RBI એ લોન ડિફોલ્ટ મામલે આપી મોટી રાહત, જો હવે લોનના હપ્તા ચુકી જશો તો પડતા ઉપર પાટુ નહીં પડે, જાણો શું કહ્યું રિઝર્વ બેંકે

|

Apr 13, 2023 | 6:55 AM

RBI અનુસાર કોઈપણ નાણાકીય સંસ્થા માટે દંડ સંબંધિત નીતિ શું છે? બોર્ડની સંમતિ અને મંજૂરી જરૂરી છે. ધિરાણકર્તાઓએ તેમની વેબસાઇટ પર સંપૂર્ણ માહિતી પણ શેર કરવી જોઈએ. જો કોઈ ગ્રાહકને લોન ચૂકવવા માટે રિમાઇન્ડર મેસેજ મોકલવામાં આવે છે તો દંડ સંબંધિત માહિતી પણ પ્રાપ્ત થવી જોઈએ.

RBI એ લોન ડિફોલ્ટ મામલે આપી મોટી રાહત, જો હવે લોનના હપ્તા ચુકી જશો તો પડતા ઉપર પાટુ નહીં પડે, જાણો શું કહ્યું રિઝર્વ બેંકે

Follow us on

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ લોન ડિફોલ્ટ પર બેંકો દ્વારા દંડ લાદવા અંગેનો ડ્રાફ્ટ નિયમ જાહેર કર્યો છે. આ ડ્રાફ્ટમાં આરબીઆઈએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે દંડ કોઈપણ બેંક કે નાણાકીય સંસ્થા માટે આવકનો સ્ત્રોત ન હોઈ શકે. જો કોઈ ધિરાણકર્તા દંડ પર વ્યાજ વસૂલ કરે છે તો તે ખોટું છે. ધિરાણકર્તાઓએ આવું ન કરવું જોઈએ. રિઝર્વ બેંકે 15 મે સુધીમાં ડ્રાફ્ટ નિયમો પર સૂચનો માંગ્યા છે. આ નિયમ તમામ નાણાકીય સંસ્થાઓ જેમ કે વ્યાપારી બેંકો, સહકારી, બિન બેંકિંગ નાણાકીય સંસ્થાઓ, હાઉસિંગ કંપનીઓ, નાબાર્ડ, એક્ઝિમ બેંક, NHB, SIDBI અને NaBFID પર લાગુ થશે. જોકે, રિઝર્વ બેંકનો આ નિયમ ક્રેડિટ કાર્ડ પર લાગુ થતો નથી.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

 

આ પણ વાંચો :  Fake Currency Notes : ATM માંથી નકલી ચલણી નોટ નીકળે તો શું કરવું? વહેલી તકે કરશો આ કામ તો નુકસાનમાંથી બચી જશો

દંડ એ આવકનો સ્ત્રોત નથી : RBI

રિઝર્વ બેંકે કહ્યું કે પેનલ્ટીને પેનલ્ટી ચાર્જની જેમ ગણવી જોઈએ. ધિરાણકર્તાઓએ આને દંડનીય વ્યાજની આવક તરીકે ન ગણવી જોઈએ. જો કોઈ રિટેલ લોન લેનાર હોય તો તેના માટે દંડ ઘણો ઓછો હોવો જોઈએ. જો બેંક કોઈપણ પ્રકારની પેનલ્ટી વસૂલ કરે છે, તો તેણે લોન કરાર સમયે જ ગ્રાહકોને વ્યાજ દર, પેનલ્ટી ચાર્જ અને તમામ શરતો વિશે માહિતી આપવી જોઈએ.

આ પણ વાંચો : TCS Q4 Results: ચોથા ક્વાર્ટરમાં કંપનીએ 11,392 કરોડ રૂપિયા નફો નોંધાવ્યો, રોકાણકારોને ડિવિડન્ડનો લાભ પણ મળશે

પેનલ્ટી પોલિસી પર બોર્ડની સંમતિ જરૂરી છે

કોઈપણ નાણાકીય સંસ્થા માટે દંડ સંબંધિત નીતિ શું છે? બોર્ડની સંમતિ અને મંજૂરી જરૂરી છે. ધિરાણકર્તાઓએ તેમની વેબસાઇટ પર સંપૂર્ણ માહિતી પણ શેર કરવી જોઈએ. જો કોઈ ગ્રાહકને લોન ચૂકવવા માટે રિમાઇન્ડર મેસેજ મોકલવામાં આવે છે તો દંડ સંબંધિત માહિતી પણ પ્રાપ્ત થવી જોઈએ.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 6:55 am, Thu, 13 April 23

Next Article