રસનાએ 350 કરોડમાં ખરીદ્યું જમ્પીન, ગ્લોબલ વિસ્તરણ અને નવા પીણાંનો પ્લાન
રસના પ્રાઇવેટ લિમિટેડે 350 કરોડ રૂપિયામાં જમ્પીન બ્રાન્ડનું અધિગ્રહણ કર્યું છે અને રેલવે સાથે ભાગીદારીમાં તેને પુનર્જીવિત કરશે. કંપની નવી પેઢી માટે દૂધ અને ફળના મિશ્રિત પીણાં બજારમાં લાવવાની યોજના ધરાવે છે.
રસના પ્રાઇવેટ લિમિટેડના ગ્રૂપ ચેરમેન પીરુઝ ખમ્બાટ્ટાએ મીડિયા સાથે વાત કરતાં કંપનીના મહત્વાકાંક્ષી ભવિષ્ય વિઝનનું ખુલાસો કર્યો છે. તેમણે 350 કરોડ રૂપિયાના મૂલ્યના પ્રખ્યાત બ્રાન્ડ જંપીનના અધિગ્રહણની જાહેરાત કરી છે. જે રેલવે સાથે ભાગીદારી દ્વારા પુનર્જીવિત કરવામાં આવશે.
નવી પેઢી માટે નવા પેય પદાર્થો
ખમ્બાટ્ટાએ જણાવ્યું કે રસના હવે દૂધ અને ફળના સંયુક્ત પેય (milk-fruit hybrids) બજારમાં લાવવાના આયોજનમાં છે, જે આવતીકાલના ગ્રાહકોની બદલાતી પસંદગીને ધ્યાનમાં લઈને તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ નવી શ્રેણી આગામી વર્ષે લોન્ચ કરવામાં આવશે.
શહેર થી ગામડાં સુધી મજબૂત માંગ
તેમણે ઉમેર્યું કે રાસનાને આજે શહેરો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઉંચી માંગ મળી રહી છે, અને આ નવા ઉદ્યોગિક પગલાંઓ સાથે કંપની વેચાણના નવા રેકોર્ડ તોડવા માટે આત્મવિશ્વાસ ધરાવે છે.
વિશ્વબજારમાં મજબૂત પગલા
કોરોના પછી રાસનાના નિકાસમાં 35%નો ઉછાળો જોવા મળ્યો છે અને આગામી સમયમાં તેને 50% સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે. રેડી-ટુ-ડ્રિંક (RTD) પદાર્થોને કેન્દ્રમાં રાખીને રાસના હવે વૈશ્વિક સ્તરે પોતાની હાજરીને વધુ મજબૂત બનાવવા પ્રયાસશીલ છે.