RailTel એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “RailTel Corporation of India Limitedને ડિઝાઇન, વિકાસ, અમલીકરણ, સંચાલન અને જાળવણી માટે પ્રસાર ભારતી બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા તરફથી વર્ક ઓર્ડર મળ્યો છે. આ ઓર્ડર રૂ. 139.73 કરોડનો છે.”
રેલટેલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડના શેર છ મહિનામાં 126.83 ટકા અને એક વર્ષમાં 223.61 ટકા વધ્યા છે. આ સાથે રેલટેલ સૌથી વધુ નફાકારક રલવે શેરોમાંનો એક છે.
તેણે બેન્ચમાર્ક Nifty50 કરતાં વધુ સારો દેખાવ કર્યો છે, જે છ મહિનામાં 11.20 ટકા અને વર્ષમાં 20.53 ટકા વધ્યો છે. તેની 52 સપ્તાહની ઊંચી સપાટી 459.30 રૂપિયા અને 52 સપ્તાહની નીચી સપાટી 96.20 રૂપિયા છે. કંપનીનું માર્કેટ કેપ રૂ. 12,075.3 કરોડ છે.
ડિસેમ્બર ક્વાર્ટરમાં RailTel Corporation of India Limitedના નફા અને આવકમાં વધારો થયો છે. 31 ડિસેમ્બર, 2023 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં 47 ટકાનો વધારો થયો છે.
કંપનીની આવક ગયા વર્ષના રૂ. 454 કરોડથી વધીને ચાલુ નાણાકીય વર્ષના ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 668 કરોડ થઈ છે. આ સમયગાળા દરમિયાન ચોખ્ખો નફો રૂ. 32 કરોડથી 93 ટકા વધીને રૂ. 62 કરોડ થયો છે.
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી આપની જાણકારી માટે છે. Tv9 ગુજરાતી કોઈ પણ રોકાણ કરવા માટે પ્રોત્સાહિત નાથી કરતું. કોઈ પણ રોકાણ નિષ્ણાંતની સલાહ લઈને કરવી.
Published On - 11:56 pm, Wed, 14 February 24