SBIએ 44 કરોડ ગ્રાહકોને કર્યા એલર્ટ ! મોબાઇલ પર મળે આ SMS તો તરત આ પગલું ભરો, નહીં તો મોટું નુકસાન થશે

|

Feb 27, 2021 | 7:50 AM

દેશની સૌથી મોટી સરકારી બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ (State Bank of India) UPIના 44 કરોડથી વધુ ગ્રાહકો જોગ ચેતવણી જારી કરી છે. SBIએ તેના Twitter હેન્ડલ પર ગ્રાહકોને ચેતવણી આપી છે.

SBIએ 44 કરોડ ગ્રાહકોને કર્યા એલર્ટ ! મોબાઇલ પર મળે આ SMS તો તરત આ પગલું ભરો, નહીં તો મોટું નુકસાન થશે
SBI PO Recruitment 2021

Follow us on

દેશની સૌથી મોટી સરકારી બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ(State Bank of India) UPIના 44 કરોડથી વધુ ગ્રાહકો જોગ ચેતવણી જારી કરી છે. SBIએ તેના Twitter હેન્ડલ પર ગ્રાહકોને ચેતવણી આપી છે. બેંકે કહ્યું છે કે જો તમને UPI દ્વારા એકાઉન્ટમાંથી પૈસા ડેબિટ કરવાનું એસએમએસ એલર્ટ મળે છે અને ટ્રાન્ઝેક્શન તમારા દ્વારા કરવામાં આવ્યું નથી, તો એલર્ટ થઈ જાવ. એસબીઆઈએ મામલે કહ્યું છે કે, આ સૂચનોને અનુસરો અને સાવધ રહો.

એસબીઆઈએ ટ્વીટ કરીને પોતાના લાખો ગ્રાહકોને સતર્ક કર્યા છે. બેંકે કહ્યું કે, જો યુપીઆઈ ટ્રાન્ઝેક્શન તમારા દ્વારા કરવામાં આવ્યું નથી અને તમને પૈસાના ડેબિટિંગ માટે એસએમએસ મળે છે તો પહેલા યુપીઆઈ સેવા ડિસેબલ કરો. યુપીઆઈ સેવા બંધ કરવા અંગે બેંકે માહિતી આપી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

UPI ફ્રોડ સામે ચેતવણી
એસબીઆઇ ગ્રાહકો દ્વારા સમય-સમય પર ઓનલાઇન ફ્રોડના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને ચેતવણી આપવામાં આવે છે. અગાઉ, બેંકે ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશન તરફ ગ્રાહકોને ચેતવણી આપી હતી. કોઈપણ કાગળની કાર્યવાહી કર્યા વિના માત્ર બે મિનિટમાં તમને લોન આપવાનો દાવો કરતી કોઈપણ ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશનને ટાળવા જણાવાયું હતું. ઘણીવાર લોકો આ રીતે લોન લે છે પરંતુ તે પછી તેમને મોટો વ્યાજ દર ચૂકવવો પડે છે.

UPI સેવાને કેવી રીતે ડિસેબલ કરવી
બેંકે યુપીઆઈ સેવા બંધ કરવા ટીપ્સ આપી છે. ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 1800111109 પર ફોન કરીને ગ્રાહકો યુપીઆઈ સેવા બંધ કરી શકે છે. અથવા તમે આઈવીઆર નંબર 1800-425-3800 / 1800-11-2211 પર પણ કોલ કરી શકો છો.

અન્ય એક વિકલ્પ તરીકે https://cms.onlinesbi.sbi.com/cms/ પર તમારી ફરિયાદ નોંધાવી શકો છો. 9223008333 નંબર પર એસએમએસ મોકલી શકાય છે.

Next Article