ભારતની સૌથી મોંઘી વ્હિસ્કી બની ‘રામપુર સિગ્નેચર રિઝર્વ સિંગલ માલ્ટ’, જાણો કેટલી છે કિંમત
Rampur Whisky Price: રામપુર સિગ્નેચર રિઝર્વ સિંગલ માલ્ટ વ્હિસ્કી 5 લાખ રૂપિયા પ્રતિ બોટલમાં વેચાઈ રહી છે. રેડિકો ખેતાને પ્રીમિયમ બ્રાન્ડની માત્ર 400 બોટલો બહાર પાડી. અલ્ટ્રા-લક્ઝરી વ્હિસ્કી હૈદરાબાદ એરપોર્ટ ડ્યુટી-ફ્રી પર ખરીદી શકાય છે.
નવી દિલ્હી: રેડિકો ખેતાને જાહેરાત કરી છે કે અલ્ટ્રા-લક્ઝરી વ્હિસ્કીની બ્રાન્ડ લિમિટેડ એડિશન છે અને કંપનીએ માત્ર 400 બોટલો બહાર પાડી હતી, જો કે, ભારે માંગને કારણે માત્ર બે જ બચી છે, જે ભારતીય સિંગલ માલ્ટ વ્હિસ્કીની અસાધારણ ગુણવત્તા અને દુર્લભતાનો પુરાવો છે. રામપુર સિગ્નેચર રિઝર્વ સિંગલ માલ્ટ વ્હિસ્કી એ એકમાત્ર ભારતીય વ્હિસ્કી બ્રાન્ડ છે જે પ્રતિ બોટલ 5 લાખ રુપિયામાં વેચાય છે.
જે લોકો રામપુર સિગ્નેચર રિઝર્વ સિંગલ માલ્ટ વ્હિસ્કી ખરીદવા માગે છે, તેમને હૈદરાબાદ એરપોર્ટ ડ્યુટી-ફ્રી પર ઉપલબ્ધ સૌથી જૂની ભારતીય સિંગલ માલ્ટ વ્હિસ્કીની બોટલ મેળવવાની છેલ્લી તક છે.
રામપુરના ભારતીય સિંગલ માલ્ટ વ્હિસ્કી કલેક્શનની વિશાળ શ્રેણી બજારમાં ઉપલબ્ધ છે. કંપનીએ હૈદરાબાદ ડ્યુટી-ફ્રી પર ઉપલબ્ધ પ્રીમિયમ સ્પિરિટ્સની વિવિધ શ્રેણી ઉપલબ્ધ કરાવી છે. જે બ્રાન્ડ્સ ઉપલબ્ધ છે તેમાં રામપુર આસવા ઇન્ડિયન સિંગલ માલ્ટ વ્હિસ્કી, રામપુર ડબલ કાસ્ક ઇન્ડિયન સિંગલ માલ્ટ વ્હિસ્કી, ઇન્ડિયન ક્રાફ્ટ જિન અને ગોલ્ડ એડિશન અને રેગલ રોયલ રણથંભોર હેરિટેજ કલેક્શન વ્હિસ્કીનો સમાવેશ થાય છે.
રામપુર ડિસ્ટિલરીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરવા માટે, રેડિકો ખેતાને રામપુર ભારતીય સિંગલ માલ્ટ વ્હિસ્કીના સુપર લક્ઝરી વેરિઅન્ટને આંતરરાષ્ટ્રીય બજારમાં રજૂ કરી છે.
“રેડિકો ખેતાન દ્વારા કાળજીપૂર્વક રચાયેલ,રામપુર સિગ્નેચર રિઝર્વ માટેની એક પ્રક્રિયામાંથી પસાર થાય છે.અમેરિકન સ્ટાન્ડર્ડ ઓક બેરલમાં, ભારતના વૈવિધ્યસભર વાતાવરણના પડકારોને પહોંચી વળે તે રીતે તેની બનાવટ કરવામાં આવી છે.તે ભારતના સૌથી જૂના માલ્ટ્સમાંનું એક છે.ચોકસાઇ અને સ્વચ્છતા રામપુર સિગ્નેચર રિઝર્વને અલગ પાડે છે,” રેડિકો ખેતાને તેની રજૂઆતમાં જણાવ્યું હતું.