RBI એ HDFC બેંકને નવી ડિજિટલ સેવાઓ અને નવા ક્રેડિટ કાર્ડ ગ્રાહકોને ઉમેરવા ઉપર રોક લગાવી

|

Dec 03, 2020 | 3:29 PM

ભારતીય રિઝર્વ બેંકએ દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક એચડીએફસી બેંક કડકાઈ દેખાડી છે. આરબીઆઇએ બેન્કને તમામ ડિજિટલ લોંચિંગ બંધ કરવા સૂચના આપી છે જેમાં નવા ક્રેડિટ કાર્ડ્સ શામેલ છે. સ્ટોક એક્સચેંજને આપેલી માહિતીમાં બેંકે કહ્યું કે 2 ડિસેમ્બરે આરબીઆઈના આદેશમાં કહેવામાં આવ્યું છે કે તાજેતરમાં બેંકની ઇન્ટરનેટ બેંકિંગ, મોબાઇલ બેંકિંગ, ચુકવણી ઉપયોગિતાઓને વારંવાર વિક્ષેપોનો સામનો […]

RBI એ HDFC બેંકને નવી ડિજિટલ સેવાઓ અને નવા ક્રેડિટ કાર્ડ ગ્રાહકોને ઉમેરવા ઉપર રોક લગાવી
HDFC BANK

Follow us on

ભારતીય રિઝર્વ બેંકએ દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક એચડીએફસી બેંક કડકાઈ દેખાડી છે. આરબીઆઇએ બેન્કને તમામ ડિજિટલ લોંચિંગ બંધ કરવા સૂચના આપી છે જેમાં નવા ક્રેડિટ કાર્ડ્સ શામેલ છે. સ્ટોક એક્સચેંજને આપેલી માહિતીમાં બેંકે કહ્યું કે 2 ડિસેમ્બરે આરબીઆઈના આદેશમાં કહેવામાં આવ્યું છે કે તાજેતરમાં બેંકની ઇન્ટરનેટ બેંકિંગ, મોબાઇલ બેંકિંગ, ચુકવણી ઉપયોગિતાઓને વારંવાર વિક્ષેપોનો સામનો કરવો પડી રહ્યો છે. 21 નવેમ્બરના રોજ, બેંકની ઇન્ટરનેટ બેંકિંગ અને ચુકવણી પ્રણાલીમાં ખામી હોવાનું જાણવા મળ્યું હતું. પ્રાથમિક ડેટા સેન્ટરમાં પાવર ફેઇલના કારણે ખામી સર્જાઇ હતી.

એચડીએફસી બેંક તેની ડિજિટલ 2.0 ને લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે, જે ઘણાં ડિજિટલ ચેનલો લોન્ચ કરશે. આવી સ્થિતિમાં આરબીઆઈનો આદેશ બેંક માટે મોટો આંચકો  માનવામાં આવે છે.  આઇટી એપ્લિકેશનને પણ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તે નવા ક્રેડિટ કાર્ડ ગ્રાહકોને સોર્સીંગ પણ અટકાવવામાં આવ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

આરબીઆઈએ આદેશમાં એમ પણ કહ્યું છે કે બેંકના બોર્ડે આવી ખામીઓની તપાસ કરવી જોઇએ અને જવાબદારી પણ નક્કી કરવી જોઈએ. લેવામાં આવેલા પગલા અથવા નિયમો ત્યારે જ દૂર કરવામાં આવશે જ્યારે તેને બેંક તરફથી સંતોષ મળશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article