહી છે સસ્તામાં પ્રોપર્ટી અને લક્ઝરી કાર સહિતની ચીજોને ખરીદવાની તક, જાણો વિગતવાર

|

Mar 03, 2021 | 9:12 AM

SBI 5 માર્ચથી Mega E-Auctionની શરૂઆત કરી રહ્યું છે. આ Mega E-Auctionમાં ભાગ લઈને, તમે ખૂબ સસ્તામાં ઘર અથવા પ્લોટ ઉપરાંત ગાડી, પ્લાન્ટ, મશીનરી સહિતની ઘણી ચીજો ખરીદવાનો મોકો મળશે.

SBI Mega E-Auction: મળી રહી છે સસ્તામાં પ્રોપર્ટી અને લક્ઝરી કાર સહિતની ચીજોને ખરીદવાની તક, જાણો વિગતવાર
SBI એ Q4 પરિણામોમાં 80 ટકા નફો દર્શાવ્યો છે.

Follow us on

SBI Mega E-Auction: તમે ઘર અથવા દુકાન કે કોઈ સારી પ્રોપર્ટી ખરીદવા વિશે વિચારી રહ્યા છો? ઈચ્છા સાથે પ્રશ્ન ઉભો થાય કે શું આપણી પાસે પૂરતી મૂડી છે? પૈસાની અછતનો સામનો કરવો પડે છે. જો તમારી સાથે આ સ્થિતિ છે, તો SBI એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સમસ્યાના હલ સાથે તમારા માટે એક મોટી તક લાવ્યું છે.

SBI 5 માર્ચથી Mega E-Auctionની શરૂઆત કરી રહ્યું છે. આ Mega E-Auctionમાં ભાગ લઈને, તમે ખૂબ સસ્તામાં ઘર અથવા પ્લોટ ઉપરાંત ગાડી, પ્લાન્ટ, મશીનરી સહિતની ઘણી ચીજો ખરીદવાનો મોકો મળશે.

કઈ સંપત્તિ વેચાઈ રહી છે?
એસબીઆઈએ ટ્વીટ કરીને મેગા ઇ-ઓક્શન વિશે માહિતી આપી છે. આ મુજબ, આ ઇ-ઓક્શનમાં ભાગ લઈને, તમે સૂચિબદ્ધ સામાન અને મકાન, દુકાન અથવા પ્લોટ માટે બોલી લગાવીને તમારી જરૂરિયાતો સસ્તી રીતે પૂરી કરી શકો છો.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

રિપોર્ટ અનુસાર રહેણાંક, ઔદ્યોગિક, વાણિજ્યિક અને કૃષિ મિલકતોનો સમાવેશ આ ઇ-હરાજીમાં કરવામાં આવ્યો છે. ઇ-ઓક્શનમાં બધી વસ્તુઓ અથવા મિલકતોની હરાજી કરવામાં આવે છે. જે લોકોએ લોન લેવાને બદલે બેંકમાં ગીરવી રાખ્યું હતું અને લોન ભરપાઈ કરવામાં નિષ્ફળતાને કારણે, બેંક આ મિલકતોને જપ્ત કરે છે અને પછી તેમની રિકવરી માટે હરાજી કરવામાં આવે છે.

જાણો સંપૂર્ણ પ્રક્રિયા
બેંક દ્વારા લોકોને તેમની જરૂરિયાત મુજબ લોન આપવામાં આવે છે. આ માટે, બેંક તેમની રહેણાંક સંપત્તિ અથવા વ્યાપારી મિલકત વગેરેને મોર્ગેજ કરે છે. જો લોન લેનાર વ્યક્તિ લોન ભરપાઈ કરવામાં અસમર્થ હોય, તો બેંક રિકવરી માટે તેમની મોર્ગેજ પ્રોપર્ટીની હરાજી કરશે.

એસબીઆઈની સંબંધિત શાખાઓ અખબારો અને અન્ય માધ્યમો દ્વારા જાહેરાત પ્રકાશિત કરે છે. આ જાહેરાતમાં, સંપત્તિની હરાજીને લગતી માહિતી આપવામાં આવી છે. મોર્ગેજ પ્રોપર્ટીઓ સિવાય, બેંક કોર્ટ દ્વારા જોડાયેલ સ્થાવર મિલકતોની હરાજી પણ કરે છે. હરાજી માટે જાહેર કરવામાં આવેલી જાહેર માહિતીમાં બધી માહિતી ઉપલબ્ધ છે. તમે હરાજી કરવામાં આવતી મિલકતોનું નિરીક્ષણ પણ કરી શકો છો.

E-Auctionમાં ભાગ લેવાની પાત્રતા શું છે
ઇ-હરાજીની નોટિસમાં આપવામાં આવેલી સંબંધિત સંપત્તિ માટે ઇએમડી એટલે કે અર્નેસ્ટ મની ડિપોઝિટ.
KYC દસ્તાવેજો સંબંધિત બેંક શાખામાં પ્રદર્શિત કરવાના છે.
હરાજીમાં ભાગ લેનાર વ્યક્તિની ડિજિટલ હસ્તાક્ષર હોવા જોઈએ.
ઇએમડી જમા કરાવ્યા બાદ અને સંબંધિત બેંક શાખાને કેવાયસી દસ્તાવેજો બતાવ્યા પછી, ઇ-ઓકશન કરનાર બોલી લગાવનારાના ઇમેઇલ આઈડી પર લોગિન આઈડી અને પાસવર્ડ મોકલશે.
હરાજીના નિયમો અનુસાર, સમય લોગ ઇન કરીને ઇ-હરાજીના દિવસે બોલી લગાવી શકાય છે.

સંપત્તિઓ અને હરાજી વિશેની વિગતો ક્યાં મળશે
સી 1 ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ: https://www.bankeauifications.com/Sbi

ઇ-પ્રોક્યોરમેન્ટ ટેકનોલોજી લિમિટેડ: https://sbi.auctiontiger.net/EPROC/

પ્રોપર્ટીસ જોવા માટે : https://ibapi.in

હરાજી પ્લેટફોર્મ: https://www.mstcecommerce.com/auctionhome/ibapi/index.jsp

Published On - 8:57 am, Wed, 3 March 21

Next Article