પ્રાઈવેટ નોકરીયાતો માટે ખુશખબર, આગામી વર્ષે થશે આટલો પગાર વધારો

|

Sep 20, 2021 | 8:54 PM

Salary Hike: ડેલોઈટમાં જણાવાયું હતું કે 2022માં સરેરાશ વેતન વૃદ્ધિ વધીને 8.6 ટકા થવાની ધારણા છે, જે 2019ના મહામારી પહેલાના સ્તર જેટલી હશે.

પ્રાઈવેટ નોકરીયાતો માટે ખુશખબર, આગામી વર્ષે થશે આટલો પગાર વધારો
ભારતીય ઉદ્યોગ 2022 માં સરેરાશ 8.6 ટકા પગાર વધારો આપે તેવી અપેક્ષા છે

Follow us on

કોર્પોરેટ ઈન્ડિયા (Corporate India)એ 2021માં તેના કર્મચારીઓને વેતનમાં સરેરાશ 8 ટકાનો વધારો કર્યો છે, અને પ્રારંભિક અંદાજ સૂચવે છે કે 2022 માટે સરેરાશ વેતન વધારો 8.6 ટકા સુધી જવાની ધારણા છે, જે સ્વસ્થ અર્થતંત્ર અને આત્મવિશ્વાસમાં સુધારાની નિશાની છે. સાથે ડેલોઈટ્સ વર્કફોર્સ એન્ડ વેજ ગ્રોથ ટ્રેન્ડ્સ સર્વે 2021ના ​​બીજા તબક્કા અનુસાર 92 ટકા કંપનીઓએ 2021માં સરેરાશ 8 ટકાનો વધારો જોયો છે, જે 2020માં માત્ર 4.4 ટકા હતો. 2020માં માત્ર 60 ટકા કંપનીઓએ તેમના કર્મચારીઓના પગારમાં વધારો કર્યો હતો.

 

સર્વેમાં કહેવામાં આવ્યું છે કે સરેરાશ વેતન વૃદ્ધિ 2022માં વધીને 8.6 ટકા થવાની ધારણા છે, જે 2019ના મહામારીના પહેલાના સ્તરની બરાબર હશે. સર્વે કરવામાં આવેલી લગભગ 25 ટકા કંપનીઓએ 2022 માટે બે આંકડામાં વેતન વૃદ્ધિનો અંદાજ મૂક્યો છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

સર્વેમાં 450થી વધારે કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો

2021 વર્કફોર્સ અને વેતન વૃદ્ધિ વલણોનો સર્વે જુલાઈ 2021માં શરૂ કરવામાં આવ્યો હતો. સર્વેમાં સૌપ્રથમ અનુભવી માનવ સંસાધન (HR) વ્યાવસાયિકોને તેમના વલણ વિશે પૂછવામાં આવ્યું. સર્વેમાં 450થી વધુ કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

 

સર્વે મુજબ કંપનીઓ કૌશલ્ય અને કામગીરીના આધારે પગાર વધારાને અલગ પાડવાનું ચાલુ રાખશે અને શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા કર્મચારીઓ સરેરાશ પ્રદર્શન કરનારાઓને આપવામાં આવનારા પગાર વધારાની આશરે 1.8 ગણી વૃદ્ધિની અપેક્ષા રાખી શકે છે.

 

COVID-19 સંબંધિત અનિશ્ચિતતા હજુ પણ યથાવત

ડેલોઈટ ટચ તોહમાત્સુ ઈન્ડિયા એલએલપીના પાર્ટનર આનંદરૂપ ઘોષે જણાવ્યું હતું કે “જ્યારે મોટાભાગની કંપનીઓ 2021ની સરખામણીમાં 2022માં વધુ સારી વેતન વૃદ્ધિની અપેક્ષા રાખી રહી છે, ત્યારે અમે એવા વાતાવરણમાં કામ કરી રહ્યા છીએ જ્યાં કોવિડ-19 (COVID-19)ની અસર સંબંધિત અનિશ્ચિતતા રહેલી છે. કંપનીઓ માટે આ અનુમાન લગાવવુ મુશ્કેલ છે. સર્વેના કેટલાક ઉત્તરદાતાઓએ તેમનું 2021ના પગાર વધારાનું ચક્ર બંધ કર્યું છે. તેથી, તેમના માટે 2022નો પગાર વધારો હજી ઘણો દૂર છે.

 

તેમણે કહ્યું કે આ ઉપરાંત નાણાકીય વર્ષ 2021-22 માટે જીડીપી પુર્વાનુમાનોમાં બીજી લહેર બાદ બદલાવ કરવામાં આવ્યો હતો અને અમે અપેક્ષા રાખીએ છીએ કે સંસ્થાઓ (કંપનીઓ) આગામી વર્ષે તેમના નિશ્ચિત ખર્ચમાં વધારો કરતી વખતે આ પ્રકારના ઘટનાક્રમો પર નજીકથી નજર રાખશે.

 

આ ક્ષેત્રમાં થશે સૌથી મોટો વધારો

સર્વે સૂચવે છે કે 2022માં ઈન્ફોર્મેશન ટેકનોલોજી (IT) ક્ષેત્ર સૌથી વધુ પગાર વૃદ્ધિ આપે તેવી શક્યતા છે, ત્યારબાદ જીવન વિજ્ઞાન ક્ષેત્ર (Life Sciences Department) આવે છે. આઈટી એકમાત્ર ક્ષેત્ર છે, જેમાં કેટલીક ડિજિટલ/ઈ-કોમર્સ કંપનીઓ સૌથી વધુ પગાર વધારો આપવાની યોજના સાથે બે આંકડામાં પગાર વધારાની અપેક્ષા રાખવામાં આવી છે.

આ ક્ષેત્રમાં થશે ઓછી વેતન વૃદ્ધિ

તેનાથી વિપરીત રિટેલ, હોસ્પિટાલિટી, રેસ્ટોરન્ટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ કંપનીઓ તેમના વ્યવસાયની ગતિશીલતાને અનુરૂપ સૌથી ઓછી વેતન વૃદ્ધિની ઓફર કરી શકે છે.

 

આ પણ વાંચો :  રેલવેએ યુવાનો માટે શરૂ કરી વિશેષ યોજના, 50 હજાર યુવાનોને નોકરી માટે તૈયાર કરશે

Next Article