RailTel IPO: આવી રહી છે વધુ એક સરકારી કંપનીમાં રોકાણની તક, જાણો વિગતો

|

Feb 12, 2021 | 7:44 AM

પબ્લિક સેક્ટરની રેલટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિ. (RailTel Corporation of India Ltd) નો IPO 16 ફેબ્રુઆરી 2021 ના ​ રોજ ​સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે. રેલ્ટેલ એ રેલવે(Railway ) મંત્રાલય હેઠળનું PSU છે

RailTel IPO: આવી રહી છે વધુ એક સરકારી કંપનીમાં રોકાણની તક,  જાણો વિગતો

Follow us on

પબ્લિક સેક્ટરની રેલટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિ. (RailTel Corporation of India Ltd) નો IPO 16 ફેબ્રુઆરી 2021 ના ​ રોજ ​સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે. રેલ્ટેલ એ રેલવે(Railway ) મંત્રાલય હેઠળનું PSU છે જે ભારતીય રેલ્વે નેટવર્ક પર ફાસ્ટ અને ફ્રી વાઇફાઇ (Wifi) પ્રદાન કરે છે. આ IPO 16 ફેબ્રુઆરીએ ખુલશે અને તેમાં 18 ફેબ્રુઆરી સુધી રોકાણ કરી શકાશે. કંપનીએ આ માટે શેર દીઠ ભાવ 93-94 રૂપિયા નક્કી કર્યા છે. આ IPO દ્વારા સરકારનું રૂ 820 કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય છે.

RailTel ની રચના વર્ષ 2000 માં થઈ હતી
રેલટેલની રચના વર્ષ 2000 માં થઈ હતી. તેને ટ્રેન નિયંત્રણ, સંચાલન અને સલામતી માટે અપનાવવામાં આવતી ટેલિકમ્યુનિકેશંસ સિસ્ટમનો આધુનિકીકરણ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આ સાથે, વધારાની આવક મેળવવા માટે દેશવ્યાપી બ્રોડબેન્ડ અને મલ્ટિમીડિયા નેટવર્ક બનાવવાનું કામ પણ આપવામાં આવ્યું હતું. કંપનીને રેલ્વે ટ્રેક સાથે ઓપ્ટિકલ ફાઈબર નાખવાનું કામ પણ સોંપાયું હતું.

RailTel IPOની હાઇલાઇટ્સ
>> કંપનીએ રેલટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડના કર્મચારીઓ માટે 5 લાખ ઇક્વિટી શેર આરક્ષિત કર્યા છે.
>> આ ઇસ્યુ ફક્ત ASBA દ્વારા લાગુ કરી શકાય છે.
>> આ આઈપીઓની પ્રાઇસ બેન્ડ શેર દીઠ 93-94 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
>> આઈપીઓ ઓફરની લોટ સાઇઝ 155 ઇક્વિટી શેર છે.
>> ઓછામાં ઓછું રૂ 14,570 નું રોકાણ કરવું પડશે.
>> તમે વધુમાં વધુ 13 લોટ સાઇઝ માટે બોલી લગાવી શકો છો.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

વર્ષ ૨૦૨૧ ના પ્રારંભથી IPO ની ભરમાર
ભારતીય રેલ્વે ફાઇનાન્સ કોર્પોરેશન (IRFC), ઇન્ડિગો પેઇન્ટ્સ, હોમ ફર્સ્ટ ફાઇનાન્સ કંપની, સ્ટોવ ક્રાફ્ટ અને બ્રુકફિલ્ડ ઈન્ડિયા રીઅલ એસ્ટેટ ટ્રસ્ટ પછી આ રેલટેલ આ વર્ષનો અત્યાર સુધીનો સાતમો IPO છે. ન્યુરેકા લિમિટેડ(Nureca Ltd) નો આઈપીઓ 15 ફેબ્રુઆરી, 2021 ના ​​રોજ ખુલશે, જે છઠ્ઠો ઇસ્યુ છે.

Next Article