RIL AGM 2021: હજારો પ્રશ્નોના જવાબ સાથે તૈયાર રહેશે રિલાયન્સ ચેટબોટ, જાણો શું છે ચેટબોટ અને કેવી રીતે કરશો તેનો ઉપયોગ

|

Jun 24, 2021 | 12:33 PM

Reliance Industries (RIL) ની 44 મી વાર્ષિક સામાન્ય સભા (Annual Genral Meeting )આજે બપોરે ૨ વાગે મળનાર છે.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે વાર્ષિક સામાન્ય સભા (RIL AGM 2021) ની સંપૂર્ણ વિગતો સાથે WhatsApp Chatbot Assistant પરત લાવી છે.

RIL AGM 2021: હજારો પ્રશ્નોના જવાબ સાથે તૈયાર રહેશે રિલાયન્સ ચેટબોટ, જાણો શું છે ચેટબોટ અને કેવી રીતે કરશો તેનો ઉપયોગ
મુકેશ અંબાણી - ચેરમેન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ

Follow us on

Reliance Industries (RIL) ની 44 મી વાર્ષિક સામાન્ય સભા (Annual Genral Meeting )આજે બપોરે ૨ વાગે મળનાર છે.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે વાર્ષિક સામાન્ય સભા (RIL AGM 2021) ની સંપૂર્ણ વિગતો સાથે WhatsApp Chatbot Assistant પરત લાવી છે. આ વર્ષે આ કંપનીની સતત બીજી Virtual AGM હશે. અપેક્ષા રાખવામાં આવે છે કે કંપની આ માધ્યમથી ઘણી મહત્વપૂર્ણ ઘોષણા કરશે. ચેટબોટ સહાયક 3 કરોડથી વધુ RIL Shareholders અને સામાન્ય પ્રેક્ષકોના પ્રશ્નોના જવાબો આપવા તૈયાર છે. ચેટબોટ ફક્ત લોકોના પ્રશ્નોના જવાબો જ આપશે નહીં પરંતુ વિડિઓ એક્સ્પ્લેનર્સ અને ડોક્યુમેન્ટ્સ સાથે પણ તૈયાર રહેશે. ચેટબોટ તેમની લિંક અને કોપી ચેટબોટ ઉપલબ્ધ કરાવશે.

રિલાયન્સે આ અગાઉ ગયા વર્ષે રાઇટ્સ ઇશ્યૂ દરમિયાન પહેલીવાર ચેટબોટનો ઉપયોગ કર્યો હતો. ચેટબોટ Jio Haptik દ્વારા બનાવવામાં આવ્યું છે જેણે કોરોના સામે ભારત સરકારને ચેટબોટની તકનીકી સહાય પૂરી પાડી હતી.

Jio Haptik એ ચેટબોટ તૈયાર કર્યું છે
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) એ વર્ષ 2020 માં રાઇટ્સ ઇશ્યૂ દરમિયાન ચેટબોટનો પહેલી વાર ઉપયોગ કર્યો હતો. ચેટબોટ જિઓ હેપ્ટીક દ્વારા બનાવવામાં આવ્યું છે જેણે કોરોના મહામારી સામે ભારત સરકારના ચેટબોટને તકનીકી સહાય પૂરી પાડી હતી. રિલાયન્સનો આ ચેટબોટ નિઃશુલ્ક અને ઉપયોગ માટે ખૂબ જ સરળ છે. એન્ડ્રોઇડ, આઇઓએસ અથવા ડેસ્કટોપ પ્લેટફોર્મ પર વોટ્સએપનો ઉપયોગ કરનાર કોઈપણ યુઝર ચેટબોટને ઓપરેટ કરી શકે છે. આ ચેટબોટ શેરહોલ્ડરો દ્વારા પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપશે. તે એજીએમ માટે શું કરવું અને શું ન કરવું તે વિશે પણ માહિતી પ્રદાન કરશે. એજીએમમાં ​​મતદાન કરવા ઉપરાંત ચેટબોટ ડિવિડન્ડ અને ટેક્સ જેવા મુખ્ય મુદ્દાઓ પર શેરહોલ્ડરોની પ્રશ્નોના જવાબો આપવા પણ તૈયાર છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

કેવી રીતે કરશો ચેટબોટનો ઉપયોગ?
શેરહોલ્ડરો અથવા કોઈપણ સામાન્ય પ્રેક્ષકો રિલાયન્સ એજીએમમાં ભાગ લેવાની કંપનીની યોજનાઓને સમજવા માટે લાઇવમાં લોગીન કરી શકે છે. દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જિઓ ખૂબ જ જલ્દી ગ્રાહકોને 5G સેવાઓ પૂરી પાડવાની તૈયારી કરી રહી છે. આવી સ્થિતિમાં રિલાયન્સના 44 મા એજીએમ પર કરવામાં આવનારી ઘોષણાઓ પર આખા દેશની નજર છે. જાણો રિલાયન્સના એજીએમ વોટ્સએપ ચેટબોટ આસિસ્ટન્સનો ઉપયોગ કેવી રીતે થઈ કરવો

>> સૌ પ્રથમ મોબાઇલમાં +917977111111 સેવ કરો
>> મેસેજ બોક્સમાં ‘Hi’ લખીને આ નંબર મોકલો. પછી ચેટબોટ સહાયકને પ્રશ્ન મોકલો.
>> જ્યારે તમે તેને પ્રશ્ન મોકલો છો ત્યારે મેસેજ તમને વિકલ્પોનું મેનૂ આપશે.
>> આગળ વધવા માટે સંબંધિત વિકલ્પ પસંદ કરો જે બાદ આગળની કાર્યવાહી થશે.

Published On - 7:54 am, Thu, 24 June 21

Next Article