AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો 2019માં મોદી ફરી સત્તામાં આવશે, તો 50 વર્ષ બાદ ઇંદિરા ગાંધીનું આ સૌથી મોટું સપનું થઈ જશે સાકાર

દેશની આઝાદાને હજી માંડ 24 વર્ષ થયા હતાં અને ઇંદિરા ગાંધીને અચાનક દેશની એક સમસ્યા સૌથી મોટી લાગવા લાગી. ઇંદિરા ગાંધીએ 1971ની ચૂંટણીમાં દેશમાં ગરીબી નાબૂદીનો નારો આપ્યો. એ વાતને લગભગ 48 વર્ષ થઈ ગયાં, પરંતુ આજે પણ દેશમાં ગરીબી છે. ઇંદિરા ગાંધી અને તેમના બાદના તમામ વડાપ્રધાનોએ ઇંદિરાના ગરીબી હટાવોના નારાને સાકાર કરવા માટે […]

જો 2019માં મોદી ફરી સત્તામાં આવશે, તો 50 વર્ષ બાદ ઇંદિરા ગાંધીનું આ સૌથી મોટું સપનું થઈ જશે સાકાર
| Updated on: Jan 27, 2019 | 8:56 AM
Share

દેશની આઝાદાને હજી માંડ 24 વર્ષ થયા હતાં અને ઇંદિરા ગાંધીને અચાનક દેશની એક સમસ્યા સૌથી મોટી લાગવા લાગી.

ઇંદિરા ગાંધીએ 1971ની ચૂંટણીમાં દેશમાં ગરીબી નાબૂદીનો નારો આપ્યો. એ વાતને લગભગ 48 વર્ષ થઈ ગયાં, પરંતુ આજે પણ દેશમાં ગરીબી છે.

ઇંદિરા ગાંધી અને તેમના બાદના તમામ વડાપ્રધાનોએ ઇંદિરાના ગરીબી હટાવોના નારાને સાકાર કરવા માટે અનેક યોજનાઓ દ્વારા પ્રયત્નો કર્યા અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે પણ ગરીબી હટાવવાને પોતાનું મિશન બનાવ્યું છે.

ત્યારે એક વાત કહી શકાય કે જો નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી 2019માં ફરીથી દેશના વડાપ્રધાન બનશે, તો ઇંદિરા ગાંધીએ 50 વર્ષ અગાઉ જોયેલું ગરીબી મુક્ત ભારતનું સપનું સાકાર થઈ જશે.

આવો હવે આંકડામાં સમજીએ કે આવું કઈ રીતે થશે ?

વર્લ્ડ ડાટા લૅબના રિપોર્ટ મુજબ ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં અતિ ગરીબ લોકોની સંખ્યામાં ઝડપથી ઘટાડો થયો છે. વર્ષ 2011માં દેશમાં દરરોજ 135 રૂપિયાથી ઓછામાં ગુજરાન ચલાવનારાઓની સંખ્યા 26 કરોડ 80 લાખ હતી. 2011માં આપણા દેશની વસતી 121 કરોડ હતી એટલે કે 2011માં દેશમાં 22 ટકા વસતી ગરીબ હતી, પરંતુ વર્લ્ડ ડાટા લૅબના રિપોર્ટ મુજબ આજની તારીખે 135 રૂપિયાથી ઓછામાં ગુજરાન કરનારાઓની સંખ્યા ઘટીને માત્ર 5 કરોડ રહી ગઈ છે. ભારતની આજની અંદાજિત વસતી 135 કરોડની છે. એટલે કે આજે ભારતમાં કુલ વસતીના માત્ર 3.7 ટકા ગરીબો રહ્યા છે. આ આંકડાઓનો સીધો મતલબ એ થાય છે કે ભારતમાં છેલ્લા 7 વર્ષોમાં ગરીબોની સંખ્યા 19 ટકા ઘટી છે.

ઑસ્ટ્રેલિયાથી ઘણુ આગળ, ચીનને પણ માત આપશે ભારત

વિશ્વના દેશોની સાથે સરખામણી કરવામાં આવે, તો સૌથી ખરાબ પરિસ્થિતિ દક્ષિણ આફ્રિકાની છે કે જ્યાં કુલ વસતીના 55 ટકા લોકો ગરીબ છે. તો ઑસ્ટ્રેલિયામાં 13.3 ટકા લોકો ગરીબ છે. ભારત 3.7 ટકા ગરીબો સાથે ઑસ્ટ્રેલિયા કરતા ઘણું આગળ છે, તો આવતા કેટલાક વર્ષોમાં આપણે ગરીબી હટાવવાના મિશનમાં ચીનને પણ માત આપી દઇશું. ચીનમાં હાલમાં ગરીબોની સંખ્યા 3.1 ટકા છે. અન્ય વિકસિત દેશોની વાત કરીએ, તો જાપાન અને કૅનેડામાં પણ 0.3 ટકા લોકો ગરીબ છે.

1971માં શું હતી ભારતમાં ગરીબીની પરિસ્થિતિ ?

જ્યારે ઇંદિરા ગાંધીએ ગરીબી હટાઓનો નારો આપ્યો, ત્યારે આપણા દેશમાં ગરીબીની ખૂબ જ દારૂણ પરિસ્થિતિ હતી. 1971માં ભારતની વસતી 54,81,60,050 વસતી કે જેમાં 45 ટકા લોકો ગરીબ હતાં. આ 45 ટકા લોકોની દૈનિક આવક 2.20 રૂપિયા હતી. તે સમયે ઇંદિરા ગાંધીએ દેશને ગરીબી મુક્ત બનાવવાનો નારો આપ્યો હતો અને આજે દેશ એ દિશામાં ઝડપથી આગળ વધી રહ્યો છે.

થિંક ટૅંક બ્રૂકિંગના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, ‘ભારત ટૂંકમાં જ ગરીબીને અત્યંત ઓછા સમયમાં ખતમ કરનાર સૌથી મોટો દેશ બનવા જઈ રહ્યો છે. વિશ્વે કદાચ ભારતની આ સફળતાને નજરઅંદાજ કરી. 2017-18નો સર્વે ભારતીય ઘરેલુ ઉપભોગને વ્યાપક કક્ષાએ કવર કરે છે. તેમાં ઘરનો માલિકી હક તથા અંતરરાષ્ટ્રીય માનદંડો મુજબ અન્ય ચીજોનો ઉપભોગનો સમાવેશ થાય છે.’

સરકારી યોજનાઓ અને સીધા ખાતામાં રૂપિયા જમા કરાવવાનો મોટો ફાયદો

આર્થિક નિષ્ણાતો મુજબ ભારતની ગરીબીને દૂર કરવામાં ટેક્નિક મહત્વનો ફાળો આપી રહી છે. સરકારની તમામ યોજનાઓ જમીન પર લાગુ થવા અને લોકો સુધી તેનો સીધો લાભ પહોંચાડવામાં ટેક્નિકે મહત્વની ભૂમિકા ભજવી છે. ભારતના ત્વરિત આર્થિક વિકાસમાં ટેક્નિક એક મોટું કારણ છે. સામાજિક ક્ષેત્રની તમામ યોજનાઓમાં તેના વડે ગરીબીને પછાડવામાં મદદ મળી છે. માહિતગારોનું માનવું છે કે વર્ષ 2004-05થી લઈ અત્યાર સુધી ભારતની ગરીબીમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. તમામ સરકારોએ મનરેગા, વડાપ્રધાન ગ્રામ્ય સડક યોજના તથા બીજી તમામ યોજનાઓ વડે ભારતની ગરીબી ઓછી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી. તમામ યોજનાઓનો લાભ લોકોના ખાતાઓમાં સીધો પહોંચાડવો એક મોટી સફળતા રહ્યો.

[yop_poll id=844]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">