
વિદેશમંત્રી એસ જયશંકરે અમેરિકામાં એક કાર્યક્રમ દરમિયાન વિશ્વ સામેના પડકારોનો ઉલ્લેખ કરતા ભારતના સંદર્ભમાં ખાદ્યાન્ન સંકટ અંગે વાત કરી. જેમા ઊર્જા અને ફર્ટિલાઈઝર્સ (ખાતરો) ની સાથે-સાથે અનાજના સંકટનો પણ ઉલ્લેખ કર્યો. જે બાદ દેશમાં અનેક આશંકાઓ વ્યક્ત કરાઈ રહી છે. એકતરફ કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ કહી ચુક્યા છે કે ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક દુષ્કાળને કારણે પહેલેથી જ પાક નુકસાનની સ્થિતિ બનેલી છે. વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યુ કે અમે સુપર અલ નિનોની ગતિવિધિ પર નજર રાખી રહ્યા છીએ. જેને જોતા ભારત પર સૌથી મોટુ ખાદ્યાન્ન સંકટ આવવાનું જોવાઈ રહ્યુ છે. સમગ્ર દુનિયા અત્યારે એક મોટા સંકટનો સામનો કરી રહ્યુ છે. પશ્ચિમ એશિયામાં તણાવને પગલે પહેલેથી જ વિશ્વમાં ઊર્જાનું સંકટ છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તેલની કિંમતોએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. રશિયા- યુક્રેન યુદ્ધને કારણે રાસાયણિક ખાતર સંકટ પણ ચાલી રહ્યુ છે. ભારતમાં વિષમ વાતાવરણને કારણે ક્યાંક અતિ ભારે વરસાદ તો ક્યાંક સાવ દુષ્કાળની સ્થિતિને કારણે પાક નાશ પામ્યો છે. ઉપરથી અલ નિનોની ચેતવણીએ ચિંતા...
Published On - 9:50 pm, Thu, 1 October 26