Reliance Retail વિશ્વની બીજી સૌથી ઝડપથી વિકસતી રિટેલ કંપની બની, જાણો શું છે કંપનીનો વિકાસમંત્ર

|

May 10, 2021 | 7:34 AM

દિગ્ગ્જ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ રિટેલ લિમિટેડને 2021 માં વિશ્વની બીજી સૌથી ઝડપથી વિકસતી રિટેલર તરીકે ખ્યાતિ પ્રાપ્ત થઈ છે.

Reliance Retail વિશ્વની બીજી સૌથી ઝડપથી વિકસતી રિટેલ કંપની બની, જાણો શું છે કંપનીનો વિકાસમંત્ર
મુકેશ અંબાણી - ચેરમેન , રિલાયન્સ

Follow us on

દિગ્ગ્જ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ રિટેલ લિમિટેડને 2021 માં વિશ્વની બીજી સૌથી ઝડપથી વિકસતી રિટેલર તરીકે ખ્યાતિ પ્રાપ્ત થઈ છે. વિશ્વની રિટેલ કંપનીઓના ડેલાઇટના અહેવાલમાં આ વાત કહેવામાં આવી છે. અહેવાલ અનુસાર ગત વર્ષે રિલાયન્સ રિટેલ આ મામલે ટોચ પર હતી પરંતુ હવે તે બીજા નંબરે આવી ગઈ છે. ગ્લોબલ પાવર રિટેલિંગની સૂચિમાં તે 53 મા ક્રમે છે. અગાઉ કંપની 56 મા ક્રમે હતી તેથી તેણે આ સૂચિમાં પણ તેની સ્થિતિ સુધારી છે.

રિટેલરોની યાદીમાં યુનાઇટેડ સ્ટેટ્સના વોલમાર્ટ ઇન્ક. કંપનીએ વિશ્વની ટોચની રિટેલર તરીકેની સ્થિતિ જાળવી રાખી છે. એમેઝોન ડોટકોમ ઇન્ક. એ પણ તેની સ્થિતિ સુધારી છે અને બીજુ સ્થાન પ્રાપ્ત કર્યું છે. યુનાઇટેડ સ્ટેટ્સની કોસ્ટકો હોલસેલ કોર્પોરેશન એક સ્થાન નીચે લપસીને ત્રીજા સ્થાને છે ત્યારબાદ જર્મનીનું શ્વાર્ટઝ જૂથ છે.

રિલાયન્સ રિટેલ એકમાત્ર ભારતીય કંપની છે જે 250 સૌથી શક્તિશાળી વૈશ્વિક રિટેલરોની યાદીમાં સામેલ છે. રિલાયન્સને ગ્લોબલ પાવર ઓફ રિટેલિંગ અને વિશ્વની સૌથી ઝડપી રિટેલર્સમાં સતત ચોથી વાર નામ દર્જ કર્યું છે. ડેલાઈટ અહેવાલમાં જણાવાયું છે કે, રિલાયન્સ રિટેલ ગયા વર્ષે સૌથી ઝડપથી વિકસિત 50 કંપનીઓમાં ટોચ પર હતી પરંતુ આ વર્ષે બીજા ક્રમે છે. કંપનીએ વાર્ષિક ધોરણે 41.8 ટકાનો વિકાસ હાંસલ કર્યો છે. કુલ મળીને ભારતના 7,000 થી વધુ કસબા અને શહેરોમાં તેના કુલ 11,784 સ્ટોર્સ છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

રિલાયન્સ રિટેલે 2020 માં બે ઇ-કોમર્સ એક્વિઝિશન પણ કરી હતી. તેણે વિટાલિક હેલ્થ અને તેના ઓનલાઇન ફાર્મસી પ્લેટફોર્મ નેટમેડ્સ સંપાદિત કર્યા હતા. નવેમ્બરમાં હોમ ડેકોર ઓનલાઇન કંપની અર્બનલીડરમાં પણ 96 ટકા હિસ્સો હસ્તગત કર્યો હતો.

Next Article