ટામેટાના ભાવમાં નોંધાયો ઘટાડો, પુરવઠામાં વધારો થવાથી ભાવમાં વધુ નરમી સંભવ
કમોસમી વરસાદ અને પુરવઠામાં વિક્ષેપને કારણે ટામેટાના ભાવ ગયા મહિને કેટલાક શહેરોમાં 100-120 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા હતા.
નવેમ્બર મહિનામાં દેશના કેટલાક ભાગોમાં 100નો આંકડો પાર કરી ગયેલા ટામેટાંના ભાવમાં (prices of tomatoes) હાલમાં નરમી જોવા મળી રહી છે. પુરવઠામાં વધારો થવાને કારણે 21 ડિસેમ્બરે રિટેલ માર્કેટ (retail markets)માં તેની કિંમતો અખિલ ભારતીય સ્તરે એક સપ્તાહ અગાઉની સરખામણીમાં 13 ટકા ઘટી છે. સરકાર (government) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડામાં બુધવારે આ જાણકારી આપવામાં આવી છે.
એક મહિનામાં કિંમતોમાં 23 ટકાનો ઘટાડો થયો છે
એક સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે “પાછલા એક સપ્તાહની સરખામણીએ 21 ડિસેમ્બરે સમગ્ર ભારતીય સ્તરે ટામેટાંના ભાવ 12.89 ટકા અને પાછલા એક મહિનાની સરખામણીએ 23.69 ટકા નીચા હતા”. 21 ડિસેમ્બરે ટમેટાની છૂટક કિંમત 47.52 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી, જે 14 ડિસેમ્બરે 54.55 રૂપિયા પ્રતિ કિલો અને 21 નવેમ્બર, 2021ના રોજ 62.27 રૂપિયા પ્રતિ કિલો હતી.
તમામ મોટા શહેરોમાં 21 ડિસેમ્બરે ટામેટાના ભાવ એક સપ્તાહ અને એક મહિના પહેલાના ભાવ કરતાં નીચા રહ્યા છે. નિવેદનમાં જણાવ્યું હતું કે “મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને દિલ્હીના મુખ્ય બજારોમાં આવકમાં વધારો જોવા મળી રહ્યો છે અને તેથી છેલ્લા કેટલાક દિવસોમાં ભાવના મામલે રાહત છે.”
ભાવમાં વધુ ઘટાડો થવાની ધારણા
ટામેટાના જથ્થાબંધ ભાવમાં વધુ ઘટાડો થવાની ધારણા છે. કારણ કે રાજસ્થાનનો પાક બજારમાં છે અને ડિસેમ્બરના અંત સુધીમાં અન્ય રાજ્યોમાંથી પુરવઠો આવવાની ધારણા છે. ખાદ્ય અને ગ્રાહક બાબતોના મંત્રાલયે જણાવ્યું હતું કે “અપૂરતા વરસાદને કારણે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પુરવઠામાં અવરોધની સમસ્યા સમાપ્ત થઈ ગઈ છે અને મોટાભાગના છૂટક બજારોમાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.” પુરવઠામાં વિક્ષેપને કારણે ટામેટાના ભાવ ગયા મહિને કેટલાક શહેરોમાં 100-120 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા હતા.
ટામેટાના ભાવ ગયા મહિને 100ને પાર કરી ગયા હતા
ગયા મહિને દેશના ઘણા ભાગોમાં ટામેટાના ભાવ 100 રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગયા હતા. જ્યારે દક્ષિણ ભારતમાં કેટલાક સ્થળોએ ટામેટાં થોડા સમય માટે 150 સુધી પહોંચી ગયા હતા. ગયા મહિને દક્ષિણ ભારતના મોટા શહેર હૈદરાબાદમાં ટામેટાની કિંમત 120 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ હતી. તે જ સમયે ચેન્નાઈમાં એક કિલો ટામેટાની કિંમત 160 રૂપિયા સુધી પહોંચી ગઈ હતી.
આ સિવાય ઉત્તર ભારતમાં દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં 100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાંનું વેચાણ થયું હતું. દક્ષિણ ભારતમાં કમોસમી વરસાદને કારણે ભાવમાં આ વધારો જોવા મળ્યો હતો, વરસાદને કારણે પુરવઠાને અસર થઈ હતી, જ્યારે ઘણી જગ્યાએ વરસાદને કારણે પાકને નુકસાન થયું હતું.
નવેમ્બરમાં વધ્યો ખાદ્યપદાર્થોની મોંઘવાનો દર
નવેમ્બરમાં ખાદ્ય ચીજોનો મોંઘવારી દર નવેમ્બરમાં 1.87 ટકા હતો, જ્યારે આ વર્ષે ઓક્ટોબરમાં આ દર માત્ર 0.85 ટકા હતો. નવેમ્બર મહિનામાં છૂટક મોંઘવારી દર 4.91 ટકાના સ્તરે પહોંચી ગયો. જે ઓક્ટોબરના 4.48 ટકા કરતાં વધુ છે. શાકભાજી અને ખાદ્યતેલના ભાવમાં વધારાને કારણે ખાદ્ય ચીજવસ્તુઓમાં છૂટક મોંધવારી દર પણ ઓક્ટોબર કરતાં નવેમ્બરમાં ઊંચો હતો. ગયા વર્ષે નવેમ્બરમાં રિટેલ ફુગાવાનો દર 6.93 ટકા હતો.
આ પણ વાંચો : New Year 2022: મુંબઈમાં ન્યુ યર પાર્ટીઓ પર BMC અને પોલીસની કડક નજર, નવા નિયમો થયા જાહેર