Rakesh Jhunjhunwala અને તેમના પત્ની સહીત 7 લોકોએ Aptech ઇન્સાઇડર ટ્રેડિંગ કેસમાં 37 કરોડ ચૂકવીને સેટલમેન્ટ કર્યું, જાણો શું છે મામલો

|

Jul 15, 2021 | 10:20 AM

રાકેશ ઝુનઝુનવાલા ઉપરાંત તેમની પત્ની રેખા ઝુનઝુનવાલા અને અન્ય 5 લોકોએ કુલ 37 કરોડ રૂપિયા આપીને સેટલમેન્ટ કર્યું છે. ખોટી રીતે મેળવેલા નફા પર વ્યાજ પેટે  લગભગ 9.50 કરોડ ચુકવવામાં આવ્યું છે.

Rakesh Jhunjhunwala અને તેમના પત્ની સહીત 7 લોકોએ Aptech ઇન્સાઇડર ટ્રેડિંગ કેસમાં 37 કરોડ ચૂકવીને સેટલમેન્ટ કર્યું, જાણો શું છે મામલો
Rakesh Jhunjhunwala

Follow us on

દેશના જાણીતા રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા, તેમના પત્ની અને અન્ય 5 લોકોએ એપટેક(Aptech) ઇન્સાઇડર ટ્રેડિંગ કેસમાં સેટલમેન્ટ કર્યું છે. આ લોકોએ માર્કેટ રેગ્યુલેટર સેબીને કુલ 37 કરોડ રૂપિયા ચુકવ્યા છે. આ મામલો એપેટેક લિમિટેડની unpublished price sensitive information – UPSI સંબંધિત છે. આ લોકોએ આ કેસમાં ખોટી રીતે કમાયેલા નાણાં પર વ્યાજ પણ ચૂકવવું પડ્યું છે.

રાકેશ ઝુનઝુનવાલાએ ખોટી રીતે મેળવેલા નફા પર વ્યાજ પેટે  લગભગ 9.50 કરોડ ચૂકવીને ઇન્સાઇડર ટ્રેડિંગનો મામલો થાળે પાડ્યો છે. રાકેશ ઝુનઝુનવાલા ઉપરાંત તેમની પત્ની રેખા ઝુનઝુનવાલા અને અન્ય 5 લોકોએ કુલ 37 કરોડ રૂપિયા આપીને સેટલમેન્ટ કર્યું છે.

એપટેક લિમિટેડમાં રાકેશ ઝુનઝુનવાલાનો 24.24 ટકા હિસ્સો છે
રાકેશ ઝુનઝુનવાલાનો એપટેક લિમિટેડમાં 24.24 ટકા હિસ્સો છે. તેની કિંમત 160 કરોડ છે. 7 સપ્ટેમ્બર 2016 ના રોજ અપટેકે બજાર બંધ થયા પછી જાહેરાત કરી કે તે પ્રિ સ્કૂલ સેગમેન્ટમાં પ્રવેશ કરશે. સેબીના આદેશ અનુસાર 14 માર્ચ 2016 થી 7 સપ્ટેમ્બર 2016 ની વચ્ચે UPSI એટલે કે ઇન્સાઇડર ટ્રેડિંગ કરવામાં આવ્યું હતું. સપ્ટેમ્બર 7 માં જ કંપનીએ પ્રિસ્કૂલ સેગમેન્ટમાં પ્રવેશની ઘોષણા કરી હતી.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

રાકેશ ઝુનઝુનવાલા, તેની પત્ની અને અન્ય 8 લોકોનો આરોપ હતો કે તેઓ કંપનીની આ યોજના અંગે પહેલેથી જ વાકેફ હતા જેમણે જાહેરાત પહેલા તેના ફાયદા માટે ઉપયોગ કર્યો હતો. મામલે પોતાની ભૂલ સ્વીકાર્યા કે અસ્વીકારની દલીલ વિના પૈસા ચૂકવીને સમાધાન કરવામાં આવ્યું હતું.

રાકેશ ઝુનઝુનવાલા અને તેની પત્ની રેખા ઝુનઝુનવાલા સિવાય સેબી સાથે જે આઠ લોકોએ સેટલમેન્ટ કર્યું છે તેમાં રાજેશકુમાર ઝુનઝુનવાલા, સુશીલા દેવી ગુપ્તા, સુધા ગુપ્તા, ઉશ્મા શેઠ સુલે, ઉત્પલ શેઠ, મધુ વડેરા જયકુમાર, ચૂગ યોગિન્દર પાલ અને રમેશ એસ દમાનીનો સમાવેશ થાય છે. આ સમાધાન હુકમ અંતર્ગત આ લોકોએ તેમની ભૂલ સ્વીકાર્યા વિના અથવા નકાર્યા વિના પૈસા ચૂકવીને સમાધાન કર્યું છે.

ઝુનઝુનવાલાના સંબંધીઓ પણ આ કેસમાં સંડોવાયેલા હતા
આ મામલામાં રેખા ઝુનઝુનવાલાએ 1.57 કરોડ ચૂકવીને સમાધાન કર્યું છે. જ્યારે રાકેશ ઝુનઝુનવાલાના ભાઈ રાજેશકુમાર ઝુંઝુંવાલાએ 1.22 કરોડ ચૂકવ્યા છે. સુધા ગુપ્તાએ 50 લાખ આપ્યા છે જ્યારે રાકેશ ઝુનઝુનવાળાના સાસુ સુશીલા દેવીએ 80 લાખ ચૂકવ્યા છે. ઉષ્મા શેઠ સુલે 52.95 કરોડ રૂપિયા જ્યારે રાકેશ ઝુનઝુનવાળાના નજીકના સહાયક ઉત્પલ શેઠે 69 લાખ રૂપિયા ચૂકવ્યા છે.

 

 

Next Article