Reliance Infra vs Delhi Metro Case: દિલ્હી મેટ્રો, અનિલ અંબાણીની રિલાયન્સને આપવા તૈયાર છે હજારો કરોડ, જાણો શું છે મુદ્દો

|

Dec 06, 2021 | 8:09 PM

Reliance Infra vs Delhi Metro Case : દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) રિલાયન્સ ઈન્ફ્રાને હજારો કરોડ પરત કરવા સંમત થઈ છે. DMRCનું કહેવું છે કે રકમની ગણતરી કરવા માટે તેને વધુ સમયની જરૂર છે.

Reliance Infra vs Delhi Metro Case: દિલ્હી મેટ્રો, અનિલ અંબાણીની રિલાયન્સને આપવા તૈયાર છે હજારો કરોડ, જાણો શું છે મુદ્દો
Reliance Infra vs Delhi Metro Case

Follow us on

દિલ્હી એરપોર્ટ એક્સપ્રેસ મેટ્રો કેસ (Delhi Airport Express Metro) માં દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન અનિલ અંબાણી (Anil Ambani) જૂથની કંપની રિલાયન્સ ઈન્ફ્રા (Reliance Infra)ને હજારો કરોડ રૂપિયા પરત કરવા સંમત થઈ છે. જો કે હજુ પણ બંને કંપનીઓ વચ્ચે કેટલી જવાબદારી સર્જાઈ છે તે અંગે વિવાદ ચાલી રહ્યો છે. દિલ્હી હાઈકોર્ટ હવે 22 ડિસેમ્બરે આ કેસમાં પોતાનો ચુકાદો આપી શકે છે.

આ કેસમાં સુપ્રીમ કોર્ટે DMRC વિરુદ્ધ ચુકાદો આપ્યો છે. રિલાયન્સે સુપ્રીમ કોર્ટના આદેશનો અમલ કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી.

દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) કહે છે કે રકમની ગણતરી કરવા માટે તેને વધુ સમયની જરૂર છે. હાઈકોર્ટે DMRCને પૂછ્યું, ‘જ્યારે તમે સુપ્રીમ કોર્ટમાં જઈને તમામ કાયદાકીય લડાઈ હારી ગયા છો. તમારી પાસે હવે કાનૂની વિકલ્પ નથી. તો પછી તમે પૈસા ચૂકવવામાં શા માટે વિલંબ કરો છો?’

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

આના પર DMRCએ હાઈકોર્ટને કહ્યું, ‘અમે 48 કલાકની અંદર રિલાયન્સને 1,000 કરોડ રૂપિયા ચૂકવી શકીએ છીએ. પરંતુ બાકીની રકમ માટે બેંકોમાંથી નાણાંની વ્યવસ્થા કરવા માટે સમયની જરૂર છે.

રકમ પર વિવાદ
દિલ્હી મેટ્રોનું કહેવું છે કે તેણે માત્ર રૂ. 5,000 કરોડ રિફંડ કરવાના છે, બીજી તરફ રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પેટાકંપની દિલ્હી એરપોર્ટ મેટ્રો એક્સપ્રેસ (DAMEPL) દાવો કરે છે કે તેને રૂ. 8,000 કરોડ પાછા મળવા જોઈએ. સુપ્રીમ કોર્ટે અગાઉ આપેલા નિર્ણય અનુસાર રિલાયન્સને લગભગ 5200 કરોડ રૂપિયા મળી શકે છે.

શું કહ્યું હાઈકોર્ટે ?
હાઈકોર્ટે DMRCને કહ્યું કે અંતિમ રકમ થઈ ગઈ છે, હવે ગણતરીનો મુદ્દો શું છે? આર્બિટ્રેશનના નિર્ણય અનુસાર આ પૈસા એસ્ક્રો એકાઉન્ટમાંથી આવશે. ડીએમઆરસી હવે નિશ્ચિત રકમનો અડધો ભાગ આપી શકે છે. તે કહી શકતું નથી કે તેની પાસે પૈસા નથી.

ડીએમઆરસીએ કહ્યું કે તે આખી રકમ એક સાથે નહીં આપી શકે, તેણે બેંકો પાસેથી ઉધાર લેવું પડશે. ડીએમઆરસી વતી સોલિસિટર જનરલે કોર્ટને કહ્યું, ‘જો આખી રકમ એકસાથે ચૂકવવી પડશે, તો મેટ્રોની જાહેર સેવાઓને અસર થશે. તમામ દલીલો સાંભળ્યા બાદ આખરે દિલ્હી હાઈકોર્ટે સુનાવણી 22 ડિસેમ્બર સુધી ટાળી દીધી છે.

શું છે સમગ્ર મામલો
2008માં રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના એક યુનિટે દિલ્હી એરપોર્ટ એક્સપ્રેસ મેટ્રોના સંચાલનનો કોન્ટ્રાક્ટ જીત્યો હતો. આ દેશનો પ્રથમ ખાનગી માલિકીનો મેટ્રો રેલ પ્રોજેક્ટ હતો, જેનું સંચાલન વર્ષ 2038 સુધીમાં રિલાયન્સ ADAG દ્વારા કરવામાં આવનાર હતું. પરંતુ વર્ષ 2012માં ફી અને અન્ય ઘણી બાબતોને લઈને વિવાદ થતાં અનિલ અંબાણીની કંપનીએ આ પ્રોજેક્ટનું કામ છોડી દીધું હતું.

આ પણ વાંચો: ગુજરાત કોંગ્રેસને મોટો આંચકો, સાગર રાયકા ભાજપમાં જોડાયા

આ પણ વાંચો: સુરતમાં રેશમ ઉત્પાદકોમાં કેમ નારાજગી ? જાણો કાપડના વેપારીઓને શું છે મુંઝવણ ?

Next Article