AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RIL-Jio Financial Demerger: શા માટે રિલાયન્સ Jioથી અલગ થઈ રહી છે? 20 જુલાઈએ ડિમર્જરની છેલ્લી તારીખ

Reliance Industries હવે તેની સહયોગી કંપની રિલાયન્સ સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ્સને અલગ કરીને, તે તેને Jio ફાઇનાન્સિયલ સર્વિસિસ સાથે ડીમર્જ કરી રહી છે.

RIL-Jio Financial Demerger: શા માટે રિલાયન્સ Jioથી અલગ થઈ રહી છે? 20 જુલાઈએ ડિમર્જરની છેલ્લી તારીખ
RIL-Jio Financial Demerger
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2023 | 5:40 PM
Share

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ(Reliance Industries) તેની પેટાકંપની રિલાયન્સ સ્ટ્રેટેજિક ઈન્વેસ્ટમેન્ટ્સને અલગ કરીને નવી કંપની બનાવી રહી છે. નવી કંપનીના શેર ફાળવવાની રેકોર્ડ તારીખ 20 જુલાઈ નક્કી કરવામાં આવી છે. ડિમર્જર પછી, આ કંપનીનું નવું નામ Jio Financial Services (JFSL) હશે. આ ડિમર્જરની મંજૂરી ગયા મહિને એટલે કે જૂનમાં આપવામાં આવી હતી. કંપનીના જણાવ્યા અનુસાર ડિમર્જર દ્વારા તમામ શેરધારકોને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના 1 શેરના બદલે રિલાયન્સ સ્ટ્રેટેજિક ઈન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડનો 1 શેર આપવામાં આવશે. શુક્રવારે 14 જુલાઈના રોજ કંપનીની બોર્ડ મીટિંગમાં રેકોર્ડ ડેટ નક્કી કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Mukesh Ambani ની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરધારકો માટે ખુશખબર, ચાલુ નાણાકીય વર્ષમાં કંપનીએ 1.50 લાખ કરોડનો ફાયદો નોંધાવ્યો

કંપનીનું ડિમર્જર ફાયદાકારક રહેશે કારણ કે કંપની નાણાકીય સેવાઓના વ્યવસાયની નાણાકીય સેવાઓ પર વધુ સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. આ પછી, JFSL કંપની ગ્રાહકો, ઉદ્યોગપતિઓ વગેરેને મદદ કરવા અથવા લોનની સુવિધા પૂરી પાડવા માટે નિયમનકારી મૂડી સાથે લિક્વિડ એસેટનો સમાવેશ કરી શકે છે. આ ઉપરાંત, ઓછામાં ઓછા 3 વર્ષની અંદર, તે વીમા, ચુકવણી, ડિજિટલ બ્રોકિંગ અને એસેટ મેનેજમેન્ટ જેવી નાણાકીય સુવિધાઓ વિકસાવી શકે છે.

ક્યારે દેખાશે એકાઉન્ટમાં શેર

CDSL OR NSDL બે એકાઉન્ટમાં જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી નહીં દેખાય.શેર એકાઉન્ટમાં આવતા 40 થી 45 દિવસનો સમય લાગી શકે છે. Jio Financialને બિઝનેસ કરવા માટે માર્કેટ પહેલેથી જ અસ્તિત્વમાં છે. આ ઉપરાંત, તે રિલાયન્સ ગ્રૂપના શેરધારકો માટે એક સારું મૂલ્યવૃદ્ધિ સાબિત થઈ શકે છે કારણ કે હાલમાં જિયો ફાયનાન્સિયલની સેવા રેકોર્ડ તારીખ પહેલાં શેરધારકોને ફ્રીમાં આપવામાં આવશે.

RIL ડિવિડન્ડ આપશે?

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL) 21 જુલાઈએ તેના ત્રિમાસિક પરિણામો જાહેર કરવાની છે. કંપનીનું બોર્ડ તેના રોકાણકારોને ડિવિડન્ડ ચૂકવવાની વિચારણા કરે તેવી શક્યતા છે. રિલાયન્સે શેરબજારોને પાઠવેલા નિવેદનમાં જણાવ્યું છે કે “બોર્ડ માર્ચ 2023માં પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે ડિવિડન્ડ આપવાની ભલામણ કરશે.”નાણાકીય વર્ષ 2022-23 માટે ડિવિડન્ડ ચૂકવવામાં આવશે અને છેલ્લાં લગભગ એક વર્ષમાં તે પ્રથમ ડિવિડન્ડ હશે. છેલ્લે મે-2022માં રિલાયન્સે શેર દીઠ રૂ.8નું ડિવિડન્ડ આપ્યું હતું.

ઈશા અંબાણી અને ભૂતપૂર્વ CAG રાજીવ મેહર્ષિને નવી ફાઈનાન્સ કંપનીના બોર્ડમાં ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે. માહિતી અનુસાર, ગૃહ સચિવ અને ભૂતપૂર્વ CAG રાજીવ મેહર્ષિને 5 વર્ષ માટે RSILમાં સ્વતંત્ર ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઈન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA)ના ચીફ એક્ઝિક્યુટિવ સુનિલ મહેતા અને PwC CA બિમલ મનુ તન્નાને પણ સ્વતંત્ર ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સાથે બેંકર હિતેશ કુમાર સેઠિયાને 3 વર્ષ માટે RSILના MD અને CEO બનાવવામાં આવ્યા છે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંજલિ રૂપાણીને ભાજપના સંગઠનમાં રાજકોટ કારોબારીમાં અપાયું સ્થાન
અંજલિ રૂપાણીને ભાજપના સંગઠનમાં રાજકોટ કારોબારીમાં અપાયું સ્થાન
ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત! અનેક શહેરોમાં હીટવેવને પગલે યલો એલર્ટ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત! અનેક શહેરોમાં હીટવેવને પગલે યલો એલર્ટ
ગૌમાતાના નામે 'મહા-લૂંટ'! ભાજપના નેતાનો પાપનો ઘડો ફૂટ્યો
ગૌમાતાના નામે 'મહા-લૂંટ'! ભાજપના નેતાનો પાપનો ઘડો ફૂટ્યો
ગુજરાતમાં આગામી 4 દિવસ સુધી રહેશે ગરમીનું મોજૂ, હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં આગામી 4 દિવસ સુધી રહેશે ગરમીનું મોજૂ, હવામાન વિભાગની આગાહી
ધનસુરા-અમદાવાદ હાઇવે પર ભડકે બળી કાર, જુઓ Video
ધનસુરા-અમદાવાદ હાઇવે પર ભડકે બળી કાર, જુઓ Video
અમરેલીમાં ભાજપ નેતા પર હુમલો, પોલીસ તપાસ તેજ
અમરેલીમાં ભાજપ નેતા પર હુમલો, પોલીસ તપાસ તેજ
છોટા ઉદેપુરના ચિસડીયામાં યોજાતા બળવાના મેળાની જાણો પરંપરા, જુઓ વીડિયો
છોટા ઉદેપુરના ચિસડીયામાં યોજાતા બળવાના મેળાની જાણો પરંપરા, જુઓ વીડિયો
T20 વર્લ્ડ કપની ફાઈનલ નિહાળવા દ્વારકાથી આવ્યા દ્વારકાધિશ- જુઓ Video
T20 વર્લ્ડ કપની ફાઈનલ નિહાળવા દ્વારકાથી આવ્યા દ્વારકાધિશ- જુઓ Video
ખેડૂત પરિવારની દીકરીએ રચ્યો ઈતિહાસ
ખેડૂત પરિવારની દીકરીએ રચ્યો ઈતિહાસ
હાઈ વૉલ્ટેજ મેચમાં 27 પીઆઈ, 91 પીએસઆઈ, 3 હજાર પોલીસકર્મી હાજર રહેશે
હાઈ વૉલ્ટેજ મેચમાં 27 પીઆઈ, 91 પીએસઆઈ, 3 હજાર પોલીસકર્મી હાજર રહેશે
g clip-path="url(#clip0_868_265)">