SBI Important Notice : 23 મે સુધી બેંકની આ સુવિધાઓ ઉપલબ્ધ થશે નહિ, જાણો ક્યા કામને પડશે અસર

|

May 22, 2021 | 8:27 AM

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) એ તેના 44 કરોડ ખાતાધારકો માટે અગત્યની સૂચના (SBI Important Notice)જારી કરી છે.

SBI Important Notice : 23 મે સુધી બેંકની આ સુવિધાઓ ઉપલબ્ધ થશે નહિ, જાણો ક્યા કામને પડશે અસર
State Bank of India

Follow us on

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) એ તેના 44 કરોડ ખાતાધારકો માટે અગત્યની સૂચના (SBI Important Notice)જારી કરી છે. બેંકે તેમના ગ્રાહકોને ટ્વીટ કરીને જણાવ્યું છે કે તેઓ તેમની જરૂરિયાત મુજબ બેન્કિંગ સંબંધિત બાબતોનું પ્લાનિંગ કરે . બેંકે પોતાના ગ્રાહકોને આ મહત્વની માહિતી આપીને જણાવ્યું છે કે બેંકની કેટલીક આવશ્યક સેવાઓ 21 મે, 22 મે અને 23 મેના રોજ બંધ રહેશે.

 

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

 

મેન્ટેનન્સ વર્ક હાથ ધરાયુ છે.
SBIનું કહેવું છે કે ગ્રાહકોને અવિરત બેંકિંગ સુવિધા પ્રદાન કરવા સેવાઓ વધુ સારી બનાવવા માટે મેન્ટેનન્સ કાર્ય કરવામાં આવી રહ્યું છે. બેંક કેટલાક ફેરફાર અને અપગ્રેડેશન કરી રહી હોવાની માહિતી મળી રહી છે. સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની પ્રક્રિયાના કારણે ત્રણ દિવસ સુધી વિક્ષેપિત રહેશે.

જાણો ક્યારે સર્વિસ બંધ રહેશે
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ટ્વીટ કરીને માહિતી આપી છે કે બેંક 21 મે , 22 મે અને 23 મે 2021 ના રોજ કેટલાક સમય માટે મેન્ટેનન્સનું કામ કરશે. બેંકે જણાવ્યું છે કે એસબીઆઈના ગ્રાહકો આ સમય દરમિયાન INB/YONO/YONO Lite/UPI સેવાઓનો ઉપયોગ કરી શકશે નહિ .

UPI પેમેન્ટ થઈ શકશે નહિ
એસબીઆઇ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર સુવિધા વધારવા માટે બેંક તેનું UPI પ્લેટફોર્મ અપગ્રેડ કરશે. આ સમય દરમિયાન યુપીઆઈ વ્યવહારો ગ્રાહકો માટે બંધ રહેશે. બેન્કના કસ્ટમર્સએ આ બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે. પેમેન્ટ ન થવાથી તેમના જરૂરી કામ અટકી શકે છે

Next Article