રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ચોથા ક્વાર્ટરમાં 100 અબજ ડોલરની આવક ધરાવતી ભારતની પહેલી કંપની બની, જાણો ચોથા ક્વાટરમાં કેટલો નફો થયો

|

May 07, 2022 | 6:30 PM

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (Reliance Industries)ના ચોથા ક્વાર્ટરના પરિણામો બહાર આવ્યા છે. કંપનીએ આ ક્વાર્ટરમાં રૂ. 16,203નો નફો કર્યો છે. 2021-22માં કંપનીની આવક વધીને રૂ. 7.92 લાખ કરોડ (102 અબજ ડોલર) થઈ. સંપૂર્ણ નાણાકીય વર્ષ 2021-22 માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ચોખ્ખો નફો વધીને રૂ. 60,705 કરોડ થયો છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ચોથા ક્વાર્ટરમાં 100 અબજ ડોલરની આવક ધરાવતી ભારતની પહેલી કંપની બની, જાણો ચોથા ક્વાટરમાં કેટલો નફો થયો
Reliance Industries Q4 results

Follow us on

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ Q4 પરિણામ (Reliance Jio Q4 Result) જાહેર થયું છે, ચોથા ક્વાર્ટરમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani)ની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 22.5 ટકા વધીને રૂ. 16,203 કરોડ થયો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે શુક્રવારે શેરબજારને મોકલેલી નોટિસમાં જણાવ્યું હતું કે મજબૂત ઓઈલ રિફાઈનિંગ માર્જિન, ટેલિકોમ અને ડિજિટલ સેવાઓમાં સતત વૃદ્ધિ અને રિટેલ બિઝનેસમાં મજબૂત ગતિને કારણે કંપનીનો નફો વધ્યો છે. ઓઈલથી ટેલિકોમ સેક્ટરમાં બિઝનેસ કરતી કંપનીએ નાણાકીય વર્ષ 2020-21ના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં રૂ. 13,227 કરોડનો એકીકૃત ચોખ્ખો નફો કર્યો હતો. સંપૂર્ણ નાણાકીય વર્ષ 2021-22 માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ચોખ્ખો નફો વધીને રૂ. 60,705 કરોડ થયો છે. તે જ સમયે, આવક વધીને રૂ. 7.92 લાખ કરોડ ($ 102 અબજ) થઈ. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વાર્ષિક 100 બિલિયન ડોલર જનરેટ કરનારી પ્રથમ ભારતીય કંપની બની છે.

Jioનો નફો 24 ટકા વધ્યો

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના એકમ રિલાયન્સ જિયોએ માર્ચ 2022ના રોજ પૂરા થયેલા ચોથા ક્વાર્ટરમાં ચોખ્ખો નફો લગભગ 24 ટકા વધીને રૂ. 4,173 કરોડ નોંધ્યો હતો (રિલાયન્સ જિયો Q4 પરિણામ). કંપનીએ સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે એક વર્ષ અગાઉના સમાન ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો 3,360 કરોડ રૂપિયા હતો. 2021-22ના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં સ્ટેન્ડઅલોન ધોરણે કંપનીની ઓપરેટિંગ આવક 20 ટકા વધીને રૂ. 20,901 કરોડ થઈ છે જે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં રૂ. 17,358 કરોડ હતી.

રિલાયન્સ જિયોનો 31 માર્ચ, 2022ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ માટેનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો અગાઉના નાણાકીય વર્ષ 2020-21ના રૂ. 12,071 કરોડથી લગભગ 23 ટકા વધીને રૂ. 14,854 કરોડ થયો છે. કંપનીની ઓપરેટિંગ આવક 2021-22માં લગભગ 10.3 ટકા વધીને રૂ. 77,356 કરોડ થઈ છે, જે એક વર્ષ અગાઉ રૂ. 70,127 કરોડ હતી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ગયા વર્ષની સરખામણીમાં ભાગીદારોની સંખ્યામાં 3 ગણો વધારો થયો છે

રિલાયન્સ રિટેલની પ્રી-ઈન્વેસ્ટમેન્ટ કમાણી (EBIDTA) વાર્ષિક ધોરણે 16.3 ટકા વધીને રૂ. 3,584 કરોડ ($473 મિલિયન) રહી છે. આમાં ફેશન, લાઈફસ્ટાઈલ અને ખાદ્યપદાર્થોમાંથી થતી આવકે નોંધપાત્ર ફાળો આપ્યો હતો. રિલાયન્સ રિટેલે સારી ઑફર્સ અને બહેતર ઉત્પાદનોના દમ પર ગયા વર્ષ કરતાં ડિજિટલ કોમર્સ પ્લેટફોર્મ પર દૈનિક ઓર્ડરની સંખ્યા બમણી કરતાં વધુ કરી છે. રિલાયન્સ રિટેલે દેશના ઘણા ભાગોમાં કિરાણાના નવા વેપારીઓને જોડીને ગયા વર્ષની સરખામણીમાં ભાગીદારોની સંખ્યામાં 3 ગણો વધારો કર્યો છે.

15,000 સ્ટોર્સનો બેન્ચમાર્ક હાંસલ કર્યો

રિલાયન્સ રિટેલના પરિણામો રજૂ કર્યા બાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે, કંપનીએ રિટેલ બિઝનેસમાં 15,000 સ્ટોર્સનો બેન્ચમાર્ક હાંસલ કર્યો છે. કંપનીએ ડિજિટલ-રિટેલ સેગમેન્ટમાં મજબૂત વૃદ્ધિ નોંધાવી છે. બજારના અનિશ્ચિત વાતાવરણ છતાં સારી રિકવરી જોવા મળી છે. કંપનીએ પડકારો પછી પણ સારા આંકડા રજૂ કર્યા છે.

Published On - 6:25 pm, Sat, 7 May 22

Next Article