Russian Currency Fall: યુદ્ધના માઠાં પરિણામોમાંથી રશિયા પણ બાકાત નહીં, રૂબલ 30 ટકા ગગડ્યું

|

Mar 01, 2022 | 7:05 AM

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રવિવારે ચાલી રહેલી લડાઈ વચ્ચે પરમાણુ હથિયારોને હાઈ એલર્ટ પર મૂક્યા છે. આનાથી વૈશ્વિક બજારના રોકાણકારોમાં ગભરાટ ફેલાયો અને તેઓ સુરક્ષિત રોકાણ તરફ દોડવા લાગ્યા છે.

Russian Currency Fall: યુદ્ધના માઠાં પરિણામોમાંથી રશિયા પણ બાકાત નહીં, રૂબલ 30 ટકા ગગડ્યું
રશિયન ચલણ Ruble  ડોલર (USD) સામે લગભગ 30 ટકા ઘટીને નવા રેકોર્ડ લો લેવલે પહોંચ્યું

Follow us on

Russia-Ukraine War: યુક્રેન – રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને યુનાઇટેડ સ્ટેટ્સ અને અન્ય યુરોપિયન દેશો સાથેના તણાવ વચ્ચે રશિયાનું ચલણ રશિયન રૂબલ (Russian Currency Ruble ) ફરી એકવાર ગગડ્યું છે. સોમવારે રશિયન ચલણ Ruble  ડોલર (USD) સામે લગભગ 30 ટકા ઘટીને નવા રેકોર્ડ લો લેવલે પહોંચ્યું હતું. એવું માનવામાં આવે છે કે પશ્ચિમી દેશોના કડક પ્રતિબંધો (Sanctions On Russia)ની અસર હવે સ્પષ્ટ દેખાઈ રહી છે. આજના કારોબારમાં ડોલર સામે રુબેલ(dollar vs ruble) 69.4748 નીચલી જયારે 109.488 ની ઉપલી સપાટી સુધી ઉછળ્યો હતી. દિવસના અંતે તે 100.458 ના સ્તરે બંધ થયો હતો.

USD TO RUB

  • close: 100.458
  • low: 69.4748
  • high: 109.488

આ દેશોએ રશિયા પર કડક પ્રતિબંધો લગાવ્યા છે

યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા, યુનાઇટેડ કિંગડમ, જાપાન અને જર્મની જેવા દેશોએ અગાઉ રશિયા સામે હળવા પ્રતિબંધો લાદવાનું નક્કી કર્યું હતું. જોકે રશિયા આ પગલાથી પ્રભાવિત થયું ન હતું અને તેણે યુક્રેન પર હુમલો કર્યો. યુનાઇટેડ સ્ટેટ્સ અને તેના સાથીઓએ પછી પ્રતિબંધો કડક કર્યા હતા. હવે માત્ર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન જ પ્રતિબંધો હેઠળ આવ્યા નથી પરંતુ રશિયાની સેન્ટ્રલ બેંક પણ તેનો ભોગ બની છે. રશિયાને પણ આંતરરાષ્ટ્રીય પેમેન્ટ સિસ્ટમ SWIFTમાંથી બાકાત રાખવાની તૈયારી છે.

કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ

રશિયાના પરમાણુ હથિયારો હાઈ એલર્ટ પર છે

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રવિવારે ચાલી રહેલી લડાઈ વચ્ચે પરમાણુ હથિયારોને હાઈ એલર્ટ પર મૂક્યા છે. આનાથી વૈશ્વિક બજારના રોકાણકારોમાં ગભરાટ ફેલાયો અને તેઓ સુરક્ષિત રોકાણ તરફ દોડવા લાગ્યા છે. આ કારણે કરન્સી માર્કેટમાં ડોલર અને યેન જેવી સુરક્ષિત કરન્સીની માંગ વધી છે. આજના વેપારમાં ડૉલર સામે રૂબલ લગભગ 20 ટકા ઘટીને 119 થઈ ગયો હતો.

આ કરન્સીમાં પણ ઘટાડો

અન્ય કરન્સી પર નજર કરીએ તો સોમવારે યુરોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. તે ડોલર સામે 0.76 ટકા, જાપાની ચલણ યેન સામે 0.73 ટકા અને સ્વિસ ફ્રેંક સામે 0.60 ટકા ઘટ્યું હતું. ઉપરાંત ઓસ્ટ્રેલિયન ચલણ AUSD યુએસ ડોલર સામે 0.75 ટકા ઘટ્યું હતું. ન્યુઝીલેન્ડનું ચલણ 0.79 ટકા અને બ્રિટિશ સ્ટર્લિંગ 0.29 ટકા ઘટ્યું હતું.

રશિયામાં બેંકો અને ATM માં ભીડ

પશ્ચિમી પ્રતિબંધોની અસર હવે સ્પષ્ટ છે. જેના કારણે રશિયામાં લોકોમાં અરાજકતાનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે. એક મીડિયા રિપોર્ટ મુજબ રશિયામાં બેંકો અને એટીએમ સામે લોકોની લાંબી કતારો છે. રશિયામાં સામાન્ય લોકોને ચિંતા છે કે તેમના બેંક કાર્ડ પછીથી કામ કરવાનું બંધ કરી શકે છે અથવા ઉપાડ પર મર્યાદા હોઈ શકે છે. જેના કારણે લોકો વધુને વધુ રોકડ ઉપાડી રહ્યા છે. બીજી બાજુ ચલણના મૂલ્યમાં ઘટાડો રશિયામાં મોંઘવારી વધવાનો ભય ફેલાવી રહી છે.

આ પણ વાંચો : Bank Holidays in March : માર્ચ મહિનામાં 13 દિવસ બેંક બંધ રહેશે, યાદી તપાસી કામનું કરો પ્લાનિંગ

આ પણ વાંચો : MONEY9: નાણાની જરૂર પડે તો કઇ લોન લેવી સારી ? પર્સનલ લોન કે ગોલ્ડ લોન ? સમજો આ વીડિયોમાં

Next Article