RBI એ આજથી આ બેંકના દરવાજે તાળા લટકાવવા હુકમ કર્યો, શું ખાતાધારકોના પૈસા ડૂબી જશે?

|

Sep 22, 2022 | 6:12 AM

બેંક આજે 22મી સપ્ટેમ્બરથી પોતાનો વ્યવસાય બંધ કરશે. હવે ગ્રાહકો તેમના પૈસા ઉપાડી શકશે નહીં. આરબીઆઈના જણાવ્યા અનુસાર રૂપી સહકારી બેંકની નાણાકીય સ્થિતિ ખૂબ જ ખરાબ હતી.અને બેંક પાસે કોઈ મૂડી બચી ન હતી. આ કારણેકેન્દ્રીય બેંકે તેનું બેંકિંગ લાઇસન્સ રદ કર્યું છે.

RBI એ આજથી આ બેંકના દરવાજે તાળા લટકાવવા હુકમ કર્યો, શું ખાતાધારકોના પૈસા ડૂબી જશે?
Rupee Co-operative Bank Ltd

Follow us on

આજથી દેશની વધુ એક કો-ઓપરેટિવ બેંકને તાળા લાગી ગયા છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ પુણેની રૂપી કો-ઓપરેટિવ બેંક લિમિટેડ (Rupee Co-operative Bank Ltd)ને બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ બેંકની બેંકિંગ સેવાઓ આજે 22 સપ્ટેમ્બરથી બંધ રહેશે. જો તમારું આ બેંકમાં ખાતું છે અને તમે તેમાં જમા કરેલા પૈસા ઉપાડ્યા નથી તો તમે હવે તમારા ખાતામાંથી ઉપાડી શકશો નહીં. રિઝર્વ બેંકની ગાઈડલાઈનનું પાલન ન કરવાને કારણે રુપી કો-ઓપરેટિવ બેંક લિમિટેડના દરવાજે તાળા લાગી ગયા છે.ઓગસ્ટમાં રિઝર્વ બેંકે પુણે સ્થિત રૂપી કો-ઓપરેટિવ બેંકનું લાઇસન્સ રદ કરવાનો નિર્ણય લીધો હતો. બેંક આજે 22મી સપ્ટેમ્બરથી પોતાનો વ્યવસાય બંધ કરશે. હવે ગ્રાહકો તેમના પૈસા ઉપાડી શકશે નહીં. આરબીઆઈના જણાવ્યા અનુસાર રૂપી સહકારી બેંકની નાણાકીય સ્થિતિ ખૂબ જ ખરાબ હતી અને બેંક પાસે કોઈ મૂડી બચી ન હતી. આ કારણેકેન્દ્રીય બેંકે તેનું બેંકિંગ લાઇસન્સ રદ કર્યું છે.

RBI એ ઓગસ્ટમાં નિર્ણય જાહેર કર્યો હતો

ભારતીય રિઝર્વ બેંકે બેંકિંગ નિયમોની અવગણના કરવા બદલ રૂપી કો-ઓપરેટિવ બેંક લિમિટેડ પર મોટી કાર્યવાહી કરી છે. રુપી સહકારી બેંકનું બેંકિંગ લાઇસન્સ રદ કરવામાં આવ્યું હતું કારણ કે બેંક પાસે પૂરતી મૂડી અને કમાણીની સંભાવના નથી. રિઝર્વ બેંકે ઓગસ્ટ મહિનામાં આ અંગે ગ્રાહકોને જાણ કરી હતી.

રિઝર્વ બેંકે 10 ઓગસ્ટે જ એક પ્રેસ રિલીઝ જાહેર કરીને આ અંગે માહિતી આપી હતી. RBI દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રૂપી સહકારી બેંક લિમિટેડનું બેંકિંગ લાઇસન્સ 6 અઠવાડિયા પછી રદ કરવામાં આવશે. આ પછી બેંકની તમામ શાખાઓ બંધ થઈ જશે અને ગ્રાહકો તેમના ખાતામાંથી પૈસા ઉપાડી શકશે નહીં. આજથી રિઝર્વ બેંકના આદેશો પ્રભાવી થશે અને રુપી કો-ઓપરેટિવ બેંકનું કામકાજ બંધ થઈ જશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

શું ખાતાધારકોના પૈસા ડૂબશે?

જે ગ્રાહકોના પૈસા આ સહકારી બેંકમાં જમા છે તેમને 5 લાખ રૂપિયા સુધીની થાપણો પર વીમા કવચનો લાભ મળશે. આ વીમો ઈન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) પાસેથી પ્રાપ્ત થઈ રહ્યો છે. DICGC પણ રિઝર્વ બેંકની પેટાકંપની છે. આ સહકારી બેંકના ગ્રાહકોને નાણાકીય સુરક્ષા પૂરી પાડે છે. હવે જેમના પાંચ લાખ રૂપિયા સુધીના ફંડ કોઓપરેટિવ બેંકમાં જમા હશે તેમને DICGC તરફથી સંપૂર્ણ ક્લેમ મળશે.

Next Article