RBI Monetary Policy : વધતી મોંઘવારીના કારણે રેપો રેટ 4% પર યથાવત રખાયો, RBI એ વૃદ્ધિ દરના અંદાજને ઘટાડ્યો

|

Jun 04, 2021 | 12:20 PM

RBI Monetary Policy updates:  રિઝર્વ બેંક દ્વારા આજે વર્ષ 2021 ની ત્રીજી નાણાકીય નીતિ (Monetary Policy )ની જાહેરાત કરવામાં આવી હતી.

RBI Monetary Policy : વધતી મોંઘવારીના કારણે  રેપો રેટ 4% પર યથાવત રખાયો, RBI એ વૃદ્ધિ દરના અંદાજને ઘટાડ્યો
RBI Governor Shaktikanta Das (File Image)

Follow us on

RBI Monetary Policy updates:  રિઝર્વ બેંક દ્વારા આજે વર્ષ 2021 ની ત્રીજી નાણાકીય નીતિ (Monetary Policy )ની જાહેરાત કરવામાં આવી હતી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શકિતકાંત દાસે વ્યાજના દરમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે. રેપો રેટ 4 ટકા જાળવી રખાયો છે, રિવર્સ રેપો રેટ પણ 3.35 ટકા યથાવત રાખવામાં આવ્યો છે અને બેંક રેટ 425 ટકા હતો જેમાં કોઈ બદલાવ કરાયો નથી.

આરબીઆઈના ગવર્નરે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 21 માટે વાસ્તવિક જીડીપી -7.3 ટકા રહેશે. તેમણે કહ્યું, સારા ચોમાસાથી અર્થવ્યવસ્થામાં પુનરુત્થાન શક્ય છે. વિકાસ પાછા લાવવા માટે પોલિસી સપોર્ટ અગત્યનો છે. રિઝર્વ બેંકે વર્તમાન નાણાકીય વર્ષ એટલે કે 2021-22 માટેના વિકાસ દરના અંદાજમાં ઘટાડો કર્યો છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર ચાલુ નાણાકીય વર્ષમાં વિકાસ દર 9.5 ટકા રહેશે. અગાઉ રિઝર્વ બેંકે 10.50 ટકાનો અંદાજ મૂક્યો હતો. દાસે કહ્યું કે કોવિડની અસર દૂર થાય ત્યાં સુધી અનુકૂળ વલણ જાળવવામાં આવશે. તેમણે કહ્યું કે ગ્લોબલ ટેન્ડમાં સુધારો થવાથી નિકાસમાં સુધારો થશે.

વધતી મોંઘવારીનો મોટો પડકાર
વ્યાજના દરમાં ફેરફાર નહીં કરવા અંગે શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે વધતી મોંઘવારીના કારણે રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિએ નીતિ દરમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

છૂટક મોંઘવારી 5.1 ટકા રહેવાનો અંદાજ
MPCનો અંદાજ છે કે ચાલુ નાણાકીય વર્ષમાં રિટેલ મોંઘવારીનો દર 5.1% રહેશે. જૂન ક્વાર્ટરમાં છૂટક મોંઘવારી 5.2 ટકા, સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 5.4 ટકા, ડિસેમ્બર ક્વાર્ટરમાં 4.7 ટકા અને માર્ચ ક્વાર્ટરમાં 5.3 ટકાનો અંદાજ છે. રિઝર્વ બેંકે છૂટક મોંઘવારી માટે 4 ટકા લક્ષ્યાંક રાખ્યો છે. જો કે +/- 2% ની ઉતાર – ચઢાવ એટલે કે ઉપલા મર્યાદા 6% છે અને નીચલી મર્યાદા 2% રાખવામાં આવી છે.

રસીકરણ અર્થતંત્રમાં સ્થિરતા લાવશે
શક્તિકંત દાસે કહ્યું કે રસીકરણથી અર્થવ્યવસ્થા સ્થિર કરવામાં મદદ મળશે. ગ્લોબલ ટ્રેન્ડમાં સુધારો થવાથી નિકાસમાં વધારો થશે. નબળી માંગને કારણે ભાવો પર દબાણ છે. મોંઘુ ક્રૂડ અને લોજિસ્ટિક્સ ખર્ચમાં વધારાથી ભાવ પર દબાણ સર્જાયા છે. આવા વાતાવરણમાં પોલિસી સપોર્ટ દરેક રીતે જરૂરી છે.

રિઝર્વ બેંક 17 જૂને 40,000 કરોડ રૂપિયાના G-sec ખરીદશે
ફરી એકવાર રિઝર્વ બેંકે સરકારી સિક્યોરિટીઝ ખરીદવાનો નિર્ણય લીધો છે. 17 જૂને આરબીઆઈ 40,000 કરોડ રૂપિયાની G-sec ખરીદશે. પ્રથમ ક્વાર્ટરમાં સેન્ટ્રલ બેંકે 1 લાખ કરોડની સરકારી સિક્યોરિટીઝ ખરીદવાનો લક્ષ્યાંક આપ્યો છે. અત્યાર સુધીમાં તેણે 60,000 કરોડ રૂપિયાની G-sec ખરીદી છે. બીજા ક્વાર્ટરમાં એટલે કે જુલાઈથી સપ્ટેમ્બરની વચ્ચે સેન્ટ્રલ બેંક 1.20 લાખ કરોડ રૂપિયાની સરકારી સિક્યોરિટીઝ ખરીદશે.

FOREX રિઝર્વ 600 અબજ ડોલર સુધી પહોંચી શકે છે
હોસ્પિટાલિટી સેક્ટર માટે અલગથી 15000 કરોડની જાહેરાત કરવામાં આવી છે. રિઝર્વ બેંકે કહ્યું કે તેના વિદેશી મુદ્રા ભંડાર 600 અબજ ડોલર સુધી પહોંચી શકે છે. 28 મેના રોજ આરબીઆઈનો વિદેશી મુદ્રા ભંડાર 2.865 અબજ ડોલર વધીને 592.894 અબજ ડોલર થયો છે.

Published On - 12:19 pm, Fri, 4 June 21

Next Article