‘પબજી’ પ્રતિબંધમાંથી મુક્તિ મેળવવા રિલાયન્સની શરણે, જિયોને ભારતમાં ફ્રેન્ચાઈઝી ઓફર કરી

|

Sep 26, 2020 | 10:50 PM

ભારત સરકારે તાજેતરમાં જ લોકપ્રિય ગેમ પબજી પર પ્રતિબંધ લગાવ્યો હતો. ભારતમાં પરત ફરવા કંપનીએ ચીનની કંપની ટેન્સેન્ટ પાસેથી પબજી મોબાઈલની ફ્રેન્ચાઈઝી પાછી લઈ લીધી છતાં ભારત સરકારે નમતું ઝોખ્યું નથી. પબજીએ વધુ એક પ્રયાસ કર્યો છે. જે મુજબ ભારતમાં પબજીની ફ્રેન્ચાઈઝી જિયોને આપવા પ્રયત્નો શરૂ કરાયા છે. ભારતમાં ગેમ ડિસ્ટ્રિબ્યુશન માટે રિલાયન્સ જિયો સાથે […]

પબજી પ્રતિબંધમાંથી મુક્તિ મેળવવા રિલાયન્સની શરણે, જિયોને ભારતમાં ફ્રેન્ચાઈઝી ઓફર કરી
PUBG Mobile India નવા રૂપમાં ભારતમાં પરત આવી શકે છે.

Follow us on

ભારત સરકારે તાજેતરમાં જ લોકપ્રિય ગેમ પબજી પર પ્રતિબંધ લગાવ્યો હતો. ભારતમાં પરત ફરવા કંપનીએ ચીનની કંપની ટેન્સેન્ટ પાસેથી પબજી મોબાઈલની ફ્રેન્ચાઈઝી પાછી લઈ લીધી છતાં ભારત સરકારે નમતું ઝોખ્યું નથી. પબજીએ વધુ એક પ્રયાસ કર્યો છે. જે મુજબ ભારતમાં પબજીની ફ્રેન્ચાઈઝી જિયોને આપવા પ્રયત્નો શરૂ કરાયા છે. ભારતમાં ગેમ ડિસ્ટ્રિબ્યુશન માટે રિલાયન્સ જિયો સાથે વાતચીત કરવામાં આવી રહી છે. વાટાઘાટો હજુ પ્રારંભિક તબક્કામાં છે. ડીલ અંગે હજુ કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી પરંતુ શક્યતા છે કે રિલાયન્સ જિયોને ડિસ્ટ્રિબ્યુશન મળી શકે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ચાઈનીઝ એપને મળતો ભારતીય યુઝર્સનો ડેટા રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી બનવાની શક્યતાઓ સાથે 118 એપ્સ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવનું વાતાવરણ છે અને તેના કારણે ભારત સરકાર ચીન સામે આક્રમક વલણ અપનાવી રહી છે.  સરકારે  ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. હવે જિયો સાથેની વાટાઘાટો કેટલી સફળ રહે છે અને ભારતમાં પબજી પરત શરૂ થશે કે નહીં તે જોવું રહ્યું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article