RIL: મુકેશ અંબાણી અમેરિકી કંપનીમાં હિસ્સો ખરીદી સ્પોર્ટ્સ સેક્ટરમાં પકડ જમાવશે, જાણો શું છે ડીલ

|

Dec 26, 2020 | 3:24 PM

એશિયાના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી(Mukesh Ambani)ની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ(RIL) હવે IMG-RELIANCE જોઇન્ટ વેન્ચરમાં અમેરિકન કંપની IMG Worldwide LLC માં હિસ્સો ખરીદવા જઈ રહી છે. મુકેશ અંબાણી રમતગમતના વ્યવસાય પર ધ્યાન આપવા જઈ રહ્યા છે. આ સોદો લગભગ 52 કરોડ રૂપિયામાં થઈ રહ્યો છે. IMG Worldwideની IMG-RELIANCE Ltd. (IMG-R) માં 50 ટકા હિસ્સો છે. રિલાયન્સ […]

RIL: મુકેશ અંબાણી અમેરિકી કંપનીમાં હિસ્સો ખરીદી સ્પોર્ટ્સ સેક્ટરમાં પકડ જમાવશે, જાણો શું છે ડીલ

Follow us on

એશિયાના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી(Mukesh Ambani)ની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ(RIL) હવે IMG-RELIANCE જોઇન્ટ વેન્ચરમાં અમેરિકન કંપની IMG Worldwide LLC માં હિસ્સો ખરીદવા જઈ રહી છે. મુકેશ અંબાણી રમતગમતના વ્યવસાય પર ધ્યાન આપવા જઈ રહ્યા છે. આ સોદો લગભગ 52 કરોડ રૂપિયામાં થઈ રહ્યો છે. IMG Worldwideની IMG-RELIANCE Ltd. (IMG-R) માં 50 ટકા હિસ્સો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ IMG Worldwide LLCના સહયોગથી સ્પોર્ટ્સ મેનેજમેન્ટ બિઝનેસમાં છે.

શેરબજારને અપાયેલી માહિતીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે જણાવ્યું હતું કે આ ડીલ પુરી થયા પછી IMG-RELIANCE સંપૂર્ણ રીતે રિલાયન્સની પેટાકંપની બની જશે. આ સોદો પૂર્ણ થયા પછી આ સંયુક્ત સાહસ બ્રાન્ડનું નામ બદલવામાં આવશે. આ બાબતનો ખુલાસો કરાયો છે કે આ સંયુક્ત સાહસમાં આઇએમજી સિંગાપોર પ્રાઈવેટ લિમિટેડ ( IMG Singapore Pte Ltd )આંતરરાષ્ટ્રીય મેનેજમેન્ટ ગ્રુપની પેટાકંપની છે.

ડીલ વર્ષ 2010 માં થઈ હતી
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે વર્ષ 2010 માં IMG Worldwide સાથે સંયુક્ત સાહસની રચના કરી હતી. આ સાહસનો ઉદ્દેશ ભારતમાં રમતગમત અને મનોરંજનના વ્યવસાયને વિકસાવવા, તેનું માર્કેટિંગ અને સંચાલન કરવાનો હતો. IMG જૂથ 30 થી વધુ દેશોમાં રમતગમત, ઇવેન્ટ્સ, મીડિયા અને ફેશનના વ્યવસાયમાં છે. તે એન્ડેવર નેટવર્કનો એક ભાગ છે. માહિતીમાં કહેવામાં આવ્યું છે કે કંપનીએ IMG-Rમાં આઇએમજી સિંગાપોર પ્રાઈવેટ લિમિટેડના શેર ખરીદવા માટે કરાર કર્યો છે. આ સોદો મહત્તમ 52.08 કરોડ રૂપિયામાં થશે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

ભારતમાં અનેક સફળ ઇવેન્ટ યોજી
આઈએમજીઆરએ ભારતમાં સ્પોર્ટ્સ અને એન્ટરટેઇનમેન્ટ સેગમેન્ટમાં અનેક કાર્યક્રમોનું આયોજન કર્યું છે. ભારતમાં લેક્મે ફેશન વીકનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, ઇવેન્ટમાં બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા, ઓલ ઇન્ડિયા ફૂટબોલ પ્રેઝન્ટેશન, હિરો ઈન્ડિયા સુપર લીગ અને મહારાષ્ટ્ર ઓપન ઇન્વેન્ટમા જોડાયા હતા.

સંયુક્ત સાહસે સારો નફો કર્યો
ભારતમાં આ સંયુક્ત સાહસનો વ્યવસાય ઝડપથી ફેલાયો હતો. નાણાકીય વર્ષ 2019-20માં તેનો કુલ ટર્નઓવર 181.70 કરોડ અને ચોખ્ખો નફો 16.35 કરોડ હતો. નાણાકીય વર્ષ 2018-19માં તેનો ચોખ્ખો નફો 19.25 કરોડ હતો.

Next Article