સાઉદી અરેબિયાએ કરી જાહેરાત, ભારતને થશે મોટો ફાયદો!

|

Jan 18, 2023 | 7:01 PM

દાવોસમાં ચાલી રહેલા વર્લ્ડ ઈકોનોમિક ફોરમ 2023 દરમિયાન એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી મોહમ્મદ અલ-જદાને ટ્રેડ ડીલ અંગે મોટી વાત કહી છે. ભારતના વેપારમંત્રી પીયૂષ ગોયલ પહેલાથી જ વેપાર દ્વારા સંબંધોમાં વિવિધતા લાવવાની વાત કહી ચૂક્યા છે.

સાઉદી અરેબિયાએ કરી જાહેરાત, ભારતને થશે મોટો ફાયદો!
Image Credit source: File Photo

Follow us on

ભારતના મહત્વપૂર્ણ આર્થિક ભાગીદાર સાઉદી અરેબિયાએ વેપાર સોદાને લઈને મોટો નિર્ણય લીધો છે. સાઉદી અરેબિયાના નાણાપ્રધાન મોહમ્મદ અલ-જાદાને કહ્યું છે કે સાઉદી અરેબિયા યુએસ ડોલર સિવાય અન્ય કરન્સીમાં વેપાર કરવા અંગે વાટાઘાટો કરવા તૈયાર છે.

સાઉદીના વિદેશ મંત્રીનું આ નિવેદન ભારત માટે એટલે પણ મહત્વનું છે કારણ કે બંને દેશોએ હાલમાં જ આર્થિક સંબંધોને પ્રોત્સાહન આપવા માટે રૂપિયા-રિયાલમાં વેપાર શરૂ કરવાની સંભાવના પર ચર્ચા કરી હતી. આ સિવાય ભારતે દ્વિપક્ષીય વેપાર અને આર્થિક સંબંધોને પ્રોત્સાહન આપવા માટે ફેબ્રુઆરી 2022માં અન્ય ગલ્ફ દેશ UAE સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર હસ્તાક્ષર કર્યા હતા.

સાઉદી અરેબિયાના નાણામંત્રી મોહમ્મદ અલ-જદાને મંગળવારે બ્લૂમબર્ગ ટીવીને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે અમે અમારો બિઝનેસ કઈ મુદ્રામાં કરવા માંગીએ છીએ, તે મુદ્દા પર વાટાઘાટો કરવામાં અમને કોઈ સમસ્યા નથી. તે યુએસ ડૉલર, યુરો અથવા સાઉદી રિયાલ્સમાં હોય.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

તેમણે કહ્યું કે મને નથી લાગતું કે અમે વિશ્વભરમાં વેપારને સુધારવામાં મદદ કરે તેવા કોઈપણ મુદ્દા પર ચર્ચાને દૂર કરી રહ્યા છીએ અથવા કાઢી નાખીએ છીએ. સાઉદીના નાણા મંત્રીએ દાવોસમાં ચાલી રહેલા વર્લ્ડ ઈકોનોમિક ફોરમ 2023 દરમિયાન આ વાત કહી.

ભારતને શું ફાયદો થશે

ભારત એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. વૈશ્વિક વેપારને પ્રોત્સાહન આપવા અને વ્યાપારી હેતુ માટે ભારતે આંતરરાષ્ટ્રીય વેપાર વ્યવહારોમાં રૂપિયાના ચલણની વ્યવસ્થા સ્થાપિત કરી છે. ભારતના વેપાર મંત્રી પીયૂષ ગોયલે અગાઉ પણ વેપારથી સંબંધોમાં વિવિધતા લાવવાની વાત કરી છે. તેમણે વેપાર દ્વારા UAE સાથેના સંબંધોમાં વિવિધતા લાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.

ગયા વર્ષે સાઉદી અરેબિયાના વેપારમંત્રી માજિદ બિન અબ્દુલ્લા અલ કસબી સાથેની મુલાકાતમાં તેમણે એમ પણ કહ્યું હતું કે ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે આર્થિક સંબંધોને વેગ આપવા માટે વધુ રોકાણ આકર્ષિત કરવાની અને દ્વિપક્ષીય વેપારમાં વિવિધતા લાવવાની જરૂર છે. સાઉદી અરેબિયા ભારતનો મુખ્ય તેલ સપ્લાયર દેશ છે અને વેપાર સાઉદી અરેબિયાની તરફેણમાં વધુ છે.

સપ્ટેમ્બરમાં ભારત સાથે ચર્ચા થઈ હતી

સપ્ટેમ્બર 2022માં ભારત અને સાઉદી અરેબિયાએ બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધોને વેગ આપવાના પ્રયાસોના ભાગરૂપે રૂપિયા-રિયાલ ચલણમાં વેપાર શરૂ કરવાની સંભાવના પર ચર્ચા કરી હતી. ભારત સરકારે જાહેર કરેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને દેશોએ વેસ્ટ કોસ્ટ રિફાઈનરી, લિક્વિફાઈડ નેચરલ ગેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ અને ભારતમાં વ્યૂહાત્મક અનામતના વિકાસ સહિતના સંયુક્ત સાહસોમાં સહયોગ ચાલુ રાખવા સંમત થયા છે.

ભારત માટે શા માટે મહત્વપૂર્ણ

સાઉદી અરેબિયામાં ભારતીય દૂતાવાસની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર સાઉદી અરેબિયા, અમેરિકા, ચીન અને UAE પછી ભારતનો ચોથો સૌથી મોટો વેપાર ભાગીદાર દેશ છે. ભારત સાઉદી અરેબિયા પાસેથી કુલ આયાત કરાયેલા ક્રૂડ ઓઈલમાંથી લગભગ 18 ટકા ખરીદે છે. નાણાકીય વર્ષ 2021-22માં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર લગભગ 42.8 બિલિયન યુએસ ડોલર હતો.

આ સમયગાળા દરમિયાન ભારતે સાઉદી અરેબિયામાંથી 34.01 બિલિયન અમેરિકી ડોલરની આયાત કરી હતી. જ્યારે સાઉદી અરેબિયાને લગભગ 9 બિલિયન યુએસ ડોલર વેચવામાં આવ્યા હતા. ભારતે પાછલા નાણાકીય વર્ષ કરતાં લગભગ 50 ટકા વધુ નિકાસ કરી છે. નાણાકીય વર્ષ 2021-22માં સાઉદી અરેબિયા સાથેનો કુલ વેપાર ભારતના કુલ વેપારના 4.14% હતો.

ભારત સરકારે ડિસેમ્બર 2022માં ગૃહને જણાવ્યું હતું કે ભારત અને ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર આ વર્ષે એપ્રિલથી ઓક્ટોબર વચ્ચે લગભગ 40 ટકા વધીને 111.71 બિલિયન ડોલર થઈ ગયો છે. જ્યારે ગત વર્ષના સમાન સમયગાળામાં આ વેપાર માત્ર 79.49 બિલિયન ડોલરનો હતો. ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલના છ દેશો સાઉદી અરેબિયા, યુએઈ, કતાર, કુવૈત, ઓમાન અને બહેરીન છે. પરંતુ વેપારની દૃષ્ટિએ સાઉદી અરેબિયા અને UAE મહત્ત્વના દેશો છે.

Next Article