કામની વાત: ફ્લાઈટમાં કોઈ સમસ્યા હશે તો બીજી કંપનીની ફ્લાઇટમાં કરી શકશો મુસાફરી, Air India અને Air Asia વચ્ચે થયો મોટો કરાર

|

Feb 12, 2022 | 8:44 PM

બંને એરલાઈન્સ કંપનીઓએ બે વર્ષના સમયગાળા માટે આ કરાર કર્યો છે. એર ઈન્ડિયા અને એર એશિયા વચ્ચેનો આ કરાર 10 ફેબ્રુઆરી, 2022થી 9 ફેબ્રુઆરી, 2024 સુધીની સ્થાનિક ફ્લાઇટ્સ પર જ લાગુ થશે.

કામની વાત: ફ્લાઈટમાં કોઈ સમસ્યા હશે તો બીજી કંપનીની ફ્લાઇટમાં કરી શકશો મુસાફરી, Air India અને Air Asia વચ્ચે થયો મોટો કરાર
Air india (File photo)

Follow us on

પ્લેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરો માટે એક સારા સમાચાર છે. હા, મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને એર ઈન્ડિયા (Air India) અને એર એશિયા (Air Asia) વચ્ચે સમજૂતી થઈ છે. આ કરાર હેઠળ એર ઈન્ડિયાની ટિકિટ ખરીદનારા મુસાફરો એર એશિયાની ફ્લાઈટમાં ઉડાન ભરી શકશે, તેવી જ રીતે એર એશિયાની ટિકિટ ખરીદનારા લોકો એર ઈન્ડિયાના વિમાનમાં ઉડી શકશે. બંને એરલાઈન્સ વચ્ચેના આ મહત્વપૂર્ણ અને મોટા કરારથી મુસાફરોને મોટી રાહત મળશે અને જો સેવાઓમાં કોઈ સમસ્યા હશે તો તેઓ અન્ય એરલાઈન્સ કંપનીની ફ્લાઈટમાં મુસાફરી કરી શકશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જો આ બંને કંપનીઓની કોઈપણ ફ્લાઈટમાં કોઈ સમસ્યા હશે તો તે ફ્લાઈટના મુસાફરો એર ઈન્ડિયા અથવા એર એશિયાની અન્ય ઉપલબ્ધ ફ્લાઈટમાં મુસાફરી કરી શકશે.

ફ્લાઈટમાં કોઈ સમસ્યા હશે તો મુસાફરોને વધુ મુશ્કેલી નહીં પડે

એર ઈન્ડિયા અને એર એશિયા વચ્ચેના આ કરાર હેઠળ જો ફ્લાઈટમાં કોઈ સમસ્યા ઉભી થશે તો બંને કંપનીઓ મુસાફરોને તેમની ફ્લાઈટમાં મુસાફરી કરાવશે. તમને જણાવી દઈએ કે ફ્લાઈટમાં કોઈ પણ પ્રકારની સમસ્યામાં વિલંબ થવાને કારણે મુસાફરોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ક્યારેક સમસ્યા એટલી જટિલ હોય છે કે ફ્લાઈટને જ કેન્સલ કરવી પડે છે. આ કરારથી મુસાફરોને આટલી મોટી સમસ્યાનો સામનો કરવો નહીં પડે.

એર ઈન્ડિયા અને એર એશિયા વચ્ચે બે વર્ષનો કરાર

અહેવાલો અનુસાર બંને એરલાઈન્સે આ કરાર બે વર્ષના સમયગાળા માટે કર્યો છે. એર ઈન્ડિયા અને એર એશિયા વચ્ચેનો આ કરાર 10 ફેબ્રુઆરી, 2022થી 9 ફેબ્રુઆરી, 2024 સુધીની સ્થાનિક ફ્લાઈટ્સ પર જ લાગુ થશે. તમને જણાવી દઈએ કે બંને કંપનીઓ વચ્ચેનો આ કરાર IROPS વ્યવસ્થા છે. આ વ્યવસ્થા હેઠળ જ્યારે કોઈ કંપનીની ફ્લાઇટના સંચાલનને લગતી સમસ્યા હોય છે, ત્યારે તેઓ તેમના મુસાફરોની ટિકિટને અન્ય કંપનીની ફ્લાઈટમાં ટ્રાન્સફર કરે છે.

અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે

જણાવી દઈએ કે એર ઈન્ડિયા અને એર એશિયા બંને ટાટા ગ્રુપનો હિસ્સો છે. ટાટાએ તાજેતરમાં સરકાર પાસેથી એર ઈન્ડિયા ખરીદીને કામગીરી શરૂ કરી છે, જ્યારે ટાટા ગ્રુપ એર એશિયા ઈન્ડિયામાં 83.67 ટકા હિસ્સો ધરાવે છે.

આ પણ વાંચો : Corona Virus: દેશમાં કોરોનાના આંકડા સતત ઘટી રહ્યા છે, એક દિવસમાં 50,407 નવા કેસ સામે આવ્યા, 1.36 લાખ લોકો થયા રિકવર

આ પણ વાંચો : Unnao Murder Case: ઉન્નાવ હત્યા કેસમાં રાજકારણ ગરમાયું, પ્રિયંકા ગાંધીએ કહ્યું- ઉત્તર પ્રદેશમાં આ નવું નથી, ભાજપ જવાબ આપે

Next Article