Reliance AGM 2021: 44 મી AGMમાં Mukesh Ambaniના ભાષણનો શેરહોલ્ડરોને ઇંતેજાર , અંબાણી કરી શકે છે મોટી જાહેરાતો

|

Jun 24, 2021 | 12:34 PM

આજે એશિયાના સૌથી ધનિક અબજોપતિ મુકેશ અંબાણી(Mukesh Ambani) માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ ભારતની સૌથી મૂલ્યવાન કંપની, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ની 44 મી વાર્ષિક સામાન્ય સભા (AGM) માં શેરહોલ્ડરોને વર્ચ્યુઅલી સંબોધન કરશે.

Reliance AGM 2021: 44 મી AGMમાં Mukesh Ambaniના ભાષણનો શેરહોલ્ડરોને ઇંતેજાર , અંબાણી કરી શકે છે મોટી જાહેરાતો
Mukesh Ambani - Chairman, RIL

Follow us on

આજે એશિયાના સૌથી ધનિક અબજોપતિ મુકેશ અંબાણી માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ ભારતની સૌથી મૂલ્યવાન કંપની, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ની 44 મી વાર્ષિક સામાન્ય સભા (AGM) માં શેરહોલ્ડરોને વર્ચ્યુઅલી સંબોધન કરશે. અંબાણી એજીએમ દરમિયાન તેની મોટી અને ધમાકેદાર ઘોષણાઓ માટે જાણીતા છે અપેક્ષા છે કે શેર તે મુખ્ય O 2 C બિઝનેસ અને કન્ઝ્યુમર ફેસિંગ રિટેઇલ અને ટેલિકોમ બિઝનેસમાં મોટી ઘોષણાઓ સાથે શેરહોલ્ડરોને કુશ કરી શકે છે.

બજારને આશા છે કે 64 વર્ષીય બિઝનેસ ટાયકૂન વિશ્વની સૌથી મોટી ઓઇલ કંપની સાઉદી અરામકો (Saudi Aramco) સાથેના RILના નવા ઓઇલ-ટુ-કેમિકલ (O 2 C) બિઝનેસમાં 20% હિસ્સો વેચવાની 15 અબજની ડીલ અંગે સ્પષ્ટતા કરશે.

છેલ્લી એજીએમમાં અંબાણીએ કહ્યું હતું કે, “ગયા વર્ષે મેં તમારા સાથે આપણા O 2 C બિઝનેસમાં સાઉદી અરમાકો દ્વારા ઇક્વિટી રોકાણની માહિતી તમારી સાથે શેર કરી હતી. ઉર્જા બજારમાં અણધાર્યા સંજોગો અને COVID-19 પરિસ્થિતિને કારણે ડીલમાં વિલંબ થયો હતો. સમયરેખા મુજબ પ્રગતિ થઈ નથી. અમે આ પ્રક્રિયા 2021 ની શરૂઆતમાં પૂર્ણ કરવાની અપેક્ષા રાખીએ છીએ. ”
સાઉદી અરામકોના ચેરમેન અને કિંગડમનાવેલ્થ ફંડ પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડના ગવર્નર યાસેર અલ-રુમાયુને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ.ના બોર્ડમાં સામેલ કરાઈ શકે છે. જો કે, 2019 માં હસ્તાક્ષર કરાયેલા આ સોદા હજી પૂર્ણ થયા નથી.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

આરઆઈએલે તેની રિટેઇલ અને ડિજિટલ સંપત્તિમાં હિસ્સો વેચીને રૂ 2 લાખ કરોડ એકત્રિત કર્યા છે અને હવે રોકાણકારો નવી પહેલ (ઇ-કોમર્સથી 5G રોલઆઉટ્સ સુધી) નવી વ્યૂહરચના માટે રણનીતિક રોડમેપ તૈયાર કરવા માટે આરઆઈએલના વડા તરફ મીટ મંડાઈ છે.

રિલાયન્સ 5G ફોન લોન્ચ કરી શકે છે
રિલાયન્સ ગૂગલ અને જિઓબુકના સહયોગથી પોતાનો પહેલો 5G ફોન લોન્ચ કરી શકે છે જે રિલાયન્સ જિયો તરફથી ઓછી કિંમતે પોસાય તેવા લેપટોપ છે. જો કે સ્થાનિક રીતે એસેમ્બલ ગૂગલ સંચાલિત સ્માર્ટફોનથી ભારતીય બજારને જીતવાની અંબાણીની યોજના મુશ્કેલીઓનો સામનો કરી રહી છે.

રિટેલ રિલાયન્સ માટે મહત્વપૂર્ણ છે
રોકાણકારો અંબાણીની 5G યોજના પર નજર રાખશે. રિટેલ મોરચે, રોકાણકારો JioMart (જે હવે 200 શહેરોમાં હાજરી ધરાવે છે) ની કામગીરી, તેમજ AJIO ફેશન અને લાઇફસ્ટાઇલ પ્લેટફોર્મ પર નજર રાખશે

ગ્લોબલ બ્રોકરેજ અને રિસર્ચ ફર્મ Goldman Sachsના જણાવ્યા અનુસાર, રિટેલ રિલાયન્સ માટેનું આગલું ગ્રોથ એન્જિન હોઈ શકે છે કારણ કે રિટેલ EBITDA માં આવતા 10 વર્ષમાં 10 ગણી વૃદ્ધિની અપેક્ષા રાખે છે. આરઆઈએલની એજીએમની ઐતિહાસિક રૂપે આતુરતાથી રાહ જોવાઈ રહી છે.

Published On - 8:01 am, Thu, 24 June 21

Next Article