RBIએ Axis Bankને 5 કરોડનો દંડ ફટકાર્યો, શું ખાતેદારો પર પડશે અસર ?

|

Jul 29, 2021 | 9:47 AM

RBI દ્વારા જારી કરાયેલા નિર્દેશોની કેટલીક જોગવાઈઓનું ઉલ્લંઘન અને પાલન ન કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. થોડા દિવસો પહેલા આરબીઆઈએ બંધન બેંક, બેંક ઓફ બરોડા અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) સહિત 14 બેંકોને વિવિધ નિયમોના ભંગ બદલ નાણાકીય દંડ ફટકાર્યો હતો.

સમાચાર સાંભળો
RBIએ Axis Bankને 5 કરોડનો દંડ ફટકાર્યો, શું ખાતેદારો પર પડશે અસર ?

Follow us on

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ સાયબર સિક્યુરિટી ફ્રેમવર્ક સહિત તેના નિર્દેશોની કેટલીક જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા બદલ એક્સિસ બેંક(Axis Bank)ને 5 કરોડનો દંડ ફટકાર્યો છે.RBI દ્વારા જારી કરાયેલા નિર્દેશોની કેટલીક જોગવાઈઓનું ઉલ્લંઘન અને પાલન ન કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. આમાં સ્પોન્સર બેંકો અને SCBs/UCBs વચ્ચે કોર્પોરેટ ક્લાયંટ તરીકે ચુકવણી ઇકોસિસ્ટમના નિયંત્રણને મજબૂત બનાવવું, બેંકોમાં સાયબર સિક્યુરિટી ફ્રેમવર્ક અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના દિશા નિર્દેશો 2016 નો સમાવેશ થાય છે.

નાણાકીય સમાવેશ – બેંકિંગ સેવા સુવિધા – પ્રાથમિક બચત બેંક જમા ખાતા અને છેતરપિંડી – વર્ગીકરણ અને અહેવાલ શામેલ છે. રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે બેંકના સુપરવાઇઝરી મૂલ્યાંકન (ISE) માટે કાનૂની નિરીક્ષણ 31 માર્ચ 2017 (ISE 2017), 31 માર્ચ 2018, (ISE 2018), અને 31 માર્ચ 2019 (ISE 2019)સુધી નાણાકીય સ્થિતિ અંગે કરાયું હતું. આઇએસઇ 2017, આઈએસઇ 2018 અને આઇએસઇ 2019 ને લગતા જોખમ મૂલ્યાંકન અહેવાલોની ચકાસણીએ સૂચનાઓનું ઉલ્લંઘન કર્યું હોવાનું સામે આવ્યું છે.

નિયમોનું પાલન ન કરવા બદલ સેન્ટ્રલ બેંક ઘણી વખત બેંકો પાસે દંડ વસૂલતી હોય છે. થોડા દિવસો પહેલા આરબીઆઈએ બંધન બેંક, બેંક ઓફ બરોડા અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) સહિત 14 બેંકોને વિવિધ નિયમોના ભંગ બદલ નાણાકીય દંડ ફટકાર્યો હતો. આ 14 બેંકોમાં જાહેર ક્ષેત્રની બેંકો, ખાનગી બેંકો, વિદેશી બેંકો, સહકારી બેંકો અને એક સ્મોલ ફાઇનાન્સ બેંક શામેલ છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

નોન બેન્કિંગ સંસ્થાઓ NEFT અને RTGS સુવિધા પૂરી પાડશે
વધુમાં RBI એ તેના તાજેતરના પરિપત્રમાં જણાવ્યું છે કે પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ (PPI) ઇશ્યુઅર્સ, કાર્ડ નેટવર્ક, વ્હાઇટ લેબલ ATM ઓપરેટર્સને CPS માં પ્રથમ તબક્કામાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે. આરબીઆઈ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હાલની વ્યવસ્થાઓની સમીક્ષા અને પેમેન્ટ સિસ્ટમ પ્રોવાઇડર્સ (PSP) સાથે વિસ્તૃત ચર્ચા કર્યા પછી સૂચન કરવામાં આવ્યું છે કે પ્રથમ તબક્કામાં, PPI ઇશ્યુ કરનારા, કાર્ડ નેટવર્ક અને વ્હાઇટ લેબલ જેવા અધિકૃત નોન-બેંક પી.એસ.પી. એટીએમ ઓપરેટરો તેના સીધા સભ્યો હશે. આનો અર્થ એ છે કે આ સંસ્થાઓ તેમના ગ્રાહકોને NEFT અને RTGS જેવી સુવિધાઓ પૂરી પાડી શકશે.

Published On - 9:46 am, Thu, 29 July 21

Next Article