દેશમાં Cash Less સિસ્ટમની રચનાના પ્રયાસો વચ્ચે આર્થિક વ્યવહારોમાં વિક્રમી વધારો, લોકો પાસે 28.30 લાખ કરોડ રૂપિયા કેશ પડયા છે

એક મીડિયા રિપોર્ટ અનુસાર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ડેટા અનુસાર દિવાળીના તહેવાર પહેલા 23 ઓક્ટોબર 2020ના રોજ પૂરા થયેલા પખવાડિયામાં લોકો પાસે ચલણમાં 15,582 કરોડ રૂપિયાનો વધારો થયો છે. તેમાં વાર્ષિક ધોરણે 8.5 ટકા અથવા રૂ. 2.21 લાખ કરોડનો વધારો થયો છે.

દેશમાં Cash Less સિસ્ટમની રચનાના પ્રયાસો વચ્ચે આર્થિક વ્યવહારોમાં વિક્રમી વધારો, લોકો પાસે 28.30 લાખ કરોડ રૂપિયા કેશ પડયા છે
MapmyIndia IPO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 06, 2021 | 8:21 AM

સરકાર દ્વારા નોટબંધીની જાહેરાતના 5 વર્ષ પછી પણ લોકો પાસે ચલણ સતત વધી રહ્યું છે. રોકડ ચૂકવણીની પસંદગીની પદ્ધતિ હોવાને કારણે લોકો પાસેનું ચલણ રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. 8 ઑક્ટોબર, 2021ના રોજ પૂરા થયેલા પખવાડિયામાં લોકો પાસે ચલણ 28.30 લાખ કરોડ રૂપિયાના વિક્રમી સ્તરે રહ્યું હતું. તે 4 નવેમ્બર, 2016ના રોજના રૂ. 17.97 લાખ કરોડના સ્તર કરતાં 57.48 ટકા અથવા રૂ. 10.33 લાખ કરોડ વધારે છે. લોકો પાસેની રોકડ 25 નવેમ્બર, 2016ના રોજ નોંધાયેલી રૂ. 9.11 લાખ કરોડની સરખામણીએ 211 ટકા વધી છે.

8 નવેમ્બર, 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચ મૂલ્યની કરન્સીના દેશવ્યાપી નોટબંધીની જાહેરાત કરી હતી. સરકારે ચલણમાં રહેલી 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરી દીધી હતી. બાદમાં 500ની નોટ બહાર પાડવામાં આવી હતી પરંતુ 1000 રૂપિયાની નવી નોટો બહાર પાડવામાં આવી ન હતી.

સિસ્ટમમાં વધી રહી છે કેશ એક મીડિયા રિપોર્ટ અનુસાર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ડેટા અનુસાર દિવાળીના તહેવાર પહેલા 23 ઓક્ટોબર 2020ના રોજ પૂરા થયેલા પખવાડિયામાં લોકો પાસે ચલણમાં 15,582 કરોડ રૂપિયાનો વધારો થયો છે. તેમાં વાર્ષિક ધોરણે 8.5 ટકા અથવા રૂ. 2.21 લાખ કરોડનો વધારો થયો છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

નવેમ્બર 2016માં રૂ.500 અને રૂ.1,000ની નોટો પાછી ખેંચી લીધા પછી લોકો પાસેનું ચલણ જે 4 નવેમ્બર 2016ના રોજ રૂ 17.97 લાખ કરોડ હતું તે જાન્યુઆરી 2017માં ઘટીને રૂ 7.8 લાખ કરોડ થયું હતું.

સરકાર અને આરબીઆઈ દ્વારા કેશલેસ સોસાયટી નિર્માણ માટે લેવામાં આવેલા પગલાઓ છતાં સિસ્ટમમાં રોકડ સતત વધી રહી છે. પેમેન્ટના ડિજીટલાઇઝેશન અને વિવિધ વ્યવહારોમાં રોકડના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

કોરોના વાયરસ રોગચાળાને ફેલાતો રોકવા માટે લાગુ કરાયેલ લોકડાઉને લોકો પાસેની કરન્સીમાં વધારો કરવામાં મોટી ભૂમિકા ભજવી છે. વિશ્વભરના દેશોએ ફેબ્રુઆરીમાં લોકડાઉનની જાહેરાત કરી હતી અને ભારત સરકારે પણ માર્ચમાં લોકડાઉનની જાહેરાત કરી હતી. લોકોએ તેમની કરિયાણા અને અન્ય આવશ્યક જરૂરિયાતોને પહોંચી વળવા માટે રોકડ સંગ્રહ કરવાનું શરૂ કર્યું, જે મુખ્યત્વે નજીકની કરિયાણાની દુકાનો દ્વારા પૂરી કરવામાં આવતી હતી.

RBI ના જણાવ્યા અનુસાર ચલણમાં રહેલી કુલ કરન્સી (CIC)માંથી બેંકો પાસે રોકડ બાદ કર્યા પછી લોકો સાથેના ચલણની ગણતરી કરવામાં આવે છે. CIC એ દેશની અંદર રોકડ અથવા ચલણનો ઉલ્લેખ કરે છે જેનો ઉપયોગ ગ્રાહકો અને વ્યવસાયો વચ્ચે વ્યવહારો કરવા માટે ફિઝિકલ રીતે કરવામાં આવે છે.

આ પણ વાંચો :  Upcoming IPO : આગામી સપ્તાહે 3 કંપનીઓ લાવી રહી છે રોકાણની તક, સતત ત્રણ દિવસ IPO ખુલી રહ્યા છે

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : રાહતના સમાચાર, આખરે પેટ્રોલ ડીઝલના ભાવ વધારા ઉપર લાગી બ્રેક! જાણો તમારા શહેરના ભાવ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">