આ રોકાણથી પ્રદેશના 11 હજારથી વધુ લોકોને નોકરી મળવાની સંભાવના છે. પ્રદેશમાં ઔદ્યોગિક રોકાણને વધારવા માટે અને રોજગારીની નવી તકો ઉભી કરવા માટે સરકારે ગયા વર્ષે ઈન્વેસ્ટર્સ સમિટનું આયોજન કર્યુ હતું.
તે સમિટ દરમિયાન ભારતના ટોચના અને સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ પણ ઉત્તરાખંડમાં રોકાણ કરવાનો વિશ્વાસ આપ્યો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે સરકારની સાથે 3200 કરોડ રૂપિયા રોકાણ કરવા માટે MOU કર્યો હતો.
આ રોકાણ માટેનું કામ શરૂ થઈ ગયું છે. રિલાયન્સ જિયો ઈન્ફોકોમના માધ્યમથી પ્રદેશના દૂરના વિસ્તારોમાં 4જી નેટવર્ક સેવાને મજબૂત કરવાની સાથે જ રિલાયન્સ રિટેલ કંપનીના માધ્યમથી પ્રદેશમાં 100 રિટેલ સ્ટોર ખોલવામાં આવશે.
આ પણ વાંચો: જાણો CBSEના પેપરની જવાબવહી કેવી રીતે ચકાસવામાં આવે છે
તે સિવાય પેટ્રોલ પંપ અને અન્ય બીજા પ્રોજેકટ્સમાં પણ રોકાણ કરવામાં આવશે. સરકારે ટાવર લગાવવામાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને આવતી મુશ્કેલીઓ માટે નીતિ બનાવી છે. જેમાં જિલ્લા અધિકારીના માધ્યમથી જ ટાવરની પરવાનગી આપવામાં આવશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]