AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBIએ કડક કર્યા ડિજિટલ પેમેન્ટના નિયમ, છેતરપિંડી વધવાથી જાહેર કરી ગાઈડલાઈન

રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા (RBI)એ ઓનલાઈન છેતરપિંડીના વધતા જતા કેસો વચ્ચે ડિજિટલ પેમેન્ટ અંગે એક નવો નિયમ જાહેર કર્યો છે.

RBIએ કડક કર્યા ડિજિટલ પેમેન્ટના નિયમ, છેતરપિંડી વધવાથી જાહેર કરી ગાઈડલાઈન
Reserve Bank of India
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 19, 2021 | 5:27 PM
Share

રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા (RBI)એ ઓનલાઈન છેતરપિંડીના વધતા જતા કેસો વચ્ચે ડિજિટલ પેમેન્ટ અંગે એક નવો નિયમ જાહેર કર્યો છે. નવા નિયમમાં બેંકો તેમજ કાર્ડ આપનારી કંપનીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ નવા નિયમ અંતર્ગત એક માસ્ટર કોડ તૈયાર કરવામાં આવ્યો છે, જેનું પાલન દરેક બેંક અને કાર્ડ આપતી કંપનીઓ દ્વારા કરવું જરૂરી છે. આમાં ઈન્ટરનેટ બેંકિંગ સુવિધાઓ, મોબાઈલ બેંકિંગ ચૂકવણી, કાર્ડ ચૂકવણી, ગ્રાહકોના હિતોનું રક્ષણ અને ફરિયાદ નિવારણ પદ્ધતિનો સમાવેશ થાય છે.

RBIના માસ્ટર ડાયરેક્શન દ્વારા બેન્કો અને અન્ય નિયમનકારી સંસ્થાઓને થર્ડ પાર્ટી દ્વારા આપવામાં આવેલી તૃતીય પક્ષ દ્વારા અપાયેલી એપ્લિકેશન માટે વધુ જવાબદાર બનાવવામાં આવી છે. આ નિર્દેશ શેડ્યુઅલ કોમર્શિયલ બેન્કો, નાની ફાઈનાન્સ બેંકો, પેમેન્ટ બેન્કો અને ક્રેડિટ કાર્ડ આપતી NBFCને લાગુ પડશે.

RBIએ કહ્યું કે નવા નિયમને કારણે ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મની સુરક્ષામાં સુધારણા અને વપરાશકર્તાઓ માટે સુવિધાની પણ અપેક્ષા છે. આ સૂચનાઓ માટે ઈન્ટરનેટ, મોબાઈલ બેન્કિંગ, કાર્ડ ચૂકવણી, વગેરે જેવા સામાન્ય સુરક્ષા નિયંત્રણ પરના કેટલાક ન્યુનત્તમ ધોરણોનું નિરીક્ષણ, અમલીકરણ જરૂરી છે. RBI દ્વારા આ નિયમ એવા સમયે જાહેર કરવામાં આવ્યો છે, જ્યારે દેશમાં ડિજિટલ છેતરપિંડીના કેસોમાં વધારો થઈ રહ્યો છે. કોરોના સમયગાળામાં ડિજિટલ વ્યવહારોમાં વધારો થયો છે, સાથે સાયબર ફ્રોડમાં પણ ઝડપથી વધારો થયો છે.

આ પણ વાંચો: ફ્રાન્સમાં બનાવવામાં આવી રહેલો નવો કાયદો, સમાજની બદલાઈ રહેલી માનસિકતાનું પ્રતીક

g clip-path="url(#clip0_868_265)">