Rupee Vs Dollar : ડોલર સામે રૂપિયો નબળો પડીને 76 રૂપિયા સુધી સરકી ગયો, મોંઘવારીની અસર અર્થતંત્ર ઉપર પડી રહી છે
મંગળવારના કારોબારમાં ડોલરના મુકાબલે રૂપિયો 76.05 ના સ્તર પર નબળાઈ સાથે ખુલ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન રૂપિયો ડોલર સામે એક દિવસની સૌથી ઊંચી 75.97 અને 76.17ની એક દિવસની નીચી સપાટી 75.91 નોંધાયો હતો.
છેલ્લાં સત્રમાં યુએસ ડૉલર (Rupee Vs Dollar) સામે રૂપિયામાં નબળાઈ જોવા મળી છે. વિદેશી બજારોમાં ડૉલરની મજબૂતી અને સ્થાનિક શેરબજાર(share market)માં ઘટાડાને કારણે સ્થાનિક ચલણમાં દબાણ જોવા મળ્યું છે. મંગળવારના કારોબારમાં રૂપિયો 24 પૈસા ઘટીને 76.15 ના સ્તર પર બંધ થયો છે. અત્યારે ડૉલર 2 વર્ષની ટોચની નજીક ટ્રેડ થઈ રહ્યો છે. ફેડરલ રિઝર્વ દ્વારા દરમાં વધારાના સંકેતોથી યુએસ કરન્સીને ફાયદો થઈ રહ્યો છે. આ સાથે જ ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 100 ડોલરની ઉપર રહેવાના કારણે રૂપિયો દબાણ હેઠળ છે.મંગળવારના કારોબારમાં ડોલરના મુકાબલે રૂપિયો 76.05 ના સ્તર પર નબળાઈ સાથે ખુલ્યો હતો.
75.91 સુધી નીચલા સ્તરે દેખાયો
ટ્રેડિંગ દરમિયાન રૂપિયો ડોલર સામે એક દિવસની સૌથી ઊંચી 75.97 અને 76.17ની એક દિવસની નીચી સપાટી 75.91 નોંધાયો હતો, જોકે આજે ફરી એકવાર રૂપિયો 76ના સ્તરથી નીચે આવ્યો હતો. ડૉલર ઇન્ડેક્સ 0.17 ટકા વધીને 100.10 પર ટ્રેડ કરી રહ્યો હતો. મોતીલાલ ઓસ્વાલના ફોરેન કરન્સી વિશ્લેષક ગૌરાંગ સોમૈયાના જણાવ્યા અનુસાર, ડોલર વધતા રૂપિયામાં દબાણ જોવા મળ્યું હતું. અત્યારે ડૉલર 2 વર્ષની ટોચની નજીક છે. ફેડરલ રિઝર્વ તરફથી મળેલા સંકેતોથી ડૉલરમાં વધારો થયો છે. વાસ્તવમાં ફેડના ઘણા અધિકારીઓનું માનવું છે કે મોંઘવારીમાં વધારાનો સામનો કરવા માટે દર વધારા અંગે કડક વલણ અપનાવવું પડશે. તેના કારણે ડોલરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે અને રૂપિયામાં દબાણ જોવા મળ્યું છે. બીજી તરફ HDFC સિક્યોરિટીઝના રિસર્ચ એનાલિસ્ટ દિલીપ પરમારે જણાવ્યું હતું કે “બોન્ડ યીલ્ડમાં વધારાને કારણે ભારતીય રૂપિયામાં ઘટાડો થયો છે. મોંઘવારીના ડેટા પહેલા ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો અને નબળા બજારના સેન્ટિમેન્ટની પણ રૂપિયા પર અસર પડી હતી.
રૂપિયો ક્યાં સુધી પહોંચી શકે છે
સોમૈયાએ અંદાજ આપ્યો છે કે ડોલર અને રૂપિયાના ભાવ 75.80 થી 76.50ની રેન્જમાં રહી શકે છે. બીજી તરફ પરમારે જણાવ્યું હતું કે, ડોલર અને રૂપિયાના દર 76.30ની આસપાસ મજબૂત પ્રતિકાર મેળવી શકે છે, જ્યારે તેને 75.80 પર સપોર્ટ મળી રહ્યો છે. એટલે કે, દર આ શ્રેણીની વચ્ચે રહી શકે છે.