RBIના આ પગલાએ સરકારી બેંકોની કિસ્મત બદલી, જાહેર ક્ષેત્રની બેંકોમાં 5 વર્ષ પછી નફો દેખાયો

|

Jun 22, 2021 | 7:08 AM

જાહેર ક્ષેત્રની બેંકો(Public Sector Banks) એ સતત પાંચ વર્ષ સુધી નુકસાન સહન કર્યા પછી નાણાકીય વર્ષ 2020-21માં ચોખ્ખો નફો મેળવ્યો છે.

RBIના આ પગલાએ સરકારી બેંકોની કિસ્મત બદલી,  જાહેર ક્ષેત્રની બેંકોમાં 5 વર્ષ પછી નફો દેખાયો
બેંકની ફાઈલ તસ્વીર

Follow us on

જાહેર ક્ષેત્રની બેંકો(Public Sector Banks) એ સતત પાંચ વર્ષ સુધી નુકસાન સહન કર્યા પછી નાણાકીય વર્ષ 2020-21માં ચોખ્ખો નફો મેળવ્યો છે. ICRA Ratingsના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સરકારી બેંકોએ તેમના બોન્ડ પોર્ટફોલિયો દ્વારા અણધાર્યો લાભ મેળવ્યો છે અને બેન્કને નફામાં ફેરવી દીધા છે. આ માધ્યમથી जरिए PSBs એ 31600 કરોડનો નફો નોંધાવ્યો હતો જ્યારે સમગ્ર નાણાકીય વર્ષનો વેરા પૂર્વેનો નફો 45,900 કરોડ રહ્યો હતો.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વેપારમાં નફા સિવાય જૂની નોન-પરફોર્મિંગ એસેટ્સ (NPA) પર ઓછી લોનની જોગવાઈ હોવાને કારણે બેન્કો પણ નફામાં પરતફરવા સક્ષમ છે. છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન બેંકોને આ માટે ખૂબ ઊંચી જોગવાઈ કરવી પડી હતી. ICRA Ratingsના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, “કોવિડ -19 રોગચાળો શરૂ થયો ત્યારથી જાહેર ક્ષેત્રની બેંકો તેમના બોન્ડ પોર્ટફોલિયો પર ટ્રેડિંગ લાભ થઇ રહ્યો છે. માર્ચ 2020 માં રિઝર્વ બેંક દ્વારા રેપો રેટમાં મોટા ઘટાડા બાદ બેંકો બોન્ડ પર સારી કમાણી કરી રહી છે. ”

રેપો રેટમાં 1.15 ટકાનો ઘટાડો
માર્ચ 2020 થી મે 2020 દરમિયાન રેપો રેટ 1.15 ટકા ઘટાડીને ચાર ટકા કરાયો અને રિવર્સ રેપો રેટમાં 1.55 ટકાનો ઘટાડો કરીને તે 3.35 ટકા સુધી લાવવામાં આવ્યો છે. ICRA રેટીંગ્સના વાઇસ પ્રેસિડેન્ટ અનિલ ગુપ્તાએ જણાવ્યું હતું કે ગયા નાણાકીય વર્ષ 2020-21માં જાહેર ક્ષેત્રની બેંકોએ 32,848 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો છે. આ અગાઉના નાણાંકીય વર્ષ 2019-20માં બેંકોને 38,907 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

બેંકો માટે આ સારા સમાચાર છે
બેંકો માટે આ સારા સમાચાર છે. સરકાર ધીરે ધીરે બેંકોના ખાનગીકરણ તરફ આગળ વધી રહી છે. ચાલુ નાણાકીય વર્ષમાં બે બેંકોનું ખાનગીકરણ કરવામાં આવશે. તાજેતરમાં નીતિ આયોગે બેંક ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન ઓવરસીઝ બેંકને શોર્ટલિસ્ટ કર્યું છે. દેશમાં હાલમાં જાહેર ક્ષેત્રની 12 બેંકો છે જેમાંથી છ બેંકો મર્જ કરવામાં આવી છે. માનવામાં આવે છે કે ટૂંક સમયમાં બાકીની બેંકોની છ બેન્કોનું ખાનગીકરણ કરવામાં આવશે. બેંકોનો ફાયદો સરકારને ખાનગીકરણમાં મદદ કરશે.

Published On - 7:07 am, Tue, 22 June 21

Next Article