Reliance Q3 Results : ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના નફામાં 15%નો ઘટાડો થયો

|

Jan 21, 2023 | 8:12 AM

ડિસેમ્બર 2022માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રિલાયન્સ રિટેલનો ચોખ્ખો નફો 6.24 ટકા વધીને રૂ. 2,400 કરોડ થયો છે. કંપનીએ જણાવ્યું કે ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં તેની ઓપરેટિંગ આવક 18.64 ટકા વધીને રૂ. 60,096 કરોડ થઈ છે.

Reliance Q3 Results : ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના નફામાં 15%નો ઘટાડો થયો
mueksh ambani

Follow us on

મુકેશ અંબાણીની માલિકીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) એ તેના ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. ત્રીજા ક્વાર્ટરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 15% ઘટ્યો હતો. કંપનીએ શુક્રવારે શેરબજારને જણાવ્યું હતું કે ઓક્ટોબરથી ડિસેમ્બર ક્વાર્ટરમાં તેને ₹15,792 કરોડનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો થયો હતો. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 18,549 કરોડ હતો.  જોકે, કંપનીનો ચોખ્ખો નફો ક્વાર્ટર દર ક્વાર્ટરમાં વધ્યો છે. સમીક્ષા હેઠળના ત્રિમાસિક ગાળામાં ઓઈલ-ટુ-કેમિકલ (O2C) સહિતના અનેક ક્ષેત્રોમાં હાજર કંપનીની એકીકૃત આવક વાર્ષિક ધોરણે 15% વધીને ₹240,963 કરોડ થઈ છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તે રૂ. 253,497 કરોડ હતો. તે જ સમયે, ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીની આવક વધીને રૂ. 2,20,592 કરોડ થઈ છે, જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 1,91,271 કરોડ હતી.

સમીક્ષા હેઠળના ક્વાર્ટરમાં ડિજિટલ સેવાઓની કર પૂર્વેની આવકમાં 26 ટકા, છૂટક સેવાઓની કર પૂર્વેની આવકમાં 25 ટકા અને તેલ અને ગેસના વ્યવસાયની કર પૂર્વેની આવક લગભગ 100 ટકા વધી છે. કંપનીના મુખ્ય આધાર ઓઇલ રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ બિઝનેસ (O2C)ની કર પૂર્વેની આવકમાં 3 ટકાનો વધારો થયો છે.

રિલાયન્સ રિટેલની આવક 17.2% વધી

ડિસેમ્બર 2022માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રિલાયન્સ રિટેલનો ચોખ્ખો નફો 6.24 ટકા વધીને રૂ. 2,400 કરોડ થયો છે. કંપનીએ જણાવ્યું કે ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં તેની ઓપરેટિંગ આવક 18.64 ટકા વધીને રૂ. 60,096 કરોડ થઈ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ના રિટેલ યુનિટે જણાવ્યું હતું કે તેણે નાણાકીય વર્ષ 2020-21 ના ​​ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 2,259 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો અને આ સમયગાળા દરમિયાન રૂ. 50,654 કરોડની ઓપરેટિંગ આવક કરી હતી.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

ડિસેમ્બર ક્વાર્ટરમાં વેચાણ અને સેવાઓના મૂલ્ય સહિત રિલાયન્સ રિટેલની કુલ આવક 17.17 ટકા વધીને રૂ. 67,623 કરોડ થઈ છે. એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં આ આંકડો રૂ. 57,714 કરોડ હતો. રિલાયન્સ રિટેલે ઑક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં 789 નવા સ્ટોર્સ ખોલ્યા અને તેની કુલ સંખ્યા 17,225 થઈ છે. FY2022-23 Q3 માં રિલાયન્સ રિટેલે 6 મિલિયન ચોરસ ફૂટના વિસ્તારમાં 789 નવા સ્ટોર ખોલ્યા છે. રિલાયન્સ રિટેલ પાસે હવે 60.5 મિલિયન ચોરસ ફૂટમાં ફેલાયેલા 17,225 સ્ટોર્સ છે.

તેલ અને ગેસનો વ્યવસાય

31 ડિસેમ્બર 2022ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2022-23ના ત્રીજા ક્વાર્ટરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ઓઈલ એન્ડ ગેસની આવક સમાન નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં 3853 કરોડ રૂપિયાથી વધીને 4474 કરોડ રૂપિયા થઈ ગઈ છે. તે જ સમયે, ત્રિમાસિક ધોરણે તેનું એબિટ રૂ. 2510 કરોડથી વધીને રૂ. 3207 કરોડ થયું છે, જ્યારે તેલ અને ગેસ બિઝનેસનું એબિટ માર્જિન અગાઉના ક્વાર્ટરમાં 65 ટકાથી વધીને 71.7 ટકા થઈ ગયું છે.

Published On - 7:58 am, Sat, 21 January 23

Next Article