RBI એ નિસાન રેનો ફાઇનાન્સિયલ સર્વિસિસ ઈન્ડિયાને 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો, જાણો શું છે કારણ

|

Nov 20, 2020 | 11:37 AM

ભારતીય રિઝર્વ બેંક(RBI) એ નિસાન રેનો ફાઇનાન્સિયલ સર્વિસિસ ઈન્ડિયાને 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ચેન્નાઈ સ્થિત કંપનીએ  RBI ની સૂચનાનો અનાદર કર્યો હતો.  આદેશનું પાલન ન કરવા બદલ 5 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે. RBIના જણાવ્યા અનુસાર Non – Banking Financial Company (NBFC) એ  કોડમાં આપેલી સૂચનાનું પાલન કર્યું  ન હતું.જે માટે દંડ ફટકારવામાં […]

RBI એ નિસાન રેનો ફાઇનાન્સિયલ સર્વિસિસ ઈન્ડિયાને  5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો, જાણો શું છે કારણ

Follow us on

ભારતીય રિઝર્વ બેંક(RBI) એ નિસાન રેનો ફાઇનાન્સિયલ સર્વિસિસ ઈન્ડિયાને 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ચેન્નાઈ સ્થિત કંપનીએ  RBI ની સૂચનાનો અનાદર કર્યો હતો.  આદેશનું પાલન ન કરવા બદલ 5 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે. RBIના જણાવ્યા અનુસાર Non – Banking Financial Company (NBFC) એ  કોડમાં આપેલી સૂચનાનું પાલન કર્યું  ન હતું.જે માટે દંડ ફટકારવામાં આવ્યો છે.

આ દંડ સિસ્ટમેટીકલી ઇમ્પોર્ટેડ નોન-ડિપોઝિટ ટેકિંગ કંપની એન્ડ  ડિપોઝીટ ટેકિંગ કંપની નિર્દેશ ૨૦૧૬ નું પાલન ન કરવા માટે લાગુ કરવામાં આવ્યું છે. કાનૂની નિરીક્ષણમાં સામે આવ્યું કે, 31 માર્ચ 2019 ના રોજ કંપનીની નાણાકીય સ્થિતિમાં RBIની સૂચનાનું પાલન ન થયું હતું. કાર્યવાહી પહેલા નોટિસ ફટકારવામાં આવી હતી, અને કંપનીને જવાબ રજૂ કરવા કહેવામા આવ્યું હતું પરંતુ , પૂરા પાડવામાં આવેલા દસ્તાવેજો અને જવાબોથી બચાવ થયો ન હતો. RBIએ નિર્ણય લીધો કે ચાર્જની પુષ્ટિ થી રહી છે અને નાણાકીય દંડ લાગુ કરવામાં આવ્યો.

PNB અને સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા પર RBIએ પેમેન્ટ અને સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટના ભંગ બદલ દંડ લાદવામાં તાજેતરમાંકાર્યવાહી કરી હતી. પંજાબ નેશનલ બેંક પર 1 કરોડ અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાને 50 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. કેટલીક હાઉસિંગ લોન પર સૂચનાનું પાલન ન કરવા માટે આ દંડ લાદવામાં આવ્યો છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article