દેશમાં ડિજિટલ કરન્સી લાવવા RBIની વિચારણા, ઇલેક્ટ્રોનિક કરન્સી કેશમાં પણ કન્વર્ટ થશે

|

Jan 27, 2021 | 9:10 AM

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દેશની પોતાની ડિજિટલ કરન્સી (Digital Currency) લાવવા અંગે વિચારણા કરી રહી છે. રિઝર્વ બેન્ક Central Bank Digital Currency -CBDC લાવી શકે છે.

દેશમાં ડિજિટલ કરન્સી લાવવા RBIની વિચારણા, ઇલેક્ટ્રોનિક કરન્સી કેશમાં પણ કન્વર્ટ થશે
DIGITAL CURRENCY

Follow us on

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દેશની પોતાની ડિજિટલ કરન્સી(Digital Currency) લાવવા અંગે વિચારણા કરી રહી છે. રિઝર્વ બેન્ક Central Bank Digital Currency -CBDC લાવી શકે છે. સેન્ટ્રલ બેન્ક અનુસાર પેમેન્ટના ઝડપથી બદલાતા વિઝન, ખાનગી ડિજિટલ ટોકન્સનું આગમન અને કાગળની નોટો અને સિક્કાઓના સંચાલન પાછળ વધતા ખર્ચને ધ્યાનમાં લઈ વિશ્વભરમાં ઘણી સેન્ટ્રલ બેંકો ડિજિટલ કરન્સી (CBDC) લાવવાની વિચારણા કરી રહી છે.

અભ્યાસ માટે સમિતિની રચના કરાઈ
સેન્ટ્રલ બેંકની ડિજિટલ કરન્સીની શક્યતાઓનો અભ્યાસ કરવા અને તેમના માટે માર્ગદર્શિકા નિર્ધારિત કરવા માટે એક આંતર વિભાગીય સમિતિની રચના પણ કરી છે. આ સમિતિ ડિજિટલ કરન્સી ચલણમાં લાવવા તેના ઉપયોગ અને વ્યવહાર સંબંધિત બાબતોનો અભ્યાસ કરી રહી છે.સમિતિએ કહ્યું છે કે બિટકોઇન જેવી ડિજિટલ કરન્સી પાછળ બ્લોકચેન અથવા ડિસ્ટ્રિબ્યુટેડ લેસર તકનીક છે. તેમનું મેક્રોઇકોનોમાં ખૂબ મહત્વ છે અને આપણે તેને અપનાવવાની જરૂર છે. અમે એવું પણ માનીએ છીએ કે અર્થવ્યવસ્થાના ફાયદા માટે તેને પ્રોત્સાહન આપવું જોઈએ.

CBDC શું છે
આ લીગલ ચલણ છે અને સોવરેન કરન્સી તરીકે ઉપલબ્ધ ડિજિટલ કરન્સી છે જે સેન્ટ્રલ બેંકની જવાબદારી છે. આ બેંકની બેલેન્સશીટમાં નોંધાયું છે. તે ચલણનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપ છે જે આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલી રોકડમાં રૂપાંતરિત અથવા બદલી શકાય છે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

ફાયદાકારક રહેશે ડિજિટલ કરન્સી
સૂત્રોના જણાવ્યા અનુસાર, જો ડિજિટલ ચલણ વ્યવહારમાં આવે તો પૈસાની લેવડદેવડ અને ટ્રાંઝેક્શનની પદ્ધતિઓ બદલી શકાય છે. તેનાથી કાળા નાણાં પર કાબૂ આવશે. સમિતિનું કહેવું છે કે ડિજિટલ ચલણથી નાણાકીય નીતિને અનુસરવામાં સરળતા આવશે. આમાં ડિજિટલ લેસર ટેકનોલોજી (DLT) નો ઉપયોગ થવો જોઈએ.

Next Article