RATAN TATA ની આ કંપની 40 હજાર ફ્રેશર્સને રોજગારી આપશે, 5 લાખ કર્મચારીઓ સાથે કંપની બની દેશની સૌથી મોટી પ્રાઇવેટ એમ્પ્લોયર , જાણો વિગતવાર

|

Jul 10, 2021 | 10:01 AM

TCS એ કોરોનાકાળ દરમિયાન લગભગ 20,409 નવા કર્મચારીઓને નોકરીઓ આપી હતી. આ કારણે તેના કર્મચારીઓની સંખ્યા પાંચ લાખથી ઉપર વધીને 5,09,058 થઈ ગઈ છે.

RATAN TATA ની આ કંપની 40 હજાર ફ્રેશર્સને રોજગારી આપશે, 5 લાખ કર્મચારીઓ સાથે કંપની બની દેશની સૌથી મોટી પ્રાઇવેટ એમ્પ્લોયર , જાણો વિગતવાર
Ratan Tata

Follow us on

દેશની બીજી સૌથી મોટી IT કંપની TCSએ જણાવ્યું છે કે તે ચાલુ નાણાકીય વર્ષમાં કોલેજ કેમ્પસમાંથી 40 હજારથી વધુ ફ્રેશર્સ(TCS Hiring )હાયર કરશે . ટાટા કન્સલ્ટન્સી સર્વિસ(TATA Consultancy Service – TCS ) હાલમાં ખાનગી ક્ષેત્રમાં દેશની સૌથી મોટી એમ્પ્લોયર છે. કંપનીના કુલ કર્મચારીઓની સંખ્યા 5 લાખથી વધુ છે. ગયા વર્ષે પણ કંપનીએ 40 હજાર ફ્રેશર્સની હાયરિંગ કરી હતી. કંપનીના ગ્લોબલ હ્યુમન રિસોર્સિસ ચીફ મિલિંદ લક્કડે જણાવ્યું હતું કે આ વર્ષે હાયરિંગ વધુ કરવામાં આવશે.

લક્કડે કહ્યું હતું કે કોરોના ક્રાઈસીસ હોવા છતાં, હાયરિંગની પ્રક્રિયામાં કોઈ અડચણ આવી રહી નથી. ગયા વર્ષે કુલ 3.60 લાખ ફ્રેશર્સ હાયરિંગની પ્રક્રિયામાં હાજર થયા હતા. આટલા બધા વિદ્યાર્થીઓનો વર્ચ્યુઅલ ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ગયા વર્ષે પણ અમેકોલેજ કેમ્પસમાંથી 40 હજાર ફ્રેશર્સ લીધા હતા અને આ વર્ષે પણ આટલા જ સંખ્યામાં ફ્રેશર્સ લેવામાં આવશે.

લક્કડે ઉમેર્યું હતું કે હાયરિંગની પ્રક્રિયા ઘણી લાંબી છે. એવું નથી કે કંપની પ્રોજેક્ટ મળે એટલે હાયરિંગની પ્રક્રિયા શરૂ થાય છે. હાયરિંગ પાછળઓછામાં ઓછું ત્રણ મહિનાનો સમય લાગે છે તે પછી જ તે પ્રોજેકટ પર કામ શરૂ કરે છે.કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસર એન ગણપતિ સુબ્રમણ્યમે કહ્યું કે આપણા દેશમાં પ્રતિભાની કમી નથી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

નફામાં મોટો ઉછાળો આવ્યો
દેશની સૌથી મોટી સોફ્ટવેર કંપની ટીસીએસએ ચાલુ નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ ક્વાર્ટરમાં જબરદસ્ત નફો કર્યો છે. એપ્રિલ-જૂનમાં કંપનીનો નફો 28.5 ટકા વધીને 9,008 કરોડ રૂપિયા થયો છે. અગાઉ નાણાકીય વર્ષ 2020-21ના સમાન ત્રિમાસિક ગાળામાં કંપનીનો ચોખ્ખો નફો 7,008 કરોડ રૂપિયા હતો. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કંપનીની એકીકૃત આવક પણ એક વર્ષ અગાઉના ત્રિમાસિક ગાળાની રૂ 38,322 કરોડની સરખામણીએ ચાલુ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 18.5 ટકા વધી રૂ 45,411 કરોડ થઈ છે.

કોરોનાકાળમાં 20 હજારથી વધુ લોકોને નોકરી આપવામાં આવી 
TCS એ કોરોનાકાળ દરમિયાન લગભગ 20,409 નવા કર્મચારીઓને નોકરીઓ આપી હતી. આ કારણે તેના કર્મચારીઓની સંખ્યા પાંચ લાખથી ઉપર વધીને 5,09,058 થઈ ગઈ છે. ટીસીએસના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર રાજેશ ગોપીનાથને જણાવ્યું હતું કે, કંપનીના કર્મચારીઓ સમુદાયને મદદગાર અને ગ્રાહકો પ્રત્યેની પ્રતિબદ્ધતા હોવાને લીધેએકબીજાને મદદ કરવાના દ્રષ્ટિકોણમાં સારું ચરિત્ર રજૂ થયું છે.

Published On - 10:00 am, Sat, 10 July 21

Next Article