AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI MPC Meeting : આજે ફરી તમારી લોનની EMI વધી શકે છે, સવારે 10 વાગે RBI કરશે જાહેરાત, અહીં નિહાળો Live

ન્યૂઝ એજન્સી રોયટર્સે અર્થશાસ્ત્રીઓ વચ્ચે કરવામાં આવેલા સર્વેમાં જણાવ્યું છે કે આ વખતે પણ રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો થઈ શકે છે. જોકે, મોટાભાગના નિષ્ણાતોએ 35 થી 50 બેસિસ પોઈન્ટ્સનો વધારો જણાવ્યું છે.

RBI MPC Meeting : આજે ફરી તમારી લોનની EMI વધી શકે છે, સવારે 10 વાગે RBI કરશે જાહેરાત, અહીં નિહાળો Live
RBI Governor Shaktikanta Das
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2022 | 8:07 AM
Share

જો તમે લોન લેવા જઈ રહ્યા છો અથવા લોન લેવાની તૈયારી કરી રહ્યા છો તો રતમારા માટે આ અહેવાલ અગત્યનો છે. આજથી એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.  રિઝર્વ બેંક રેપો રેટ (Repo Rate)માં વધારો કરી શકે છે. રેપો રેટ વધવાથી તમારી લોન મોંઘી થશે. નવી લોન લેવી મોંઘી થશે સાથે જ જૂની લોન પાર બોજ  પણ અગાઉની સરખામણીએ વધશેએટલેકે તમારી EMI વધશે જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. રિઝર્વ બેંકની MPC બેઠક ચાલી રહી છે જેમાં રેપો રેટ વધારવાનો નિર્ણયઆજે  30 સપ્ટેમ્બરે આવશે.

રેપોરેટ અંગે નિર્ણય અહીં નિહાળી શકાશે

આજે સવારે 10 વાગે તમે RBI ની સત્તાવાર youtube  ચેનલ દ્વારા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસ(RBI Governor Shaktikanta Das)નું નિવેદન Live નિહાળી શકશો. આ અંગે RBI  ટ્વીટ કરી માહિતી પુરી પાડી છે.

નિષ્ણાતો શું કહે છે? ન્યૂઝ એજન્સી રોયટર્સે અર્થશાસ્ત્રીઓ વચ્ચે કરવામાં આવેલા સર્વેમાં જણાવ્યું છે કે આ વખતે પણ રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો થઈ શકે છે. જોકે, મોટાભાગના નિષ્ણાતોએ 35 થી 50 બેસિસ પોઈન્ટ્સનો વધારો જણાવ્યું છે. તે જ સમયે એવો અંદાજ પણ લગાવવામાં આવ્યો છે કે ડિસેમ્બરમાં યોજાનારી MPCની બેઠકમાં ફરી એકવાર વ્યાજ દરો વધારવાનો અવકાશ હશે પરંતુ તે પછી RBI વિરામ લઇ શકે છે.

નાણાકીય વર્ષમાં ચોથીવાર વધારો થઇ શકે છે

આ નાણાકીય વર્ષમાં આ ચોથો વધારો હશે.ડોલરની મજબૂતી અને ફુગાવાના વધારાને કારણે મોટાભાગના નિષ્ણાતો રેપો રેટમાં વધારાની અપેક્ષા રાખી રહ્યા છે. ઓગસ્ટમાં રિટેલ ફુગાવો 7 ટકા રહ્યો છે, જેને નિયંત્રિત કરવા માટે આરબીઆઈ રેપો રેટમાં 35 થી 50 બેસિસ પોઈન્ટનો વધારો કરી શકે છે. દેશ અને દુનિયાની સ્થિતિને જોતા રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો થવાની સંભાવના છે. રેપો રેટમાં વધારા સાથે એક્સટર્નલ બેન્ચમાર્ક સાથે જોડાયેલ તમામ પ્રકારની ફ્લોટિંગ રેટ રિટેલ લોન મોંઘી થશે. મોટાભાગના બાહ્ય બેન્ચમાર્ક રેપો રેટ સાથે જોડાયેલા છે. તેથી રેપો રેટ વધવાથી રિટેલ લોન મોંઘી થશે.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">