આ અઠવાડિયે રૂપિયો મજબૂત થયો પરંતુ વિદેશી મુદ્રા ભંડારમાં થયો ઘટાડો, જાણો રિઝર્વ બેંકની તિજોરીમાં કેટલો છે ભંડાર

|

Jul 30, 2022 | 12:24 PM

નવ મહિનામાં પ્રથમ વખત, શુક્રવારે ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં (foreign exchange market) રૂપિયો એક દિવસમાં 45 પૈસા ઉછળ્યો હતો અને ડોલર દીઠ 79.24ની ત્રણ સપ્તાહની ઊંચી સપાટીએ સ્થિર થયો હતો.

આ અઠવાડિયે રૂપિયો મજબૂત થયો પરંતુ વિદેશી મુદ્રા ભંડારમાં થયો ઘટાડો, જાણો રિઝર્વ બેંકની તિજોરીમાં કેટલો છે ભંડાર
Forex Reserve (Symbolic Image)

Follow us on

આ અઠવાડિયે ડોલર સામે રૂપિયા (Dollar vs Rupees) માં વધારો નોંધાયો છે. યુએસ ફેડરલ રિઝર્વે બજારને અનુરૂપ વ્યાજ દરમાં વધારો કર્યો, ત્યારબાદ ડોલર નબળો પડ્યો અને અન્ય કરન્સીમાં વધારો થયો. આ દરમિયાન, 22 જુલાઈના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી મુદ્રા ભંડાર 1.152 બિલિયન ડોલર ઘટીને 571.56 બિલિયન ડોલર થયું હતું. ડોલર સામે રૂપિયાના વિનિમય દરમાં સતત વધઘટ વચ્ચે વિદેશી મુદ્રા ભંડારમાં (foreign exchange reserves) ઘટાડો થયો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ડેટા અનુસાર, અગાઉ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન વિદેશી મુદ્રા ભંડાર 7.541 બિલિયન ડોલર ઘટીને 572.712 બિલિયન ડોલર થઈ ગયું છે. વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડાનું કારણ વિદેશી ચલણ અસ્કયામતોમાં ઘટાડો છે, જે કુલ અનામતનો નોંધપાત્ર ભાગ છે.

શુક્રવારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા ભારતના સાપ્તાહિક ડેટા અનુસાર, રિપોર્ટિંગ સપ્તાહમાં ફોરેન કરન્સી એસેટ્સ (FCA) 1.426 બિલિયન ડોલર ઘટીને 510.136 બિલિયન ડોલર થઈ છે. ડૉલરમાં વ્યક્ત કરાયેલ વિદેશી હૂંડિયામણ અનામતમાં રાખવામાં આવેલી વિદેશી ચલણ અસ્કયામતોમાં યુરો, પાઉન્ડ અને યેન જેવી બિન-યુએસ કરન્સીમાં તેજી અથવા અવમૂલ્યનની અસરોનો સમાવેશ થાય છે.

ગોલ્ડ રિઝર્વમાં 14.5 કરોડ ડોલરનો ઘટાડો થયો છે

ડેટા અનુસાર, સોનાના ભંડારનું મૂલ્ય પણ સમીક્ષા હેઠળના સપ્તાહમાં 14.5 કરોડ ડોલર વધીને 38.502 અબજ ડોલર થયું છે. સમીક્ષા હેઠળના સપ્તાહમાં, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) સાથેના સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ (SDRs) 10.6 કરોડ ડોલર વધીને 17963 બિલિયન ડોલર થયા છે. IMFમાં રાખવામાં આવેલ દેશનો મુદ્રા ભંડાર પણ 2.3 કરોડ ડોલર વધીને 4.96 બિલિયન ડોલર થયો છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

રૂપિયો ત્રણ સપ્તાહની ટોચે પહોંચ્યો છે

નવ મહિનામાં પ્રથમ વખત, શુક્રવારે ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં રૂપિયો એક દિવસમાં 45 પૈસા ઉછળ્યો હતો અને ડોલર દીઠ 79.24ની ત્રણ સપ્તાહની ઊંચી સપાટીએ સ્થિર થયો હતો. સ્થાનિક શેરબજારમાં જોરદાર ઉછાળો અને વૈશ્વિક બજારમાં ડોલરના નબળા પડવાથી રૂપિયો મજબૂત બન્યો છે. રૂપિયો 45 પૈસા વધ્યો છે, જે 20 ઓક્ટોબર, 2021 પછીનો સૌથી મોટો એક દિવસીય વધારો છે.

ક્રૂડ ઓઈલ 110 ડોલર પર બંધ થયું

વિશ્વની છ મુખ્ય કરન્સી સામે ડોલરની મજબૂતાઈને માપતો ડોલર ઈન્ડેક્સ 105.707 પર બંધ થયો હતો. આ ઇન્ડેક્સ સતત બીજા સપ્તાહે ઘટ્યો છે. આ અઠવાડિયે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત 110 ડોલર પ્રતિ બેરલના સ્તરે બંધ થઈ ગઈ છે. WTI ક્રૂડની કિંમત 98.62 ડોલરના સ્તર પર બંધ થઈ. શેરબજારના આંકડા મુજબ વિદેશી સંસ્થાકીય રોકાણકારો મૂડીબજારમાં ચોખ્ખા ખરીદદાર હતા. તેણે શુક્રવારે 1046 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા.

Next Article