રેલવેમાં હવે ઓર્ડર આપી ગરમ ભોજન કે પીણાં નહીં મેળવી શકાય, ટ્રેનમાંથી પેન્ટ્રી હટાવી બેઝ કિચનથી સર્વિસ આપશે

|

Oct 02, 2020 | 10:31 PM

ભારતીય રેલવે તંત્ર લાંબા અંતરની ટ્રેનોમાં અપાતી પેન્ટ્રી ફેસિલિટી દૂર કરવા જઈ રહી છે. રેલવે અનુસાર ટ્રેન બહારથી ભોજન અને નાસ્તાની વ્યવસ્થા ઉભી કરી શકાય તેમ છે, ત્યારે પેન્ટ્રી દૂર કરી એક કોચનો ઉમેરો કરી આવકમાં વધારો કરવા વિચારણા કરાઈ રહી છે. ટ્રેનમાંથી પેન્ટ્રી કાર (Pantry Car)ને હટાવીને 3AC લગાવવામાં આવશે જેથી રેલવેને તેની આવક […]

રેલવેમાં હવે ઓર્ડર આપી ગરમ ભોજન કે પીણાં નહીં મેળવી શકાય, ટ્રેનમાંથી પેન્ટ્રી હટાવી બેઝ કિચનથી સર્વિસ આપશે

Follow us on

ભારતીય રેલવે તંત્ર લાંબા અંતરની ટ્રેનોમાં અપાતી પેન્ટ્રી ફેસિલિટી દૂર કરવા જઈ રહી છે. રેલવે અનુસાર ટ્રેન બહારથી ભોજન અને નાસ્તાની વ્યવસ્થા ઉભી કરી શકાય તેમ છે, ત્યારે પેન્ટ્રી દૂર કરી એક કોચનો ઉમેરો કરી આવકમાં વધારો કરવા વિચારણા કરાઈ રહી છે. ટ્રેનમાંથી પેન્ટ્રી કાર (Pantry Car)ને હટાવીને 3AC લગાવવામાં આવશે જેથી રેલવેને તેની આવક વધારવામાં મદદ મળી શકે છે. આ પગલાથી ટ્રેનમાં ઓર્ડર આપી ગરમ સૂપ, ચા અને કોફીની ચુસકી મારવાના શોખીન મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવા પડી શકે છે. ઓલ ઈન્ડિયા રેલ્વેમેન્સ ફેડરેશન દ્વારા રેલવે મંત્રાલયને સૂચન અપાયું છે કે ટ્રેનમાંથી પેન્ટ્રી કારને હટાવવું જોઈએ, રેલવેમાં પેન્ટ્રી કારથી અપેક્ષિત આવક મળતી નથી.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ફૂડ માટે બેઝ કિચન વૈકલ્પિક સ્ત્રોત તરીકે ઉપયોગમાં લઈ શકાય તેમ છે. મુસાફરીના વ્યવસાયના જાણકારો અનુસાર રેલ્વેનું આ પગલું મુસાફરો સકારાત્મકરૂપે લેશે નહીં. એરલાઈન્સ જ્યારે ડોમેસ્ટિક ફ્લાઈટ દ્વારા લાંબા અંતરની સફરમાં વધુ પસંદગી મેળવી રહી છે, ત્યારે રેલવેના નિર્ણયની અસર શું રહે છે તે સમય આવે જ ખબર પડી શકે. પરંતુ રેલવે મુસાફરોની સંખ્યા ચોક્કસ વધારી શકે છે. રેલવે સૂત્રો અનુસાર બેઝ કિચન એક ખૂબ જ સારો કન્સેપ્ટ માનવામાં આવી રહ્યો છે. પેન્ટ્રી કાર કરતા બેઝ કિચનમાં સ્વચ્છતાનું સ્તર અને પાલન વધારે સરળ અને સંચિત બનવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે. હાલનો સમય હાઈજીન ઉપર વધુ ભાર આપવાનો છે, ત્યારે સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article