ખુરશી પર બેઠા હતા રાકેશ ઝુનઝુનવાલા અને સામે ઉભા હતા PM મોદી… જાણો આ સ્ટોરી વિશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાકેશ ઝુનઝુનવાલાની (Rakesh Jhunjhunwala) આ મુલાકાત 5 ઓક્ટોબર, 2021ના રોજ દિલ્હીમાં થઈ હતી. આ દરમિયાન તેની પત્ની પણ ઝુનઝુનવાલા સાથે હતી. આ મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમની સાથેનો ફોટો ટ્વીટ કર્યો હતો.
દેશના દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાનું (Rakesh Jhunjhunwala) રવિવારે 62 વર્ષની વયે અવસાન થયું. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં રવિવારે સવારે 6.45 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના મૃત્યુથી દેશના આર્થિક જગતને મોટો આંચકો લાગ્યો છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) પણ તેમને શ્રદ્ધાંજલિ આપી છે. રાકેશ ઝુનઝુનવાલા ગયા વર્ષે તેમના પરિવાર સાથે પીએમ મોદીને મળ્યા હતા. ત્યારે આ મીટીંગના એક ફોટોને લઈને ઘણી ચર્ચા થઈ હતી. જેમાં રાકેશ ઝુનઝુનવાના ખુરશી પર બેઠેલા જોવા મળ્યા હતા અને પીએમ મોદી તેમની સામે આદરપૂર્વક ઉભા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાકેશ ઝુનઝુનવાલાની આ મુલાકાત 5 ઓક્ટોબર, 2021ના રોજ દિલ્હીમાં થઈ હતી. આ દરમિયાન તેની પત્ની પણ ઝુનઝુનવાલા સાથે હતી. આ મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમની સાથેનો ફોટો ટ્વીટ કર્યો હતો. રાકેશ ઝુનઝુનવાલાનો શર્ટ ઈસ્ત્રી કર્યા વગર દેખાઈ રહ્યો હોવાના કારણે આ ફોટોની પણ ચર્ચા થઈ રહી હતી. તેમજ એક ફોટામાં તેઓ ખુરશી પર બેઠા જોવા મળ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સામે આદરપૂર્વક ઊભા હતા.
Delighted to meet the one and only Rakesh Jhunjhunwala…lively, insightful and very bullish on India. pic.twitter.com/7XIINcT2Re
— Narendra Modi (@narendramodi) October 5, 2021
વન એન્ડ ઓન્લી રાકેશ ઝુનઝુનવાલા
ઝુનઝુનવાલાની આ તસવીર શેર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું, વન એન્ડ ઓન્લી રાકેશ ઝુનઝુનવાલાને મળીને ખુશી થઈ. તેઓ ભારત વિશે ખૂબ જ જીવંત, આશાવાદી અને સ્વપ્નદ્રષ્ટા છે. એક ટ્વિટર યુઝરે @Nagesh_nsui6 એ પણ લખ્યું કે, શું તમે PMને બિઝનેસમેનની સામે આ રીતે ઊભેલા જોયા છે? સાથે જ વિપક્ષ દ્વારા પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. કોંગ્રેસના નેતા સંજય નિરુપમે કહ્યું હતું કે રાકેશ ઝુનઝુનવાલા ભવિષ્યના કેતન પારેખ કે હર્ષદ મહેતા પણ બની શકે છે. પરંતુ તે પછી શું થશે તે સમય અને કાયદો નક્કી કરશે.
વ્હીલ ચેરની મદદથી ચાલવાનો દાવો કરવામાં આવ્યો હતો
આ બધાની વચ્ચે કેટલાક યુઝર્સે દાવો કર્યો હતો કે રાકેશ ઝુનઝુનવાલાની તબિયત સારી નથી. તે વ્હીલ ચેરની મદદથી ચાલતા હતા. આવી સ્થિતિમાં જ્યારે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા ત્યારે તબિયતના કારણોસર તેમની મુલાકાત થઈ હતી. જણાવી દઈએ કે રાકેશ ઝુનઝુનવાલાની ઉંમર 62 વર્ષની હતી. તેઓ કેટલાક સમયથી બીમાર હતા. કેટલાક અહેવાલો અનુસાર, તેમનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હતું. તેમના 25 વર્ષીય મિત્ર મહેન્દ્ર દોશીએ માહિતી આપી છે કે ઝુનઝુનવાલા લાંબા સમયથી બીમાર હતા. તેની કિડની પણ ફેઈલ થઈ ગઈ હતી.