સતત બીજા દિવસે શેરબજારમાં નરમાશ, સેન્સેક્સ ૩૦૦ અને નિફટી ૯૬ અંક ગગડ્યો

|

Sep 22, 2020 | 6:36 PM

સપ્તાહના સતત બીજા દિવસે શેર બજાર ઘટાડા સાથે બંધ થયું હતું આજના કારોબારી સત્રના અંતમાં નિફ્ટી 11200 ની નીચે અને સેન્સેક્સ 37734.08 પર બંધ થયુ છે. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 300 અંક ગુમાવ્યા જ્યારે નિફ્ટીમાં 96 અંકો ગગડ્યો છે. સેન્સેક્સમાં ૦.૭૯ ટકા જયારે નિફટી ૦.૮૬ ટકા નીચું રહ્યું હતું.શુક્રવારથી સતત બજારમાં નરમાશનો દોર યથાવત રહ્યો […]

સતત બીજા દિવસે શેરબજારમાં નરમાશ, સેન્સેક્સ ૩૦૦ અને નિફટી ૯૬ અંક ગગડ્યો

Follow us on

સપ્તાહના સતત બીજા દિવસે શેર બજાર ઘટાડા સાથે બંધ થયું હતું આજના કારોબારી સત્રના અંતમાં નિફ્ટી 11200 ની નીચે અને સેન્સેક્સ 37734.08 પર બંધ થયુ છે. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 300 અંક ગુમાવ્યા જ્યારે નિફ્ટીમાં 96 અંકો ગગડ્યો છે. સેન્સેક્સમાં ૦.૭૯ ટકા જયારે નિફટી ૦.૮૬ ટકા નીચું રહ્યું હતું.શુક્રવારથી સતત બજારમાં નરમાશનો દોર યથાવત રહ્યો છે. ગઈકાલના કડાકા બાદ આજે સવારથી જ બજારની દિશા નકારાત્મક નજરે પડતી હતી. આજનો કારોબાર ગઈકાલ જેટલો નીચો ન રહ્યો પણ બંને બજારો ઘટાડા સાથે બંધ થયા હતા. આજે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં નબળાઈ જોવાને મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.70 જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 1.54 ટકાનો ઘટાડો નોંધાયો છે.

દિગ્ગજ શેરોમાં ઝિ એન્ટરટેનમેન્ટ, અદાણી પોર્ટ્સ, ભારતી ઈન્ફ્રાટેલ, ગેલ, મારૂતિ સુઝુકી અને ઈન્ડસઈન્ડ બેન્ક તૂટયા જ્યારે એચસીએલ ટેક, ટીસીએસ, સન ફાર્મા, ટેક મહિન્દ્રા, ગ્રાસિમ અને અલ્ટ્રાટેક સિમેન્ટ તેજીમાં રહ્યા હતા. મિડકેપ શેરોમાં ઝિ એન્ટરટેનમેન્ટ, કેનરા બેન્ક, જીએમઆર ઈન્ફ્રા, ગ્લેક્સોસ્મિથ અને એમએન્ડએમ ફાઈનાન્શિયલ નીચા ઉતાર્યા તો હનીવેલ ઓટો, આદિત્ય બિરલા ફેશન, વ્હર્લપૂલ, ક્રિસિલ અને એન્ડયોરન્સ ટેક્નોલોજીમાં ઉછળો આવ્યોછે. સ્મૉલોકપ શેરોમાં જીએમએમ પફુડલર, ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટ, વંડરેલા અને જિંદાલ (હિસર) નુકશાનમાં રહ્યા સામે મહિન્દ્રા સીઆઈઈ, એચએસઆઈએલ, સાસ્કેન ટેક, મેક્સ વેન્ચર્સ અને હિકાલએ લાભ કરાવ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article